Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 385
________________ परिशिष्ट ૧. શંકિત ઃ આધાકર્મ વગેરેના દોષના સંભવની શંકા રાખવી, તે શંકિત. તેના ચાર ભાંગા થાય છે. ૧. ગોચરી લેતી વખતે અને વાપરતી વખતે શંકા રહે. ૨. ગોચરી લેતી વખતે શંકા અને વાપરતી વખતે નિઃશંક. ૩. વાપરતી વખતે શંકા પણ લેતી વખતે નિઃશંક. ૪. લેતી વખતે અને વાપરતી વખતે નિઃશંક. પહેલા ત્રણ ભાંગામાં સોળ ઉદ્ગમ અને નવ એષણાના દોષ એમ પચ્ચીસ દોષોમાંથી જે દોષની શંકા રહે તે દોષ લેનાર વાપરનારને લાગે. એટલે કે જો આધાકર્મની શંકાથી જો ગ્રહણ કરે કે વાપરે તો આધાકર્મનો દોષ લાગે અને જો ઔદેશિકપણાની શંકા હોય તો ઔદેશિક દોષ લાગે. - ४ શ્રી ફ૨ાવાનિસૂત્ર ભાષાંતર્ગ - માગ રૂ ચોથો ભાંગો શુદ્ધ છે. તેમાં કોઈપણ દોષ લાગતો નથી. આ ભાંગાઓ આ રીતે સંભવે છે. જે કોઈક સાધુ સ્વભાવે શરમાળ હોય, તે કોઈક ઘરે ગોચરી માટે ગયો હોય, ત્યાં ઘણી ભિક્ષા મળતી જોઈ વિચારે કે ‘અહીં કેમ આટલી બધી ભિક્ષા અપાય છે?’ પણ શરમના કારણે પૂછી ન શકે તેથી શંકાપૂર્વક લે અને શંકાયુક્ત વાપરે એ પહેલો ભાંગો. ભિક્ષા માટે ગયેલ કોઈક સાધુ, કોઈક ઘરે શંકિત મનથી ઘણી ભિક્ષા લઈ પોતાના ઉપાશ્રયે આવે. વાપરતી વખતે તે સાધુનું મન શંકિત જોઈ બીજો સાધુ ભિક્ષાદાયક ઘરની હકિકત જાણતો હોવાથી, તે સાધુને કહે કે ‘હે સાધુ! જ્યાં તમને ઘણી ભિક્ષા મળી તે ઘરે આજે મોટો પ્રસંગ છે કે મોટો લાભ થયો છે' એ પ્રમાણે તેની વાત સાંભળી આ શુદ્ધ છે – એવો નિશ્ચય કરી નિઃશંકપણે વાપરે એ બીજો ભાંગો. કોઈક સાધુ કોઈક શેઠના ઘરેથી નિઃશંકપણે ઘણી ગોચરી લઈ ઉપાશ્રયે આવેલ હોય, ત્યાં બીજા સાધુઓને ગુરુની આગળ પોતાની ભિક્ષા સમાન જ ભિક્ષાને આલોચના કરતાં સાંભળી શંકિત થઈ વિચારે કે જેમ મેં ઘણી ભિક્ષા મેળવી છે એમ બીજા સંઘાટકોએ મેળવી છે, માટે નક્કી આ આધાકર્મ વગેરે દોષવાળું હશે. આ પ્રમાણે વિચારતો વાપરે તે ત્રીજો ભાંગો. ૨. પ્રક્ષિત ઃ પૃથ્વી વગેરેથી ખરડાયેલ અથવા સંયુક્ત હોય તે પ્રક્ષિત. તે પ્રક્ષિત સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારે છે. પૃથ્વીકાય પ્રક્ષિત, અકાય પ્રક્ષિત અને વનસ્પતિકાય પ્રક્ષિત એમ સચિત્ત પ્રક્ષિત ત્રણ પ્રકારે છે. સૂકી કે ભીની સચિત્ત પૃથ્વીકાયથી આપવા યોગ્ય વસ્તુ વાસણ કે હાથ વગેરે જો ખરડાયેલ હોય તો તે સચિત્ત પ્રક્ષિત છે. અકાય પ્રક્ષિતના ચાર ભેદો છે. ૧. પુરઃકર્મ, ૨. પશ્ચાત્કર્મ, ૩. સસ્નિગ્ધ અને ૪. ઉદકાર્ય. (અ) પુ૨ઃકર્મ – સાધુને ભોજન આપવા પહેલાં જે હાથ, વાસણ વગેરે પાણીથી ધોવા તે. (બ) પશ્ચાત્ કર્મ – જે ભોજન આપ્યા પછી હાથ વગેરે ધોવા તે. (ક) સસ્નિગ્ધ – કંઈક પાણીથી ખરડાયેલ એટલે છાંટા ઉડેલ હાથ વગેરે ધોયે તે. (ડ) ઉદકાર્દ્ર – સ્પષ્ટપણે પાણીનો સંપર્ક જણાતો હોય તે. કેરી વગેરેના તરત કરેલ ટુકડા વગેરેથી જે હાથ વગેરે ખરડાયેલ હોય તે વનસ્પતિકાય દૃક્ષિત. ૧૪૫

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402