Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 396
________________ “શ્રી રંયકત્રિવસૂત્ર મyત - મારા રૂ परिशिष्ट -४ લઈ શકાય છે. ગ્રાસેષણાના પાંચ દોષઃ संजोयणापमाणे ईगाले धूम कारणे चेव । उवगरणभत्तपाणे सबाहिरऽमंतरा पढमा ॥७३४॥ प्र.सा. ૧ સંયોજના, ૨ પ્રમાણ, ૩ અંગાર, ૪ ધૂમ્ર, ૫ કારણ એ પાંચ દોષોમાં પ્રથમ સંયોજના ઉપકરણવિષયક, અને ભક્તપાનવિષયક છે. તે બંનેના પણ બાહ્ય અને અત્યંતર એમ બે ભેદો છે. - સંયોજના, પ્રમાણ, અંગાર, ધમ્ર અને કારણ – એ પાંચ ગ્રાસેષણાના (ભોજન મંડલીના) દોષો છે. ગ્રાસ એટલે ભોજન, તેના વિષયક એષણા એટલે શુદ્ધ અશુદ્ધની વિચારણા, તે ગ્રાસેષણા. તેના પાંચ દોષો છે. તેમાં પાંચ દોષોની અપેક્ષાએ પ્રથમ સંયોજનાનું સ્વરૂપ કહે છે. ૧. સંયોજના સંયોજના એટલે ભેગું કરવું, એકઠું કરવું. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ઉંચા પ્રકારનું બનાવવા માટે મેળવવું તે સંયોજના. તે ઉપકરણ વિષયક અને ભક્તપાન વિષયક -એમ બે પ્રકારે છે. અને તે બન્નેના બાહ્ય અને અત્યંતર – એમ બે-બે ભેદ છે. ઉપકરણ વિષયક બાહ્ય સંયોજના આ પ્રમાણે છે. કોઈક સાધુએ કોઈના ઘરેથી સારો ચોલપટ્ટો વગેરે મેળવીને વિભૂષા માટે તે ચોલપટ્ટા સાથે શોભે તેવી ચાદર-કપડો માંગી વસ્તિની બહાર જ પહેરે તે બાહ્ય ઉપકરણસંયોજના. વસ્તિમાં સ્વચ્છ ચોલપટ્ટો પહેરી તેના ઉપર શોભા માટે તેને અનુરૂપ સ્વચ્છ કોમળ ચાદર-કપડાં પહેરે તે અત્યંતરઉપકરણસંયોજના. ભકતપાનસંયોજના : ભિક્ષા માટે ફરતા ખીર વગેરે અનફળ દ્રવ્યોની સાથે રસની લાલસાથી ખાંડ વગેરેથી સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપાશ્રયની બહાર મેળવે તે બાહ્ય-ભક્તપાનસંયોજના. અત્યંતર ભક્તપાનસંયોજના વસ્તિમાં આવી ભોજન વાપરતી વખતે ખીરમાં ખાંડ વિગેરે મેળવે છે. તે ત્રણ પ્રકારે છે. (૧) પાત્રવિષયક, (૨) કવલવિષયક, (૩) મુખવિષયક – . (૧) ભોજનના સમયે જે દૂધ વગેરેને ખાંડ વગેરે દ્રવ્ય સાથે રસની લાલસાથી એક જ પાત્રમાં મેળવીને રાખે. જેમ દૂધમાં ખાંડ નાંખે તે પાત્રસંયોજના. . (૨) ખાવા માટે હાથમાં સુંવાળી વગેરેના કોળિયાને ખાંડ વગેરે સાથે મેળવે. એટલે સુંવાળીને ખાંડ વગેરે લગાડે તે કવલ સંયોજના. (૩) જ્યારે માંડા પુડલા વગેરેને મોઢામાં નાખી પછી ઉપર ગોળ વગેરે ખાય તે મુખસંયોજના. આમાં અપવાદ કહે છે. સાધુઓના ઘણા સંઘાટકોને ઘણું ધી વગેરે મળ્યું હોય તે વાપર્યા પછી પાછળથી થોડું વધે, તે વધેલા ઘીને ખપાવવા માટે ખાંડ વગેરેની સાથે સંયોજન કરવામાં દોષ ન લાગે. કારણ કે વધેલું ઘી વગેરે ખાંડ વગેરે દ્રવ્ય સિવાય બીજા માંડા વગેરે દ્રવ્યની સાથે સાધુઓ ધરાયેલ (વૃક્ષ) હોવાના કારણે ખાઈ ન શકે. ઘી વગેરે પરઠવવું પણ યોગ્ય નથી. કેમકે ધી વગેરે ચીકાશવાળા પદાર્થ હોવાથી પરઠવ્યા પછી કીડી વગેરે જીવોનો નાશ થવાનો સંભવ છે. (પ્લાન) બિમાર સાધુને સાજા કરવા માટે સંયોજના કરે અથવા ભોજનની અરૂચીવાળાઓ, ઉત્તમ આહાર વાપરનારા અને સુખી કુટુંબમાંથી આવેલ રાજપુત્ર વગેરે સાધુઓના માટે સંયોજના વગરના આહારથી હજુ ટેવાયેલા ન હોય, તેવા નૂતન દીક્ષિત, શેક્ષક વગેરેના માટે ૧૫s

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402