________________
श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३
परिशिष्ट -४
અધૃતિથી આંસુ પાડવા વગેરે કરે તો, આ માયાવી અમને આકર્ષવા માટે ચાળા (ચાટુ) કરે છે એમ નિંદા થાય. * તમે મારી મા છો એમ કહેવાથી તે બાઈ પોતાના મરેલા છોકરાની જગ્યાએ આ મારો છોકરો છે એમ વિચારી તે સાધુને પોતાની વહુ વગેરે આપે. તમારા જેવી મારી સાસુ હતી. એમ કહેવાથી પોતાની વિધવા દિકરી કે કુરંડા પુત્રીને આપે. ઈત્યાદિ દોષો થાય છે તેથી સંસ્તવ પિંડ યતિઓને ન ખપે. ૧૨-૧૩ વિદ્યા અને મંત્રપિંડ: પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યા એટલે સ્ત્રી દેવતા જેનાં અધિષ્ઠાયક હોય અથવા જપ-હોમ આદિ દ્વારા સિદ્ધ થાય તેવા અક્ષરોની રચના તે. મંત્ર એટલે પુરુષ દેવતા અધિષ્ઠિત અને પાઠ માત્રથી સિદ્ધ થનાર અક્ષર રચના વિશેષ રૂપ હોય છે. તે મંત્ર વિદ્યા દ્વારા જે આહાર મેળવાય તે વિદ્યા-મંત્રપિંડ કહેવાય. વિદ્યા અને મંત્રથી મંત્રિત કરી જેની પાસેથી દાન લેવાય તે દાતાર પાછો સ્વસ્થ થાય પછી કદાચ પી પણ થાય અથવા બીજો
પક્ષપાતિ કે સગો વગેરે પી થાય તો પ્રતિવિદ્યા વડે સ્તંભન ઉચ્ચાટન, મારણ વગેરે કરે. તથા વિદ્યા વગેરે દ્વારા પર દ્રોહ કરવાવડે આ સાધુઓ જીવનારા છે અને લચ્યા છે એમ લોકોમાં નિંદા થાય. આ કામણ-મણ કરનારા છે એમ કહી રાજ દરબારમાં પડી જાય, ખેંચી જાય, વેપ લઈ લે, કદર્થના કરી મારી નાખે વગેરે કરે. ૧૪-૧૫ ચૂર્ણ અને યોગ પિંડ ચૂર્ણ એટલે આંખમાં અંજન વગેરે આંજવાથી અદ્રશ્ય થવું તે. અને યોગ એટલે 'પગ ઉપર લેપ કરવા દ્વારા રૂપ, સૌભાગ્ય, દુર્ભાગ્ય કરવું તે છે. આ ચૂર્ણ અને યોગ કરવા વડે જે પિંડ મેળવાય તે ચૂર્ણયોગ પિંડ કહેવાય. આમાં દોષો પૂર્વોક્ત વિધા-મંત્રની જેમજ જાણવા. પ્રશ્ન : ચૂર્ણ અને યોગ બને ભૂકીરૂપ હોય છે. તો એમાં પરસ્પર શું તફાવત છે? જેથી યોગદ્વાર જુદું કહો છો. ઉત્તર : આ સાચી વાત છે. પરંતુ શરીરના બહારના ભાગે ઉપયોગી હોય તે ચૂર્ણ કહેવાય અને અંદર અને બહાર બને સ્થાને ઉપયોગી હોય તે યોગ કહેવાય. જેથી યોગ ખાવા લાયક અને ન ખાવા લાયક એમ બે પ્રકારે હોય છે. પાણી વગેરે પીવડાવવું વગેરે તે અવ્યવહાર્ય કે આહાર્ય યોગ છે. અને પગ વગેરે ઉપર લેપ લગાડવો તે અનાહારી યોગ છે. આ ચૂર્ણ અને યોગનો તફાવત છે. વર્તમાનમાં સાધુઓ દ્વારા વાસક્ષેપ પીવડાવાય તે ચૂર્ણ દોષ અને એમને નિરોગી બનાવવા માટે માથા ઉપર નંખાય તે યોગપિંડ કહેવાય. ૧૬. મૂળકર્મ અતિગહન સંસારરૂપ વનનું જે મૂળ એટલે કારણ બને, તેવી પાપકારી ક્રિયારૂપ જે કર્મ તે મૂળકર્મ. | મુળ એ જ કર્મ છે તે મૂળકર્મ એટલે ગર્ભસ્તંભન, ગર્ભધાન, ગર્ભપાત, અક્ષતયોનિ, ક્ષીણયોનિ આદિ કરવા દ્વારા જે પિંડ મેળવવો તે મૂળકર્મ. આ સાધુને ન ખપે. કારણ કે પ્રષ, પ્રવચન માલિત્ય, જીવઘાત વગેરે અનેક દોષોનો સંભવ છે. તે આ પ્રમાણે – ગર્ભસ્તંભન કે ગર્ભપાત સાધુએ કરાવ્યો એમ જાણવાથી ઢષ થાય. તેથી શરીરનો પણ નાશ થાય. ગર્ભાધાન, અક્ષતયોનિપણું કરવાથી માવજીવ મૈથુનપ્રવૃત્તિ ચાલે. પુત્ર ઉત્પત્તિમાં ગર્ભધાન થવાથી તે પ્રવૃત્તિ પ્રાયઃ કરી ઈષ્ટ બને છે. ક્ષીણયોનિપણું કરવાથી ભોગાંતરાય વગેરે દોષ થાય છે. કયાંક કયાંક સાધુવેષધારી વિધવા વિવાહના સમર્થક બન્યાં છે તેઓને આ દોષપણ લાગે છે. કારણ કે વિધવા પુર્નલગ્ન પછી એ સાધુને સારો સારો આહાર વહોરાવવા દ્વારા ભક્તિ કરે છે. (પદ૭) આ ઉત્પાદનના સોળ દોષ કહ્યા હવે એષણાના દશ દોષ કહે છે. એષણા દોષ? संकियमक्खियनिक्खित्तपिहियसाहरियदायगुमिस्से। अपरिणयलितछड्डियएसणदोषा दस हवंति ॥५६८॥
૧ શકિત, ૨ પ્રક્ષિત, ૩નિમિ, ૪ પિહિત, સંત, ૬ દાયક, ૭ ઉન્મિશ્ર, ૮ અપરિણત, ૯ લિપ્ત, ૧૦ છર્દિત આ એષણાના દશ દોષો છે. ૧૪૪