Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 379
________________ परिशिष्ट - ४ 'श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ હવે નવી સ્થાપેલ ધાત્રી કાળા વગેરે જે અધિક વર્ણવાળી હોય, તો તેને તે રીતે નિંદે જેમકે, કાળી ધાત્રી બાળકના રંગને નાશ કરે છે. ગોરી ધાત્રી બળહીન હોય માટે શ્યામા (ઘઉંવર્ણ) બળ વર્ણ માટે ઉત્તમ છે.. આવી વાતો ઘરના માલિક સાંભળીને વૃદ્ધ વગેરે સ્વરૂપવાળી ચાલુ ધાત્રીને દૂર કરી અને સાધુ સમ્મત ધાત્રીને રાખે. તે ધાત્રી પ્રસન્ન થઈને સાધુને સુંદર ઘણી ગોચરી વહોરાવે તે ધાત્રીપિંડ. આમાં ઘણા દોષો છે, તે આ પ્રમાણે. જે ધાત્રીને દૂર કરાવી તે દ્વેષને ધારણ કરે તથા સાધુને કલંક આપે કે “આ ધાત્રી સાથે સાધુને આડો સંબંધ છે.” અતિ દ્વેષ થાય તો ઝેર વગેરે આપી કયારેક મારી પણ નાંખે. હવે જે જૂનીને દૂર કરી નવી ધાત્રી રાખી હોય તે પણ કયારેક એમ વિચારે કે જેમ આને જૂનીને દૂર કરી મને રખાવી, તેમ બીજી કોઈની વિનંતિથી મને પણ અહીંથી ધાત્રીપણાથી દૂર કરાવશે માટે એવું કરું કે એ સાધુ જ ન રહે. એમ વિચારી ઝેર વગેરેના પ્રયોગથી મારી નાંખે. એ પ્રમાણે મજ્જન એટલે સ્નાન, મંડન એટલે શણગાર, ક્રિડનક એટલે રમાડવુંઅંક એટલે ખોળામાં બેસાડવું આદિ ધાત્રીપણું કરવા કરાવવામાં દોષો વિચારીને જાણવા. વર્તમાનમાં નોકર આદિને નોકરીએ રખાવવાનું કાર્ય કરી ગોચરી વહોરવી તે ધાત્રીપિંડમાં જાય. આ માણસ સારો છે અમે અનુભવેલ છે. સંઘ ઉપધાન આદિમાં આ રસોયા, આ માણસો લાવો એમ કહેવાથી પણ આ દોષ લાગે. ૨. દૂતિદોષ દૂત એટલે એક બીજાના સંદેશા પહોંચાડનાર. તેથી દૂતીત્વ એટલે પરસ્પરના સંદેશો પહોંચાડીને સાધુ દ્વારા જે પિંડ મેળવાય તે દૂતિપિંડ. તે સ્વગામ અને પરગામવિષયક એમ બે પ્રકારે છે – જે ગામમાં સાધુ રહ્યા હોય તે જ ગામમાં જો સંદેશો કહે તો સ્વગામ દૂતી. જો પરગામમાં જઈને સંદેશો કહે તો પરગામ દૂતી. આ બન્ને ગુપ્ત અને પ્રગટ એમ બે-બે પ્રકારે છે તેમાં પ્રચ્છન્ન એટલે ગુખ તે બે પ્રકારે છે. ૧. લોકોત્તરવિષયક એટલે બીજા સંઘાટક સાધુથી પણ ગુપ્ત. ૨. લોક લોકોત્તર વિષયક એટલે બાજુમાં રહેલ લોક અને બીજા સંઘાટક સાધુથી પણ ગુમ. કોઈક સાધુ ભિક્ષા માટે જતા, તેના વિશેષ લાભ માટે તે જ ગામના મહોલ્લામાં કે બીજા ગામમાં માતા વગેરેના સંદેશાને તેની પત્રી વગેરે આગળ જઈ કહે, કે તારી માતા કે તારા પિતા કે તારા ભાઈએ તને કહેવડાવ્યું છે કે, તારે આજે અહીં આવવું વગેરે. આ પ્રમાણે સ્વપક્ષે-પરપક્ષને સાંભળતા નિ:શંકપણે કહે તે પ્રગટ સ્વગામ પરગામ વિષયક દૂતીત્વ. કોઈક સાધને કોઈક દિકરીએ માતાને પોતાના ગામમાં કે પરગામમાં સંદેશો કહેવા માટે વિનંતી કરી. ત્યારે તે સંદેશો ધારી તેની માતા વગેરે પાસે જઈ એમ વિચારે, કે દૂતીપણું પાપકારી હોવાથી નિંદનીય છે. તેથી સંઘાટક બીજો સાધુ મને દૂતી દોષ દુષ્ટ આહાર છે એમ જાણીને નિષેધ ન કરે માટે, બીજી રીતે કહે “હે શ્રાવિકા! તારી દિકરી અતિભોળી છે કે જે સાવદ્ય યોગના પચ્ચક્ખાણવાળા અમને કહે, કે “મારી માને આટલું કહેજો, હું આ પ્રયોજનથી આવવાની છું વગેરે' ત્યારે તે શ્રાવિકા પણ ચતુરાઈથી મનનો ભાવ જાણી બીજા સંઘાટક સાધુને વહેમ ન પડે માટે કહે કે હું હવે તેને તમારી આગળ આવી વાત કરતા રોકીશ' આ પ્રમાણે સંઘાટક સાધુથી છૂપાવવાથી અને લોક આગળ નહીં છૂપાવવાથી લોકોત્તર પ્રચ્છન્ન સ્વગામ પરગામ વિષયક દૂતીપણું છે. • ૧૩૯

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402