Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 386
________________ શ્રી રવિત્રિવક્ત્ર મvtત૬ - મારા રૂ. परिशिष्ट - ४ અગ્નિ, વાયુ અને ત્રસકાયથી પ્રક્ષિતપણું હોતું નથી. અગ્નિ વગેરેનો સંસર્ગ હોવા છતાં પણ લોકમાં મૈક્ષિતપણાનો વ્યવહાર નથી. અચિત્ત પ્રક્ષિત ગહિત અને અગહિત એમ બે પ્રકારે છે. ગહિત એટલે ચરબી વગેરે નિંદનીય ચીજથી ખરડાયેલ છે. અગહિત એટલે ઘી વગેરેથી ખરડાયેલ તે. અહીં સચિત્ત પ્રક્ષિત તો સાધુને બિસ્કુલ ન ખપે. અચિત્ત પ્રક્ષિત તે લોકમાં અગહિત ઘી વગેરેથી ખરડાયેલ હોય તે ખપે પણ નિંદિત જે ચરબી વગેરેથી ખરડાયેલ હોય તે ન ખપે. ૩. નિક્ષિપ્ત સચિત્ત વસ્તુ પર જે રાખેલ હોય તે નિશ્ચિત. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રણ નિલિત એમ છ પ્રકારે જાણવું. તે જ પ્રકારો અનંતર અને પરંપર એમ બે પ્રકારે છે. અનંતર એટલે કોઈક જાતના આંતરા વગર રાખેલું ભોજન હેય તે. જેમ સચિત્ત માટી વગેરે પર જે પકવાન, માંડા વગેરે કોઈપણ આંતરા વગર રાખ્યા હોય તે અનંતર નિશ્ચિત કહેવાય. પરંપર એટલે આંતરા પૂર્વક જે રાખેલ હોય તે. જેમ સચિત્ત માટી વગેરે પર રહેલ તાવડી વગેરેમાં જે પકવાન વગેરે જે રાખેલ હોય તે પરંપર નિલિમ કહેવાય. માખણ કે થીજેલું ઘી વગેરેને સચિત્ત પાણીમાં જે રાખ્યું હોય તે અનંતર નિક્ષિત તથા તેજ માખણ વગેરે કે પકવાન વગેરેને પાણીમાં રહેલી તાવડી વગેરેમાં રાખ્યાં હોય તે પરંપર નિક્ષિત. અગ્નિ પર જે પાપડ વગેરે સેકે તે અનંતર નિશ્ચિમ અને અગ્નિ પર રહેલ તાવડી વગેરેમાં જે રખાય તે પરંપર નિક્ષિત. વાયુ (પવન)થી ઉડેલા ચોખા, પાપડ વગેરે અનંતર નિશ્ચિત. અહીં જેનાથી જે ઉડે તે ત્યાં રહેલ છે એવી વિવાથી અનંતરનિશિમ ગણવામાં આવ્યું છે. વાયુથી ભરેલ મશક વગેરે પર રહેલ માંડા વગેરે ચીજો તે પરંપર નિશ્ચિમ. : : સચિત્ત દાણા, ફળ વગેરે પર રહેલા પુરી-માંડા વગેરે અનંતર નિક્ષિપ્ત. લીલોતરી પર રહેલ તાવડીમાં રખાયેલ પુડલા વગેરે પરંપર નિમિ. બળદ વગેરેની પીઠ પર રખાયેલ પુડલા, લાડ વગેરે ત્રસ અનંતર નિમિ. અને બળદ વગેરેની પીઠ પર રખાયેલ કુતુપ (ચામડાની કોથળી) વગેરે વાસણોમાં રખાયેલ ઘી, લાડુ વગેરે પરંપર નિક્ષિત. આમાં પૃથ્વી વગેરે પર રહેલ અનંતર નિક્ષિત ચીજો સચિત્ત પૃથ્વી વગેરે પર રહેલ હેવાથી સંઘટ્ટા વગેરે દિોષના સંભવના કારણે સાધુઓને અકથ્ય છે. પરંપર નિશ્ચિત તો સચિત્ત સંઘટ્ટા વગેરેના ત્યાગ પૂર્વક જયણાથી આપે તો લઈ શકાય. ફક્ત તેજસ્કાયપરંપરનિક્ષિપ્ત ગ્રહણમાં જે વિશેષ છે તે કહે છે. જેમ શેરડીનો રસ પકાવવાની જગ્યાએ અગ્નિ પર રહેલ કડાઈ વગેરેને જો ચારે તરફથી માટીનો લેપ કરેલ હોય તથા અપાતો શેરડીનો રસ ઢોળાતો ન હોય અને તે કડાઈનું મોટું વિશાળ હોય, શેરડીનો રસ કડાઈમાં નાખ્યાને ઘણો ટાઈમ થયો હોય ઘણો ગરમ ન હોય, એવો શેરડીનો રસ આપે તો ખપે. (એવી જ રીતે ભઠ્ઠી ઉપર રહેલ ઉકાળેલું પાણી, દૂધ, ચા આદિ તરળ પદાર્થ કે પિંડ માટે સમજવું) ૧૪૬

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402