Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 383
________________ परिशिष्ट - ४ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ ૯. માયાપિંડ માયા એટલે બીજાને ઠગવાની બુદ્ધિ, તેના વડે જે આહાર મેળવે તે માનપિંડ. કોઈ સાધુ, મંત્રયોગ વગેરે ઉપાયમાં કુશળ હોવાથી પોતાના રૂપ પરાવર્તન વગેરે કરવાવડે જે લાડુ વગેરે ગોચરી મેળવે તે માયાપિંડ (આષાઢભૂતિની કથા). ૧૦. લોભપિંડઃ લોભ એટલે આસક્તિ-વૃદ્ધિ. ગૃદ્ધિ પૂર્વક જે ભિક્ષા લેવાય તે લોબપિંડ. એની ભાવના આ પ્રમાણે છે (સિંહકેસરિયા મુનિની કથા) કોઈક સાધુ આજે હું ગોચરીમાં સિંહ કેસરિયા લાડુ વગેરે લઈશ એવી બુદ્ધિથી વાલ, ચણા વગેરે મળતા હોય તે પણ છોડી દે પરંતુ પોતાનું ઈષ્ટ મળે તે જ લે તે લોભપિંડ. અથવા પહેલા તેવી બુદ્ધિ ન હોવા છતાં, પણ સહજભાવે મળતી લાપસીને સારી સ્વાદિષ્ટ છે એમ વિચારી લેવી તે લોભપિંડ અથવા દુધ વગેરે મળ્યા હોય પછી ખાંડ-સાકર વગેરે મળી જાય તો સારું આમ વિચારી તે મેળવવા માટે ફરી ફરીને જે મેળવે તે લોભપિંડ. આ ક્રોધાદિ ચારે પિંડ સાધુઓને ન ખપે. કારણ કે પ્રપ, કર્મબંધ, પ્રવચનલઘુતા વગેરે દોષોનો સંભવ છે. ૧૧. પૂર્વપશ્ચાસંસ્તવઃ વચનસંસ્તવ અને સંબંધીસંસ્તવ એમ બે પ્રકારે સંસ્તવ છે. વચન એટલે પ્રશંસારૂપ જે સંસ્તવ, તે પ્રવચન સંસ્તવ. માતા વગેરે અને સાસુ વગેરે રૂપ સંબંધીઓનો જે સંસ્તવ તે સંબંધીસંસ્તવ. તે બન્ને સંસ્તવ પૂર્વ અને પશ્ચિાત્ એમ બે ભેદ છે. દાન મેળવ્યા પહેલાં જ દાતારના જે ગુણો વર્ણવે, તે પૂર્વ સંસ્તવ. દાન મેળવ્યા પછી દાતાના ગુણો પ્રશંસે તે પશ્ચાત્ સંસ્તવ. આની ભાવના આ પ્રમાણે છે. કોઈક સાધુ ભિક્ષા માટે ફરતાં, કોઈક શેઠને દાતાર જોઈ દાન લેવા પહેલાં સાચા-ખોટા ઉદારતા વગેરે ગુણોને પ્રશંસે. જેમકે “અહો દાનપતિ! તમારી વાતો તો પહેલાં સાંભળી હતી, પણ આજે તો પ્રત્યક્ષ જોવા મળ્યું.. તથા અનેક જગ્યાએ ફરતાં અમને આવી ઉદારતા વગેરે ગુણો બીજા કોઈના જોયા નથી કે સાંભળ્યા નથી. ધન્ય છે તમને, કે જે ગુણો બધી જગ્યાએ અસ્મલિત પણે સર્વ દિશામાં ફેલાયેલાં છે.' આ પ્રમાણે પૂર્વ સંસ્તવ. ગૃહસ્થે દાન આપ્યા પછી જે સ્તુતિ કરે કે તમને જોવાથી આજે મારી આંખો અને મનને ઠંડક થઈ. આ આમાં આશ્ચર્ય શું? કે દાતારના ગુણોને જોયા પછી કોને આનંદ ન થાય? આ પ્રમાણે પશ્ચાત્ સંસ્વ. આ બન્ને સંસ્તવમાં માયા-મૃષાવાદ, અસંયત અનુમોદના વગેરે દોષો થાય છે. ' માતા-પિતા વગેરે રૂપ જે સંસ્તવ એટલે પરિચય તે પૂર્વ સંબંધી સંસ્તવ. કેમકે માતા વગેરેનો સંબંધ પહેલાં હોય છે. સાસુ-સસરા વગેરેનો જે સંબંધ તે પશ્ચાત્ સંસ્તવ. સાસુ વગેરેનો સંબંધ પછી થાય છે. જેમકે કોઈક સાધુ ગોચરી માટે કોઈકના ઘરે પ્રવેશ કરી આહારલંપટપણાથી પોતાની ઉંમર અને ઘરમાં રહેલ વ્યક્તિની વય જાણી, તેને અનુરૂપ સંબંધ ગોઠવે. જો તે વૃદ્ધ હોય અને પોતે મધ્યમ વયવાળો હોય તો તે પોતાની માતા વિગેરેના સમાન મહિલાને જોઈ માયા વડે કંઈક આંસુ પાડવા માંડે, ત્યારે બાઈ પૂછે કે, “હે સાધુ મહારાજ! કેમ રડો છો?” સાધુ પણ કહે કે, ‘તમારા જેવી જ મારે માં હતી.” જો તે બાઈ મધ્યમ વયવાળી હોય તો, ‘તમાર જેવી જ મારે બહેન હતી.” જો તે બાઈ બાળવયની હોય તો, ‘તારા જેવી જ મારે દિકરી હતી’ એમ કહે. આ પ્રમાણે પશ્ચાત્ સંસ્તવમાં પણ વિચારવું. આમાં ઘણાં દોષો છે તે આ પ્રમાણે. તે ગૃહસ્થો જો ભદ્રિક હોય, તો સાધુ પણ પ્રતિબદ્ધ એટલે રાગવાળા થાય અને રાગવાળા થઈને આધાકર્મ વગેરે કરીને આપે. જો અધર્મી હોય, તો કાર્પટિક (ભિખારી) જેવો આ અમને ભિખારી જેવા વગેરે કલ્પી અમારી હલકાઈ કરે છે એમ વિચારી પોતાના ઘરમાંથી કાઢી મૂકવા વગેરે કરે. ૧૪૩

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402