Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 372
________________ કરાવત્રિસૂત્ર માપતY - મ - ૨ परिशिष्ट - ४ કે પડી જાય, તો તે વસ્ત્ર બાબતે ઝઘડા વગેરે થાય. આ દોષો થાય અને બીજા પ્રકારમાં માંગનારને દુષ્કર સચિના • કારણે સારું એવું વિશિષ્ટતર બીજું વસ્ત્રાદિ આપવા છતાં ઘણી મહેનતે તેને પ્રસન્ન કરી શકાય. તેથી ગમા અણગમાના કારણે ઝઘડા વગેરે દોષો સંભવે છે. ૧૦. પરિવર્તિત સાધુના નિમિત્તે જે પરાવર્તન એટલે અદલાબદલી કરવી છે. તેના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકાર છે. તે બંને પ્રકારના પણ બે-બે પ્રકાર છે. (૧) તદ્રવ્યવિષયક, (૨) અન્યદ્રવ્યવિષયક તેમાં તદ્રવ્ય વિષયક આ રીતે છે. જેમ કથિત એટલે બગડેલું ઘી આપીને સાધુ માટે સુગંધી ઘી લે વગેરે. અન્ય વિષયકમાં કોદરા, કૂર વગેરે આપીને શાલિ, ભાત વગેરે લે. આ લૌકિક છે. લોકોત્તરમાં સાધુને - સાધુની સાથે વસ્ત્રાદિ પરાવર્તનનું સ્વરૂપ પણ બે પ્રકારે જાણી લેવું. આમાં જે દોષો છે તે આગળ પ્રમાણે જાણવા. ૧૧. અભ્યાહત : ગૃહસ્થ સાધુના નિમિત્તે બીજા સ્થાનેથી લાવેલ આહાર વગેરે તે અભ્યાહત. તે બે પ્રકારે છે. આચીર્ણ અને અનાચીર્ણ. (૧) અનાચીર્ણ પ્રચ્છન્ન (૨) અનાચાર્ણ પ્રકટ – એમ બે પ્રકારે છે. ૧. જેમાં સાધુને અવ્યાહતરૂપે બિલકુલ ખબર ન હોય તે પ્રચ્છન્ન. ૨. જેમાં સાધુને ખબર હોય, તે પ્રગટ. તે બને પણ સ્વગામવિષયક અને પરગામવિષયક એમ બે પ્રકારે છે. જે ગામમાં સાધુ રહ્યા હોય, તે સ્વગામ અને બાકીના પરગામ. પ્રચ્છન્મસ્વગામવિષયક અભ્યાહત ઉપર દૃષ્ટાંત: કોઈક ભક્તિવાળી શ્રાવિકા સાધુને લાભ લેવા માટે સાધુને અભ્યાહતદોષની શંકા ન આવે એટલા માટે લહાણીના બાને લાડુ વગેરે લઈ, સાધુ આગળ એમ કહે કે, હે ભગવંત! હું મારા ભાઈના ઘરે જમણમાં ગઈ હતી, ત્યાંથી મને આ બધું આપ્યું છે. અથવા હું મારા સગાને ત્યાં આ લહાણી મારા ઘરેથી આપવા ગઈ હતી, પણ કોઈક રીસના કારણે તે એમને ન લીધી, તે લઈ પાછી જતી હતી. વચ્ચે ઉપાશ્રય આવ્યો એટલે વંદન કરવા આવી છું. જો આપને ખપે એવું હોય, તો લાભ આપો. તે વખતે જે આપે તે પ્રચ્છન્ન સ્વગામવિષયક અભ્યાહત છે. પ્રચ્છન્નપરગામવિષયક અભ્યાહત ઉપર દૃષ્ટાંત : કોઈક ગામમાં ઘણા શ્રાવકો હોય અને તે બધા પરસ્પર કુટુંબી હોય, હવે કોઈક વખતે તેમને ત્યાં વિવાહ થયો. તે વિવાહ પૂરો થયો ત્યારે ઘણા લાડવા વગેરે વધ્યા. ત્યારે એમણે વિચાર્યું કે જો આ સાધુને વહોરાવીએ તો આપણને મોટું પુણ્ય થાય. કેટલાક સાધુઓ નજીકમાં છે, કેટલાક દૂર છે. વચ્ચે નદી છે માટે અપકાયની વિરાધનાના ભયથી આવશે નહીં અને આવેલા સાધુ પણ ઘણા લાડુ વગેરે જોઈને શુદ્ધ છે – એમ કહેવા છતાં પણ આધાકર્મની શંકાથી લેશે નહીં. તેથી જે ગામમાં સાધુઓ છે, ત્યાં છુપી રીતે લઈ જઈએ. એમ વિચારી ત્યાં લઈ ગયા. પછી ઘણાએ વિચાર્યું કે જો સાધુને બોલાવીને આપીશું તો તે અશુદ્ધની શંકા કરીને લેશે નહીં. માટે બ્રાહ્મણ વગેરેને પણ થોડું થોડું આપો. આ પ્રમાણે અપાતું સાધુઓ જોશે નહીં તો પણ તેમને અશુદ્ધની શંકા રહેશે માટે જ્યાં * આગળથી સાધુ ઠલ્લે વગેરે જતા આવતા નીકળેલા હોય અને જૂએ ત્યાં આગળ બ્રાહ્મણ વગેરેને આપીએ, આમ ૧૩૨

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402