Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 377
________________ परिशिष्ट - ४ 'श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ થાય અને સાધુએ રાજાની રજા વગર લેવાથી અદત્તાદાનનો દોષ લાગે. અને હાથીના દેખતા તો મહાવતના ભાગનું પણ ન લેવું. કેમકે હાથી સચેતન (બદ્ધિવાળો) છે. તેથી મારા ખાવામાંથી આ સાધુ ભિક્ષા લે છે એ પ્રમાણે વિચારી કયારેક ગુસ્સે થયેલ તે રસ્તે ફરતા ઉપાશ્રયમાં સાધુને જોઈ તેમના ઉપાશ્રયને તોડી નાખે કે સાધુને પણ ગમે તે રીતે મારી નાંખે. ૧૬. અધ્યવપૂરક અધિ એટલે વધારે. અવપૂરણ એટલે ભરવું, ઉમેરવું. પોતાના લાભ માટે આપેલ ઉપાશ્રય વગેરેમાંથી સાધુને આવેલા જાણી, તેમના લાયક ભોજન બનાવવા માટે અધિક ઉમેરવું તે અધ્યવપૂરક. તે અધ્યવપૂરકથી યુક્ત જે ભોજન પણ અધ્યવપૂરક કહેવાય. ૧. તે સ્વગૃહ્યાવદર્થિકમિશ્ર, ૨. સ્વગૃહસાધુમિશ્ર, ૩. સ્વગૃહપાખંડમિશ્ર એમ ત્રણ પ્રકારે છે. સ્વગૃહશ્રમણમિશ્ર તો સ્વગૃહપાખંડમિશ્રમ અંતર્ગત છે માટે જુદું કહ્યું નથી, યાવદર્થિક વગેરેના આવવા પહેલા ચૂલો સળગાવવો, તપેલીમાં પાણી ગરમ કરવું વગેરે આરંભ પોતાના માટે કર્યો હોય અને પછી યથા સંભવ યાવદર્થિક વગેરે ત્રણમાંથી કોઈપણ આવે, ત્યારે તેના માટે વધારે ભાત વગેરે ઉમેરે તો આ અધ્યવપૂરક કહેવાય. પ્રશ્ન : અધ્યવપૂરક અને મિશ્રજાતમાં શું ભેદ છે? ઉત્તર : મિશ્રજાતદોષ પહેલેથી યાવદર્થિક વગેરે સાધુના માટે તેમજ પોતાના માટે બનાવાય છે. અને અધ્યવપૂરકમાં પ્રથમ તો પોતાના માટે બનાવાતું હોય છે, પછી યાવદર્થિક સાધુ કે પાખંડી આવ્યા છે એમ જાણી, તેમના માટે પાછળથી વધારે પાણી ચોળા વગેરે ઉમેરાય છે. અહીં સ્વગૃહયાવદર્થિકમિશ્ર અથવપૂરક શુદ્ધ આહારમાં, જેટલા કણીયા કાપેટિક વગેરે માટે પાછળથી નાંખ્યા હોય, તેટલા કણીયા વાસણમાંથી દૂર કર્યા પછી કે કાપેટિક વગેરેને આપ્યા પછી, જે બચેલું ભોજન, હોય તે સાધુને ખપે. આથી જ આ વિશોધિ કોટિ કહેવાય છે. સ્વગૃહપાખંડમિશ્ર કે સ્વગૃહસાધમિશ્રમાં શુદ્ધાહારમાં પડેલ જેટલું અધ્યવપૂરક નાંખેલ હતું તે વાસણમાંથી જુદું કર્યા પછી કે પાખંડી વગેરેને આપ્યા પછી જે બચે તે સાધુને ન ખપે. કારણ કે સમસ્ત આહાર પૂર્તિદોષવાળો થઈ ગયો છે. પ૬૪-૫૬૫ ઉત્પાદના દોષઃ थाईदूइनिमिते आजीववणीमगे तिगिछा । कोहे माणे माया लोभे हवंति दस एए ॥५६६॥ पुदिपछासंथवविजामते य चुण्णजोगे या उप्पायणाय दोसा सोलसमे मूलकम्मे य ॥५६॥ ૧. ધાત્રી, ૨. તિ, ૩.નિમિત્ત, ૪. આજીવક, ૫. વસિમગ, ૬. ચિકિત્સા, ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા, ૧૦. લોભ, ૧૧. પૂર્વ સંસ્તવ પશ્ચાત્ સંસ્તવ, ૧૨. વિદ્યા, ૧૩. મંત્ર, ૧૪. ચૂર્ણ, ૧૫. યોગ, ૧૬. મૂળકર્મ આ ઉત્પાદના સોળ દોષો છે. ૧. ધાત્રીપિંડઃ ધાત્રી એટલે બાળકો જેને ધાવે પીવે તે ધાત્રી. અથવા બાળકોને દૂધ પીવડાવવા માટે જે ધારણ કરે તે ધાત્રી. બાળકને પાળનારી સ્ત્રી તેના પાંચ પ્રકાર છે. ૧. દૂધધાત્રી, ૨. મજ્જનધાત્રી, ૩. ક્રીડનધાત્રી, ૪. મંડનધાત્રી, ૫. ઉસંગધાત્રી. અહીં ધાત્રીપણું કરવું કે કરાવવું તે વિવાથી ધાત્રી શબ્દ કહેવાય છે. માટે ધાત્રીનો જે પિંડ (આહાર) તે - ૧૩૭

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402