Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 394
________________ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ परिशिष्ट - ४ ૭. અસંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૮. અસંતુષ્ટ હાથ, અસંસદમાત્રક, નિરવશેષદ્રવ્ય. આ આઠ ભાંગાઓમાં વિષમ એક, ત્રણ, પાંચ અને સાતમા ભાંગામાં લઈ શકાય પણ બે, ચાર, છે અને આઠ એ સમભાંગામાં ન લઈ શકાય. કેમકે અહીં હાથ અને વાસણ બંને સ્વયોગથી સંસ્કૃષ્ટ હોય કે અસંતૃષ્ટ હોય, તો પશ્ચાત્ કર્મ થાય છે. કારણ કે પાછળ દ્રવ્ય બચતું નથી માટે. જેમ વાસણમાં દ્રવ્ય બચે છે, તે વાસણને ભલે સાધુ માટે ખરડ્યું હોય, છતાં દાતા બાઈ ધોતી નથી કેમકે ફરીવાર તેમાંથી બચેલ વસ્તુ પીરસી શકાય છે. જે વાસણમાં સાધુને વહોરાવ્યા પછી થોડું પણ દ્રવ્ય ન બચે, તો નક્કી તે થાળી માત્રક વગેરે વાસણ કે હાથને ધોઈ નાંખે છે. માટે બીજા વગેરે ભાંગામાં નિરવશેષદ્રવ્ય હોવાથી પશ્ચાત્કર્મનો સંભવ હોવાથી ન ખપે. પહેલા વગેરે ભાંગાઓમાં પશ્ચાત્કર્મનો સંભવ ન હોવાથી ખપે છે. ૧૦. છર્દિત છર્દિત એટલે ત્યાગવું, છોડવું, ઢોળવું તે સચિત્ત, અચિત્ત અને મિશ્ર – એમ ત્રણ પ્રકારે છે. તે છર્દિત પણ કયારેક સચિત્તમાં, ક્યારેક મિશ્રમાં ને કયારેક અચિત્તમાં થાય છે, એમાં મિશ્રનું આધાર આધેય બંનેરૂપે સચિત્તમાં જ અંતર્ભાવ હોવાથી છોડવા. ફેંકવા વિષયકમાં સચિત્ત-અચિત્તદ્રવ્યનો આધાર રૂપે અને આયરૂપ સંયોગથી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે – ૧. સચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૨. સચિત્તમાં અચિત્તનો ત્યાગ. ૩. અચિત્તમાં સચિત્તનો ત્યાગ. ૪. અચિત્તમાં અચિત્તનો ત્યાગ. આમાં પહેલા ત્રણ ભાંગાઓમાં સચિત્તના સંઘટ્ટા વગેરે દોષનો સંભવ હોવાથી ન ખપે. અને છેલ્લામાં ઢોળાતું હોવાથી ન ખપે. કારણ કે ઢોળવામાં મહાન દોષ છે. ગરમ પદાર્થને ઢોળતો ભિક્ષા આપે તો દાઝે અને જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને બાળે. ઠંડુ દ્રવ્ય ઢોળાય તો જમીન પર રહેલા પૃથ્વીકાય વગેરેને વિરાધે. આ દશ એષણાના દોષો છે. આ પ્રમાણે સંક્ષેપથી ગોચરીના બેતાલીસ (૪૨) દોષ કહ્યા. વિસ્તારથી પિંડનિયુક્તિમાંથી જાણવા. (પ૬૮). હવે પિંડેવિશુદ્ધિનો સારાંશ કહે છે. (સર્વ સંગ્રહ) પિંડવિશુદ્ધિનો સાર पिंडेसणा य सव्वा सखित्तोयरइ नवसु कोडीसु । न हणइ न किणइ न पयइ कारावणअणुमईहि नव ॥५६९॥ પિંડેષણા એટલે પિંડવિશુદ્ધિ. તે સંપૂર્ણપણે સંક્ષેપમાં નવ પ્રકારની કોટીમાં એટલે વિભાગમાં આવી જાય છે. તે આ પ્રમાણે ૧.પોતે જાતે નહશે, ૨.નખરીદે, ૩.રપકવે(રાંધે), ૪. નહાવે, પ.નખરીદાવે, ૬.ન રંધાવે, ૭. હણનારાને, ૮. ખરીદનારને અને ૯. રાંધનારને અનુમોદન ન આપે. આ નવ પ્રકારે પિંડ ૧. ત્યાગ એટલે મૂકવું. ૧૫૪

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402