Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 390
________________ श्री दशवकालिकास्त्र भाषांतर सारा હીરાદ - 1 જ ઉલટી સિવાયના આલિંગન વગેરે દોષો જાણવા. મત્ત પણ જો ભદ્રિક અને નશા વગરનો હોય અને ત્યાં કોઈ ગૃહસ્થ ન હોય, તો તેના હાથે પણ ખપે. ઉન્મત્ત પણ જો પવિત્ર અને ભદ્રિક હોય, તો ખપે. ૧૦. કપાયેલ હાથવાળો - છિન્નકર એટલે હાથ કપાયેલ હોવાથી પેશાબ-સંડાસ વગેરેમાં પાણી શૌચના અભાવથી અપવિત્ર જ હોય છે. તેના હાથે લેવાથી લોકો નિંદા કરે. હાથ ન હોવાથી જે વાસણ વડે ભિક્ષા આપે, તે વાસણ કે દેય વસ્તુ જમીન પર પડે. તેથી છ જવનિકાયની હિંસા થાય. ૧૧. કપાયેલ પગવાળો – છિન્નચરણમાં પણ આ દોષો જ જાણવા. પગ ન હોવાથી ભિક્ષા આપવા માટે ચાલતા-ચાલતા પડી જાય તથા જમીન પર રહેલ કીડી વગેરે ઘણા જીવોનો નાશ થાય. કપાયેલ હાથવાળો પણ જો ગૃહસ્થનો અભાવ હોય, ત્યારે આપે તો જયણાપૂર્વક લઈ શકાય. કપાયેલ પગવાળો પણ ગૃહસ્થ ન હોય, ત્યારે બેઠા બેઠા આપે તો લઈ શકાય. ૧૨. ગળત્-કોઢવાળો – ગળતા કોઢવાળા પાસેથી લેવાથી તેનો શ્વાસોશ્વાસ, ચામડીનો સ્પર્શ, અર્ધપક્વ લોહી, પરસેવો, મેલ, લાળ વગેરે વડે ચેપ લાગવાથી સાધુને કોઢ રોગનો સંક્રમ થાય. જો તે કોઢ ફકત મંડલ પ્રતિરૂપ એટલે સફેદ ડાઘરૂપ જ હોય. એવા શરીરવાળા પાસે ગૃહસ્થનો અભાવ હોય, ત્યારે આપે તો ખપે. પરંત બીજા ગળત્કોઢવાળા પાસેથી નહિ પણ ગૃહસ્થ જોતા હોય ત્યારે તો ન ખપે. ૧૩. બંધાવેલ – હાથમાં લાકડાનું બંધન તે હસ્તાકડ તથા પગને લોખંડનું જે બંધન તે બેડી (નિગડ). હાથ-પગની બેડીથી બંધાયેલ દાતા, જો ભિક્ષા આપે તો તેને દુઃખ થાય. ઝાડો પેશાબમાં શુદ્ધિ ન કરી શકવાથી ભિક્ષા ગ્રહણ કરે, તો લોકમાં નિંદા થાય કે “આ લોકો અપવિત્ર છે. કેમકે અપવિત્રની પાસેથી પણ ભિક્ષા લે છે.” - ' પગથી બંધાયેલ આજુ-બાજુમાં પીડા વગર જઈ શકતો હોય, તો તેની પાસેથી ખપે. હવે જો આજુ-બાજુ ન જઈ શકતો હોય, તે જ બેસીને આપે અને ત્યાં કોઈ ગુહસ્થ ન હોય, તો ખપે. હાથમાં બેડીવાળો તો ભિક્ષા આપવા અસમર્થ હોવાથી ત્યાં નિષેધ જ છે. એમાં કોઈ વિકલ્પ જ નથી. . • ૧૪. પાદુકા - પાદુકા એટલે લાકડાની ચાખડી, તે પહેરેલ દાતા ભિક્ષા આપવા માટે ચાલતા ક્યારેક બરાબર ન પહેરાયા હોય, તો પડી જાય માટે ન ખપે. પાદુકા પહેરેલ જો સ્થિર હોય તો કારણે ખપે. ૧૫. ખાંડતી – ખાંડતી (છડતી) હોય. ઉખરામાં ભાત વગેરેને છેડતી (ખાંડતી) હોય તો ન લેવાય. કારણ કે ઉખારામાં નાંખેલ ભાત વગેરેના બીજનો સંઘટ્ટો કરતી હોવાથી તથા ભિક્ષાદાન પહેલા અને પછી પાણી વડે હાથ ધોવાથી પુર:કર્મ અને પશ્ચાતુકર્મ વગેરે દોષો થાય છે. * જો અહીં ખાંડનારી બાઈએ ખાંડવા માટે મશલ ઉપાડ્યું હોય, અને મુશળની કાંચી ઉપર બીજ લાગેલ ન હોય અને તે વખતે જો સાધુ આવી જાય. ત્યારે તે બાઈ મુશલને ન પડે એવી રીતે ઘરના ખૂણા વગેરેમાં મૂકી ભિક્ષા આપે તો ખપે. ૧૬, પિસતી – વાટવાના પત્થર ૫૨ તલ-આમળા વગેરેને વાટતી હોય, ત્યારે ભિક્ષા આપવા માટે ઉભી ૧. મંડલ એટલે ગોળાકાર ચગદા (દાદર) પ્રસૂતિ એટલે નખથી ખણવા છતાં પણ પીડા ન થાય તેવા દાગ. ૨.. લોખંડની ગોળાકાર બંગડી જેવું છે. પર જે લગાડેલ હોય તે. ૧પ૦

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402