Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 402
________________ જે મુનિ શાસ્ત્રીય દૃષ્ટિએ કુશીલ છે, આચાર-હીન છે, તે મુનિ ઓઘો, ચોલપટ્ટો, પાતરા વગેરે ચિહ્નને ધારણ કરીને આજીવિકા ચલાવે છે. શાસ્ત્રીય દૃષ્ટિએ પોતાને અસંયમી હોવા છતાં પણ સંયમીના રૂપમાં વિખ્યાત કરે છે કે મુનિ છું. આવો આત્મા લાંબા સમય સુધી પરિભ્રમણ કરી વિનાશ પ્રાપ્ત કરે છે, આતેની અનાથતા છે. છે. જેવી રીતે કોઈ મહામૂર્ખ માનવ ઝેરને મારક સમજ્યા છતાં જીવિત રહેવાની ઇચ્છાથી કાલકૂટ વિષનું પાન કરે છે, કોઈ પોતાના બચાવ માટે શસ્ત્રને ઊંધું પકડે છે, વેતાલની સાધના કરી વેતાલ પર નિયંત્રણ નથી રાખતા એવા આત્માઓ વિનાશને પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે શ્રમણધર્મનો વેશ લઈને વિષયવિકારોની આસક્તિપૂર્વક અનાચારોનું આસેવન કરવાવાળાં આત્મા 'અશુભકર્મબંધન કરી વિનાશ પ્રાપ્ત કરે છે,વિનાશને પ્રાપ્ત થાય છે. જે મુનિ જ્યોતિષ શાસ્ત્ર આદિનું અધ્યયન કર્યા પછી લક્ષણ, સ્વપ્ન, ફળ, નિમિત્ત આદિનો ઉપયોગ ભક્તગણની વૃદ્ધિ માટે, તેનાથી ભૌતિક સામગ્રી, યશ, કીર્તિ ધન આદિની પ્રાપ્તિ માટે કરે છે, કૌતુક કાર્યને દર્શાવે છે, જાદુઈ વિદ્યા/ખેલોનો પ્રયોગ કરે છે. જનસમુદાયમાં ચમત્કારી પદ પ્રાપ્ત કરવા માટે બધાં પ્રકારની વિદ્યાઓનો પ્રયોગ કરવાવાળાં અને આજીવિકા માટે ઉપર, દર્શાવેલાં કામ કરનારાં કર્મ ફળને ભોગવવાનો સમય આવશે ત્યારે તે સમયે તે ભક્તોમાંથી એક પણ તેઓની રક્ષા કરવા નહીં આવે આતેમની અનાથતા છે. તીવ્રતમ અજ્ઞાનતાને પ્રાપ્ત મુનિ સદાચારનાં પાલનરહિત થઈને વિપરીત દૃષ્ટિ વાળા બનીને અયોગ્ય આચરણ કરનારાં મુનિ મુનિધર્મની વિરાધનાના કારણે હંમેશાં સતત નરક તિર્યંચ આદિ ગતિઓમાં દુ:ખોને સહન કરતાં પરિભ્રમણ કરતાં રહે છે. આ તેમની અનાથતા છે. જે મુનિવેષથી સંયુક્ત મુનિ ઔદ્દે શિક આદિ ક્રીતપિંડ , અવિશુદ્ધિ કોટી, વિશુદ્ધિકોટી વગેરે કોઈપણ પ્રકારનો અને ષણીય આહાર લેશમાત્ર પણ નથી છોડતાં અર્થાત્ શ્રાવકના ઘેર ગવેષણ કર્યા વગરનો આહાર લેવાવાળા અગ્નિની ભાંતિ બધુ ખાનારાં ભિક્ષુ પાપઆચરણની તીવ્રતા થઈ જવાથી દૂર્ગતિઓમાં જાય છે આ તેમની અનાથતા છે. ખરાબ પ્રવૃત્તિઓમાં ડૂબેલાં દુરાત્મા મુનિ પોતાના આત્માનું જે અનર્થ કરે છે તે અનર્થ કોઈનું ગળું કાપનારાં શત્રુ પણ નથી કરી શકતાં. નિર્દય સંયમ પાલન/સાધ્વાચારથી હીન મુનિ મૃત્યુની પળોમાં ઘણો પશ્ચાત્તાપ કરીને દુ:ખ પામશે આ તેમની અનાથતા છે. જે મુનિ પોતાનાં હિત માટે છેલ્લી આરાધના માટે સાવધાન જાગ્રત નથી, તે મુનિ વ્યવહારથી શ્રમણધર્મનાં પાલનમાં રુચિ રાખતા હશે તોપણ નકામું છે. એવા મુનિના માટે આ લોક અને પરલોકનું કોઈ કાર્ય સિદ્ધ ન થવાથી ઉભય ભ્રષ્ટ થઈને સતત ચિંતિત રહેવાની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ જાય છે. આ તેમની અનાથતા છે. Multy Graphics (022) 23873222723884222

Loading...

Page Navigation
1 ... 400 401 402