________________
શ્રી
ત્રિકૂત્ર મપાંત૨ - મારા રૂ
परिशिष्ट -४
પ્રકારે ચિકિત્સા છે. દવા અથવા વૈદ્યને જણાવવું તે સૂક્ષ્મચિકિત્સા. જાતે ચિકિત્સા કરવા વડે કે બીજા પાસે કરાવવા વડે બાદરચિકિત્સા.
તાવ વગેરે રોગથી ઘેરાયેલા કોઈ ગૃહસ્થ, પોતાના ઘરે ગોચરી માટે આવેલા સાધુને જોઈ પૂછે કે, “હે ભગવંત! આ મારા રોગની કંઈ ચિકિત્સા જાણો છો?” તે સાધુ કહે, “હે શ્રાવક! જેવો તમને રોગ થયો છે, તેવો રોગ મને પણ એક વખત થયો હતો. તે મને અમુક દવાથી સારો થયો. તે પ્રમાણે અજાણ અને રોગી ગૃહસ્થને દવા કરવાના અભિપ્રાય જણાવવાથી ઔષધનું સૂચન કર્યું અથવા રોગીએ ચિકિત્સા પૂછી હોય ત્યારે કહે કે હું વૈદ્ય છું? કે જેથી રોગનો પ્રતિકાર જાણું છું?” આ પ્રમાણે કહેવાથી અજાણ રોગીને આ વિષયમાં વૈદ્યને પૂછવાનું સૂચન કર્યું, તે સૂક્ષ્મ ચિકિત્સા.
જ્યારે પોતે જાતે વૈદ્ય થઈ વમન, વિરેચન, ઉકાળા, કુવાથ વગેરે કરે કે બીજા પાસે કરાવે તો બાદર ચિકિત્સા. આ પ્રમાણે ઉપકાર થવાથી પ્રસન્ન થયેલ ગૃહસ્થ મને સારી ઊંચી ભિક્ષા આપશે એમ વિચારી સાધુ બને પ્રકારની ચિકિત્સા કરે.
- તુચ્છ આહાર માટે સાધુએ અનેક દોષનો સંભવ હોવાથી આ પ્રમાણે કરવું ઉચિત નથી. કેમકે ચિકિત્સા કરતી વખતે કંદમૂળ, ફળ, મૂળિયા વગેરેના જીવનો વધ થાય છે. કવાથ વગેરેના સૂચનથી પાપ વ્યાપારમાં પ્રવૃત્તિ કરવાથી સાધુને અસંયમ થાય છે. નિરોગી થયેલ ગૃહસ્થ તપેલા લોખંડના ગોળા જેવો હોય છે એટલે દુર્બળ અને આંધળો વાઘ સારો થાય તો અનેક જીવનો નાશ કરે, તેમ અનેક જીવનો ઘાત કરે. નસીબજોગે સાધુએ ચિકિત્સા કરતાં રોગીનો રોગ વધી જાય તો ગુસ્સે થયેલા તેના પુત્ર વગેરે સાધુને રાજકુલ વગેરેમાં પકડાવે તથા લોકોમાં આહાર લોલુપી આ સાધુઓ આવુંઆવું વૈદું કરે છે એમ પ્રવચનની હિલના થાય. વર્તમાનમાં જે સાધુ-સાધ્વીઓ ગૃહસ્થોને નિરોગી બનાવવા માટે ઔષધિ આદિ અને વાસક્ષેપ આદિ આપે છે તેમને આ દોષ લાગે છે. ૭. કોલપિંડ: ક્રોધ-ગુસ્સો કરવા દ્વારા જે આહાર મેળવાય તે ક્રોધ પિંડ. તે ક્રોધ પિંડ શી રીતે થાય? કોઈક સાધનો ઉચ્ચાટન, મારણ વગેરે વિદ્યા પ્રભાવ શ્રાપ દાન, તપ પ્રભાવ, સહસ્રાયોધિપણાનું બળ કે રાજા વગેરેના પ્રિય જાણીને અથવા શ્રાપ આપવા વડે કોઈનું મરણ જોઈ દાતાર, ભયથી જે તેને આપે, તે ક્રોધપિંડ (ઘેવરિયા મુનિની કથા).
અથવા બીજા બ્રાહ્મણ વગેરેને દાન અપાત જોઈ સાધુ પણ યાચના કરે અને ન મળે ત્યારે અલબ્ધિમાન થયેલ ગુસ્સો કરે, તે વખતે સાધુને ગુસ્સે થયેલ જોઈ દાતા સાધુ ગુસ્સે થાય તે સારું નહિ એમ વિચારી જે આપે તે કોપિંડ. અહીં બધે ગુસ્સો જ આહાર મેળવવામાં મુખ્ય કારણરૂપે જાણવો. વિદ્યા, તપ, પ્રભાવ વગેરે તો તેના સહકારી કારણરૂપે છે. માટે વિદ્યાપિંડ વગેરેના લક્ષણ સાથે આના લક્ષણને ભેળવવું નહિં. ૮. માનપિંડ માન એટલે ગર્વ. તે જેમાં કારણરૂપે હોય, તેવો પિંડ માનપિંડ કહેવાય. એનો ભાવાર્થ આ પ્રમાણે છે કે (સેવરિયા મુનિની કથા).
કોઈક સાધુને બીજા કોઈક સાધુએ કહ્યું “તને લબ્ધિધારી ત્યારે માનું કે તે આઆ ચીજો અમને વપરાવે વગેરે વચનોથી ઉત્તેજિત કરે અથવા “તારાથી કંઈ ન થાય' એ પ્રમાણે અપમાનિત થયેલ અથવા અભિમાની બનેલ પોતાની લબ્ધિપ્રશંસા બીજા વડે કહેવાતી સાંભળી “જ્યાં હું જાઉં ત્યાં મને બધુય મળે છે” એમ લોકો મને પ્રશંસે એવા વધતા અભિમાનવાળો કોઈ ગૃહસ્થને ત્યાં જઈ તે ગૃહસ્થને એવી એવી દાનની વાતો કરવાવડે અભિમાનમાં ચડાવે, ત્યારે તે ગૃહસ્થ અભિમાનવાળો થઈને બીજા સ્ત્રી-પુરુષ વગેરે ન ઈચ્છતા હોય તો પણ જે અશનાદિ આપે તે માનપિંડ.
૧૪૨ –