Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 373
________________ परिशिष्ट - ૪ श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ વિચારી કોઈક નક્કી જગ્યાએ બ્રાહ્મણ વગેરેને થોડું થોડું આપવા માંડે. તે વખતે લ્લે વગેરે કામ માટે નીકળેલા કેટલાક સાધુઓને જોયા અને તેમને આમંત્રણ આપ્યું કે, હે સાધુઓ! આ અમારા વધેલા લાડુઓ ઘણા છે. જો તમને કંઈક ખપ હોય, તો લાભ આપો. સાધુઓ પણ શુદ્ધ જાણીને લે. આ પ્રચ્છન્ન પરગામવિષયકઅભ્યાહૃત છે. આ જો પરંપરાએ ખબર પડે તો પરઠવવું. પ્રગટસ્વગામવિષયકઅભ્યાર્હત ઉપર દૃષ્ટાંત : કોઈક સાધુ ભિક્ષા માટે ફરતા ફરતા કોઈ ઘરે ગયા. ત્યાં માનનીય સગાવહાલા વગેરેને જમણ વગેરે ચાલતું હોવાથી તે વખતે સાધુને વહોરાવી ન શકચા હોય, વગેરે કારણોથી કોઈક શ્રાવિકા પોતાના ઘરેથી સાધુના ઉપાશ્રયે લાડુ વગેરે લાવી જે વહોરાવે, તે પ્રગટસ્વગામવિષયકઅભ્યાહત છે. એ પ્રમાણે પરગામવિષયકપ્રગટઅનાચીર્ણ અભ્યાહ્નત પણ જાણવું. આચીર્ણ અભ્યાહત : આચીર્ણ અભ્યાહૃત ક્ષેત્રવિષયક અને ગૃહવિષયક એમ બે પ્રકારે છે. ક્ષેત્રવિષયક = ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે. કોઈક મોટા ઘરમાં ઘણા જમનારાઓની પંગત બેઠી હોય અને પંગતના એક છેડે સાધુઓ હોય અને બીજે છેડે અશનાદિ દેય ચીજો પડી હોય, ત્યાં સાધુ સંઘાટક સંઘટ્ટા વગેરેના ભયથી જઈ ન શકે, તો સો હાથ પ્રમાણના ક્ષેત્રમાંથી જે લાવ્યા હોય, તે ઉત્કૃષ્ટ આચીર્ણ ક્ષેત્રાભ્યાહત છે. સો હાથ ઉપરથી લાવેલ હોય તો તેનો નિષેધ છે. મધ્યમક્ષેત્રાભ્યાહત – એક હાથના પરાવર્તનથી લઈ સો હાથમાં કંઈક ન્યૂન ક્ષેત્રમાંથી લાવે. એક હાથનું પરાવર્તનવાળું જઘન્ય ક્ષેત્રાભ્યાહૃત છે, કર પરાવર્તન એટલે કંઈક હાથ હલાવી શકાય તેટલું ક્ષેત્ર. જેમ કોઈક આપનાર વ્યક્તિ ઉભી રહીને અથવા બેસીને પોતે જાતે હાથમાં રાખેલ લાડું, માંડા વગેરેને આપવા માટે હાથ લંબાવીને રહી હોય, આ પ્રકારે રહેલી તે સાધુના સંઘાટક ને જોઈ તેમને લાડુ દેખાડીને આમંત્રણ આપે ત્યારે તે સંઘાટક તેના હાથ નીચે પાત્ર રાખે ત્યારે તે બાઈ પોતાના હાથને હલાવ્યા વગર કંઈક મુઠ્ઠી ઢીલી કરે એટલે માંડો વગેરે પાત્રમાં પડે આ ક્ષેત્રવિષયક આચીર્ણ. ગૃહવિષયક આચીર્ણ અભ્યાદ્ભુત – આ પ્રમાણે થાય છે. એક લાઈનમાં ત્રણ ઘર રહેલા હોય, તેમાં જ્યારે સાધુ સંઘાટક ભિક્ષા લે, ત્યારે એક સાધુ ધર્મલાભ આપેલ ઘરે ભિક્ષા લે, તે ઘરમાં ભિક્ષા લેતા ઉપયોગ રાખે. પાછળ રહેલ બીજો સાધુ ધર્મલાભ આપેલ સિવાયના બે ઘરમાંથી લવાતી ભિક્ષામાં દાતાના હાથ વગેરેમાં ઉપયોગ રાખે. ત્રણ ઘરમાંથી લેવાયેલ અશનાદિક આચીર્ણ છે. ચાટ (સાધન વિશેષ વાસણ, બર્તન) વગેરેમાંથી હોય તો અનાચીર્ણ. ૧૨. ઉદ્ભિન્ન ઃ ઉભેદ કરવો એટલે ખોલવું તે. સાધુ વગેરેને ઘી વગેરેનું દાન કરવા માટે, ગાયના છાણ વગેરેથી ઢાંકેલ ઘડા વગેરેના મોઢાને ખોલવું, તે ઉદ્ભિન્ન કહેવાય. તે પિહિતોદ્ભિન્ન અને કપાટોદ્ભિન્ન એમ બે પ્રકારે છે. (૧) પિહિતોદ્ભિન્ન – જે છાણ, અગ્નિથી તપાવેલ લાખ, સચિત્ત પૃથ્વીકાય વગે૨ે ચોંટે એવી ચીકણી ચીજો દ્વારા, ૧૩૩

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402