________________
श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३
परिशिष्ट - ४
' લોક લોકોત્તર ઉભય પ્રચ્છન્ન આ પ્રમાણે છે. કોઈક શ્રાવિકા સાધુને આ પ્રમાણે કહે કે, “મારી મા વગેરેને તમે આમ કહેજો કે “તારું કામ' જે તને ખબર છે કે તું જાણે છે તે રીતે થઈ ગયું છે. અહીં સંઘાટક સાધુ અને લોકોથી સંદેશાનો ભાવ ન જાણતો હોવાથી ઉભય પ્રચ્છન્નપણું છે.
આ બધામાં ગૃહસ્થના સાવધકાર્યમાં પ્રવૃત્તિ દ્વારા જીવવિરાધના વગેરે દોષો થાય છે. ૩. નિમિત્ત ભૂતકાળ વગેરેને જાણવા માટેની શુભ-અશુભ ચેષ્ટા વગેરેનું જે જ્ઞાન, તે નિમિત્ત. તેનું જે જ્ઞાન પણ ઉપચારથી નિમિત્ત કહેવાય. તે નિમિત્ત કહીને મેળવેલ પિંડ (આહાર) તે નિમિત્તપિંડ.
કોઈક સાધુ ગોચરી વગેરે મેળવવા માટે ગૃહસ્થ આગળ નિમિત્તોને કહે. જેમ “ગઈકાલે તને આવું સુખદુઃખ થયું હતું' અથવા ભવિષ્યમાં “અમુક ટાઈમ કે દિવસે તને રાજા તરફથી લાભ થશે. અથવા આજે તને આવું આવું થશે” તે ગૃહસ્થો પણ લાભ-અલાભ, સુખ-દુઃખ જીવિત-મરણ વગેરે વિષયક પૂછેલ કે ન પૂછેલને ધૃષ્ટતાપૂર્વક કહે. તેની કહેલી વાત સાંભળીને આકર્ષિત થયેલ, તેઓ સાધુને લાડુ વગેરે વિશિષ્ટ ગોચરી ઘણી આપે, તે નિમિત્તપિંડ કહેવાય. એ સાધુને ન ખપે. વર્તમાનમાં ગૃહસ્થોને યંત્ર-મંત્ર દ્વારા સુખી કરવાના જે વિધાનો કરાય છે તે આની અંતર્ગત છે.
આત્મવિષયક પરવિષયક કે ઉભયવિષયક નિમિત્તથી અનેક જીવોના વધ વગેરેનો સંભવ હોવારૂપ અનેક દોષો છે. , ૪. આજીવક : જેનાથી જીવાય તે આજીવન એટલે આજીવિકા. તે આજીવિકા પાંચ પ્રકારે ૧. જાતિવિષયક ૨. કુલવિષયક, ૩. ગણવિષયક, ૪. કર્મવિષયક, ૫. શિલ્યવિષયક. તે સૂયા અને અસૂયા એમ બે પ્રકારે છે. સૂયા એટલે કોઈક વિશિષ્ટ વચન રચના વડે કહેવું છે અને અસૂયા એટલે પ્રગટ વચન વડે જણાવવું તે. સાધુ સૂયા અને અસૂયા વડે પોતાની જાતિ પ્રગટ કરી જીવે તે જાતિઆવક. ' - જેમ કોઈ સાધુ ભિક્ષા માટે ફરતા કોઈ બ્રાહ્મણના ઘરે પ્રવેશ કરે, ત્યાં બ્રાહ્મણના છોકરાને હોમ વગેરેની ક્રિયાને સારી રીતે કરતો જોઈ, તેના બાપ આગળ પોતાની જાત પ્રગટ કરવા માટે કહે કે, સમિધ, મંત્ર, આહુતિ, સ્થાન, યોગ, કાળ, ઘોષ વગેરેને આશ્રયીને શુદ્ધ કે અશુદ્ધ ક્રિયા થાય છે. લીલાપીપળા વગેરે ડાળખીનો ટુકડો સમિધરૂપે છે. ૐ વગેરે પ્રણવારરૂપ વર્ગો મંત્રો છે. અગ્નિમાં ઘી વગેરે નાંખવા તે આહુતિ છે. ઉત્કટુક વગેરે આસનોને સ્થાન કહેવાય. અશ્વમેઘ વગેરે યજ્ઞો કહેવાય. પ્રભાત વગેરે કાળ. ઉદાત્ત-અનુદાત વગેરે ઘોષ. જ્યાં જે યોજવો જોઈએ ત્યાં તે યોજાય તે સમ્યક્રક્રિયા. જ્યાં સમિધ વગેરે ઓછા વધતા કે વિપરીતરૂપે પ્રયોગાય તે સમ્યક્રિયા ને કહેવાય.
આ તમારો પુત્ર હોમ વગેરેની સમ્યક્રક્રિયા કરતો હોવાથી શ્રોત્રિયનો પુત્ર છે અથવા વેદ વગેરે શાસ્ત્રના પારંગત ઉપાધ્યાયની પાસે સારી રીતે ભણ્યો છે – એમ જણાઈ આવે છે. આ પ્રમાણે કહેવાથી તે બ્રાહ્મણ કહે, ‘હે સાધુ! તમે જરૂર બ્રાહ્મણ છો એટલે હોમ વગેરેની ભૂલ વગરની વાતો જાણો છો અને સાધુ મૌન રહે. આ સૂયા વડે સ્વજાતિ પ્રકટન છે.
અસૂયા જાતિઆજીવક એટલે આહાર માટે પોતાની જાતિ પ્રગટ કરે, જેમકે હું બ્રાહ્મણ છું.
આમાં ઘણા દોષો છે. તે આ પ્રમાણે કે જો તે બ્રાહ્મણ ભદ્રિક હોય તો પોતાની જાતિ પક્ષપાતથી ઘણો આહાર વગેરે સાધુના નિમિત્તે બનાવીને આપે, તેથી આધાકર્મનો દોષ લાગે. હવે જો અભદ્રિક હોય, તો આ પાપાત્મા ભ્રષ્ટ થયો છે જેથી બ્રાહ્મણપણું છોડી દીધું છે – એમ વિચારી પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકે. એ
૧૪O
-