Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 375
________________ રિશિષ્ટ - ૪ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ મોટી ક્રિયાપૂર્વક નીચે લાવી ગ્રહણ થતું હેવાથી ઉત્કૃષ્ટ માલાપહત છે. (ક) આ બેની વચ્ચેનું મધ્યમમાલાપહત છે. (૨) અધોમાલાપહૃત – સાધુ માટે ભોંયરા વગેરેમાં જઈ, ત્યાં રહેલ ભોજન વગેરેને લાવી જે આપે તે અધોમાલાપહતા. ત્યાં જો અંધારું હોય અને લાઈટ વગેરે કરે તો પ્રાદુષ્કરણ દોષ વધારામાં લાગે. (૩) ઉભયમાલાપહૃત – ઊંટડી એટલે કુંભી, કળશ, પેટી, કોઠી વગેરેમાં રહેલ અશનાદિને આપનાર જો કંઈક કષ્ટપૂર્વક આપતી હોય, તો તે ઉભય એટલે ઉર્ધ્વમાલાપહૃત છે. આમાં ઊંચે અને નીચેની ક્રિયારૂપ કુંભી, કળશ, પેટી, કોઠી વગેરેમાંથી પગ ઊંચા કરી કમ્મરમાંથી વાંકા વળીને કાઢવાનું હોવાથી ઉભયમાલાપહત છે. તે આ પ્રમાણે કે મોટી અને ઊંચી કોઠી વગેરેમાં રહેલ દેય પદાર્થને લેવા માટે દાતારને પોતાની પાની ઊંચી કરી એટલે ઉધ્વશ્રિતમાલાપહૃત અને નીચે તરફ હાથ અને મોટું કરવાથી એટલે વાંકા વળવાના કારણે અધોમાલાપહત એમ બંને પ્રકાર મલવાથી ઉભયમાલાપહૃત થાય છે. (૪) તિર્યમાલાપહૃત – જ્યારે ભીંત વગેરેમાં ખભા જેટલી ઊંચી જગ્યામાં રહેલ, ગોખલા વગેરેમાં રહેલ તથા મોટા ગવાક્ષ વગેરેમાં રહેલ, પદાર્થને તીર્થો હાથ લાંબો કરી જે પ્રાય: આંખ વડે અદ્રશ્ય હોય, તે અશનાદિ દેય વસ્તુને દાતા આપે, ત્યારે તિર્યમાલાપહૃત છે. પ્રશ્ન : માળ શબ્દ વડે ઊંચો પ્રદેશ જ કહેવાય છે. તો પછી ભોયરા વગેરે નીચી ભૂમિમાં રહેલ જગ્યાને માળ શબ્દ શી રીતે કહેવાય ? ઉત્તર : અહીં લોક રૂઢિથી ઉચ્ચપ્રદેશ વાચક માળ શબ્દ ન લેવો. પરંતુ સૈદ્ધાંતિક ભાષામાં માળ શબ્દથી ભૂમિગૃહ વગેરે પણ લેવાય છે. માલાપહૃતમાં બીજા પણ નીચે મુજબ દોષો લાગે છે. માંચડા, માંચી, ઉખરો વગેરે પર ચડી પગની પાની ઊંચી કરી લટકતા સિકા વગેરેમાંથી લાડુ વગેરે લેતા કોઈક રીતે માંચા વગેરે ખસી જતા દાતાર બાઈ પડી જાય તો નીચે રહેલ કીડી વગેરે અને પૃથ્વીકાય વગેરેની વિરાધના થાય અને બાઈનો હાથ વગેરે ભાંગે. જો વિષમ રીતે પડ્યા હોય અને કોઈક અસ્થાન (કર્મ) ભાગમાં વાગે તો જીવ પણ જાય. શાસનની અપભ્રાજના થાય કે “સાધુ માટે ભિક્ષા લેતા મરી ગઈ માટે આ સાધુઓ કલ્યાણકારી નથી. દાત્રીનું આ પ્રમાણે અનર્થ થાય છે, એ પણ જાણતા નથી. લોકમાં મૂર્ણપણાનો પ્રવાદ થાય વગેરે અપભ્રાજના થાય માટે સાધુએ માલાપહૃત ન લેવું જે દાદર વગેરેના પગથીયા વગેરેથી સુખે ઉતરીડ થતી હોય તેના પર ચડી આપે તો માલાપહૃત ન થાય. સાધુ પણ એષણા શુદ્ધિ નિમિત્તે દાદર વડે મકાન ઉપર ચડે. અપવાદ માર્ગે સાધુ જમીન પર રહ્યા હોય અને ઉપરથી લાવી આપે, તો પણ ગ્રહણ કરે. ૧૪. આચ્છેદ્ય સાધુના દાન માટે નોકર કે પુત્ર વગેરેની ઇચ્છા વગર તેની પાસેથી ઝુંટવી લેવું, તે આચ્છે. તે ત્રણ પ્રકારે સ્વામિવિષયક, પ્રભુવિષયક અને ચોરવિષયક. ગામ વગેરેનો નાયક તે સ્વામિ. પોતાના ઘરનો જ નાયક તે પ્રભુ. સ્તન એટલે ચોર. ૧. ગામ વગેરેને મુખી, સાધુઓને જોઈ ભદ્રિકપણાથી કજીયો કરીને કે કજીયો કર્યા વગર બળાત્કાર સાધુ નિમિત્તે કુટુંબીઓ પાસેથી અશનાદિ ઝૂંટવીને સાધુને જે આપે, તે સ્વામિવિષયક આચ્છેદ્ય. આ ૨. ગોળદીક (ગોવાળ), નોકર, પુત્ર, પુત્રી, વહુ, સ્ત્રી વગેરેનું દૂધ વગેરે અશનાદિ. એમની પાસેથી - ૧૩૫

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402