Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 371
________________ परिशिष्ट -४ “શ્રી દ્રવૈવવિફૂત્ર માપાંતજ - માગ ૨ પ્રકારના પ્રાદુષ્કરણ છજીવનિકાયની વિરાધના વગેરે દોષનું કારણ હોવાથી સાધુએ છોડી દેવા. ૮. ક્રીત દોષ સાધુ માટે મૂલ્ય વગેરે દ્વારા જે ખરીદવું હોય તે ક્રીત. તે ક્રીત ચાર પ્રકારે છે. ૧. આત્મદ્રવ્યક્રત, ૨.આત્મભાવક્રીત, ૩.પરદ્રવ્યક્રીત, ૪. પરભાવક્રીત. (૧) આત્મદ્રવ્યદીત - પોતાના જ દ્રવ્ય એટલે ઉજ્જયંત વગેરે તીર્થોની શેષ વગેરે, રૂપ પરાવર્તન વગેરે કરનારી ગુટકા, સૌભાગ્ય વગેરે કરનારી રાખડી વગેરે આપવા દ્વારા બીજાને આકર્ષી ભોજન વગેરે લે, તે આત્મદ્રવ્યક્રીત : છે. આમાં ઉજ્જયંત વગેરે તીર્થોની શેષ વગેરે આપ્યા પછી નસીબ યોગે તે ગૃહસ્થને અચાનક તાવ વગેરે આવવાથી બિમાર પડે, તો વિચારે કે બોલે કે “આ સાધુએ નિરોગી એવા મને માંદો પાડ્યો’ આથી શાસનઅપભ્રાજના થાય. આ વાત રાજા વગેરે જાણે તો પકડે કે મારે વગેરે કરે. હવે જો પહેલા રોગી હોય અને શેષ, વગેરે આપવા દ્વારા નિરોગી થાય, તો આ સાધુઓ ચાટુકારી છે – એ પ્રમાણે સાધુનો લોકમાં ઉઠ્ઠા થાય તથા નિર્માલ્ય વગેરે આપવાથી સારા શરીરવાળો થઈ ઘરના વેપાર વગેરે કાર્યો દ્વારા છ જવનિકાયનો વિરાધક થવાથી કર્મ બંધન વિગેરે દોષો થાય. (રાખડી, દોરા-ધાગા વિગેરે કરી ભક્તો બનાવી એમને શારીરિક-માનસિક સ્વસ્થતા અપાવનારાઓ કેવા કર્મ બાંધતા હશે એ એમણે વિચારવું.) (૨) આત્મભાવક્રત : પોતે જાતે ભોજન વગેરે માટે ધર્મકથક, વાદી, તપસ્વી, આતાપના કરના તથા કવિ વગેરે ધર્મકથાદિ કરવા દ્વારા લોકોને આકર્ષી તેમની પાસે જે અશનાદિ ગ્રહણ કરે, તે આત્મભાવક્રીત છે. અહીં પોતાના નિર્મલ અનુષ્ઠાન નિલ કરવા વગેરે દોષો થાય છે. (૩)પરદ્રવ્યક્રત પર એટલે ગૃહસ્થ સાધુ નિમિત્તે સચિત્ત, અચિત્ત તથા મિશ્ર દ્રવ્યથી અશનાદિને ખરીદી, સાધુને વહોરાવે તે પરદ્રવ્યક્રત, આમાં છજવનિકાયની વિરાધના વગેરે દોષો સમજાય એવા છે. (૪) પરભાવક્રીત પર એટલે મંખ વગેરે, સાધુ પરની ભક્તિનાં વશ થી પોતાની કળા, વિજ્ઞાન વગેરે બતાવીને કે ધર્મકથા કરીને બીજાને આવર્જીને જે ગ્રહણ કર્યું હોય, તે પરભાવક્રીત. મંખ એટલે કેદારક કે જે પટ બતાવીને લોકોનું આકર્ષણ કરે. ઉપરાંત નીચે પ્રમાણેના પરભાવક્રતમાં ત્રણ દોષો પણ થાય છે. ૧. ક્રીત દોષ ૨. બીજાના ઘરેથી લાવેલા હોવાથી અભ્યાહત ૩. લાવી લાવીને સાધુ માટે એક જગ્યાએ ભેગું કરી રાખે માટે સ્થાપના દોષ. ૯. પ્રામિત્ય: ‘તને ફરી ઘણું આપીશ” એમ કહી સાધુ માટે જે ઉછીનું લેવું, તે અપમિત્ય કે પ્રામિત્ય કહેવાય. અહીં જે ઉછીનું લેવાય, તે ઉપચારઅપમિત્ય કહેવાય, તે બે પ્રકારે છે. લૌકિક અને લોકોત્તર. (૧) લૌકિકમાં ગૃહસ્થ બીજા પાસે ઉછીનું લઈને ઘી વગેરે સાધુને આપે એમાં દાસપણું, બેડી, બંધન વગેરેના દોષો (૨) લોકોત્તર વસ્ત્રાદિ વિષયક સાધુઓને પરસ્પર જાણવું. તે બે પ્રકારે છે. (અ) કોઈનું વસ્ત્ર વગેરે કોઈ લઈ કહે કે, થોડા દિવસ વાપરી પાછું તમને આપીશ. (બ) કોઈક વસ્ત્ર વગેરે લઈ એને કહે કે આટલા દિવસ પછી તને આવું જ બીજું વસ્ત્ર આપીશ. તેમાં પહેલાં પ્રકારમાં શરીરાદિના મેલથી મેલું થાય કે ફાટી જાય કે ચોર વગેરે ચોરી જાય કે ખોવાઈ જાય - ૧૩૧

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402