Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 387
________________ परिशिष्ट ४ - श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ અહીં અપાતા શેરડીના રસનું ટીપું જો કોઈ રીતે બહાર પડે તો લેપ પર જ રહે, પણ ચૂલામાં રહેલ અગ્નિકાયમાં ન પડે તેથી માટીથી લેપ ક૨ેલ કડાઈ એમ કહ્યું. તથા વિશાળ મોઢાવાળી કડાઈ વગેરેમાંથી રસ લેતાં ડોયો વગેરે કડાઈના કાનાને ન લાગે એટલે કડાઈ ભાંગે નહીં. આથી તેઉકાયની વિરાધના ન થાય માટે વિશાળ મુખ કહ્યું. તથા અતિ ગરમ જો શેરડીના રસ અપાય તો જે વાસણમાં લેવાય તે વાસણ ગરમ થઈ જવાથી વહોરનાર સાધુનો હાથ બળે–આ રીતે આત્મ વિરાધના. જે વાસણ વડે દાત્રી આપે, તે વાસણ અતિ ગરમ હોવાથી તે દાતા બાઈ પણ દાઝે. અતિ ગરમ શેરડીના રસ વગેરેને આપતાં દાતાર બાઈ તકલીફપૂર્વક આપી શકે. કષ્ટપૂર્વક આપવાથી ગમે તે રીતે સાધુના પાત્રમાંથી બહાર રસ વગેરે પડવાથી અપાતો શેરડીનો રસ બગડે અને સાધુનું પાત્ર (ફૂટે) બગડે. ઉપાશ્રયમાં લાવવા માટે સાધુએ ઉપાડેલ પાત્રુ અતિ ગરમ હોવાથી જમીન પર પડવાથી ફૂટી જાય કે દાતા બાઈએ આપવા માટે હાથાવગરનો ડોયો લીધો હોય તો તે પણ અતિ ગરમ હોવાથી હાથમાંથી છટકી જવાના કારણે જમીન પર પડવાથી ફૂટી જાય તેથી છ જીવનિકાયની વિરાધના અને સંયમ વિરાધના થાય છે. માટે અતિ ઉષ્ણુ નહીં, એમ કહ્યું. ૪. પિહિત : સચિત્ત વડે ઢાંકવું તે પિતિ. તે પૃથ્વીકાય વગેરેના છ ભેદે છે અને તે છ ભેદ પણ અનંતરના અને પરંપર એમ બે પ્રકારે છે. ૧. સચિત્ત પૃથ્વીકાય વડે માંડા વગેરેને ઢાંકવું તે સચિત્ત પૃથ્વીકાય–અનંતરપિહિત. સચિત્ત પૃથ્વીકાયરૂપ પિઠર વચ્ચે રાખીને ઢાંકવું, તે સચિત્ત પૃથ્વીકાય પરંપર પિહિત. ૨. બરફ વગેરે સચિત્ત અપ્લાય વડે માંડા વગેરેને ઢાંકવું તે સચિત્ત-અપ્કાય-અનંતરપિહિત. બરફ વગે૨ે જેમાં રહેલા હોય તેવા ઢાંકણા વગેરે વડે ઢાંકવું તે સચિત્ત અકાયપરંપરપિહિત. ૩. થાળી વગેરેમાં સંસ્વેદિમ પદાર્થ વગેરે વચ્ચે અંગારા મૂકીને હિંગ વગેરેનો વઘાર જ્યારે અપાય, ત્યારે તે અંગારા વડે કેટલાક સંસ્વેદિમને પણ સ્પર્શ થયેલ હોય છે, તે તેજસ્કાય અનંતરપિહિત. એ પ્રમાણે મુર્મુર– અંગારા વગેરેમાં નાખેલ ચણા, મમરા વગેરે પણ અનંતરપિહિત જાણવું. અંગારા ભરેલ શરાવડા તથા ઢાંકેલ તાવડી વગેરે તે પરંપરપિહિત. ૪. અંગારાના ધૂમાડા કે ધૂપ વગેરે સીધો અડતો હોય, તે અનંતરવાયુપિહિત જાણવું. કેમકે જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે. એવા પ્રકારના વચનથી વાયુઅનંતરપિહિત જાણવું. વાયુ ભરેલ મશક વગેરેથી ઢાંકેલ હોય, તે પરંપર પિહિત. ૫. ફળ વગેરેના સીધા સંપર્કપૂર્વક ઢાકેલ તે વનસ્પતિઅનંતરપિહિત. ફળ ભરેલ છબડી વગેરે વડે ઢાંકેલ પરંપરપિહિત. ૬. માંડા–લાડુ વગેરે ઉપર ચાલતી કીડીની હાર વગેરે ત્રસઅનંતરપિહિત. કીડી વગેરેથી ઘેરાયેલ શરાવડા વગેરેથી ઢાંકેલ તે ત્રસપરંપરપિહિત. આમાં પૃથ્વીકાય વગેરે અનંતરપિહિત તો સાધુને સંઘટ્ટા વગેરે દોષના કારણે ન ખપે. પરંપરપિહિત તો યતનાપૂર્વક લઈ શકાય. અચિત્ત દેય વસ્તુ અચિત્ત વસ્તુથી ઢાંકેલ હોય તેની ચતુર્થંગી આ પ્રમાણે થાય છે. ૧. ભારે ચીજને ભારે ચીજ વડે ઢાંકવી. ૨. ભારે ચીજને હલકી ચીજ વડે ઢાંકવી. ૧૪૭

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402