________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
(શ્લોકનો અર્થ) હે આચાર્ય આ કંથા શું છે ? ઉત્તર-'એ તાં માછલાની જાળ છે.' પ્રશ્ન– 'કેમ માછલાં ખાઓ છો ?' ઉત્તર–'દારૂ સાથે.' પ્રશ્ન–'દારૂ પીઓ છો ?' ઉત્તર–'વેશ્યા સાથે બેસીને' પ્રશ્ન−'વેશ્યાને ત્યાં જાઓ છો ?' ઉત્તર–'શત્રુના ગળે પગ મૂકીને.' પ્રશ્ન—'તમારે શત્રુઓ છે !' ઉત્તર–'જેઓના ઘર ફાડું તે.' પ્રશ્ન—'તુ ચોર છે ?' ઉત્તર–જુગારના વાસ્તે.'—'તૂ જુગારી છે !' ઉત્તર–'હું દાસી પુત્ર છું.' (આમાં બધું પોતાને હાથે પોકળ ખોલે છે.) આ લૌકિક દૃષ્ટાન્ત છે. હવે ચરણકરણાનુયોગમાં સમજવું કે
इय सासणस्सऽवण्णो जायइ जेणं न तारिसं बूया । वादे वि उवहसिज्जइ निगमणओ जेण तं चेव ॥१॥
ન
જે વડે જૈન ધર્મનું લોક ખોટું બોલે તેવું આપણે ન બોલવું. વાદ પણ એવો ન કરવો કે જેથી અન્ય લોકો જૈન ધર્મની હાંસી કરે.) આમાં ઉદાહરણ દોષ પ્રકટ છે. દુરૂપનીતદ્વાર સમાપ્ત. મૂળદ્વારો તથા ઉદાહરણ દોષ કહ્યા પછી હવે ઉપન્યાસ દ્વાર કહે છે. ॥ ૮૩૫
चत्तारी उवन्नासे तव्बत्थुग अन्नवत्थुगे चेव । पडिणिभए हेउम्मि, य होंति इणमो उदाहरणा ॥ ८४ ॥
ટીકાનો અર્થ- ૧ઉપન્યાસને વિચારતાં ચાર ભેદ થાય છે. તે આ છે. (૧) સૂચના કરવાથી સૂત્ર. તેનો અધિકાર અનુસરીને થાય તે વસ્તુનો ઉપન્યાસ. તેજ પ્રમાણે (૨) અન્ય વસ્તુ ઉપન્યાસ તથા (૩) પ્રતિનિભ ઉપન્યાસ. તથા (૪) હેતુ ઉપન્યાસ આ ભેદો તે હવે પછી કહીએ છીએ તે ઉદાહરણથી જાણવાં. એનો વિશેષ ભાવાર્થ દરેક ભેદમાં નિર્યુક્તિકાર પોતે કહેશે. તેમાં પહેલો ભેદ કહે છે. ૫ ૮૪૫
तव्वत्थुयंमि पुरिसो सव्वं भमिण साहइ अपुव्वं ।
ટીકાનો અર્થ- તે વસ્તુનો ઉપન્યાસ એટલે પુરી અર્થાત્ શહેરમાં શયન કરવાથી પુરુષ શબ્દ થયો. બધે ભમી આવીને અપૂર્વ કહે. આ અર્ધી ગાથાનો અર્થ છે. આમાં પણ વર્તમાન નિર્દેશ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો. કથાથી ભાવાર્થ જાણવો તે કહે છે એક દેવળ (મંદિર) માં કાપડી જાતના બાવા મળ્યા હતા, તેઓ પરસ્પર પૂછે છે 'જેણે આશ્ચર્ય જોયું હોય તે કહો. એક કાર્પેટિક બોલ્યો કે મેં આશ્ચર્ય જોયું છે. પણ તપાસ કરીને કહો કે અહીં જો કોઈ શ્રાવક છુપાયેલો ન હોય તો કહું. બીજાએ કહ્યું, 'અહીં શ્રાવક નથી.' તેણે કહ્યું, 'મેં રસ્તામાં ફરતાં પૂર્વે વૈતાલિક નગરીમાં સમુદ્રના કિનારે મોટું ઝાડ જોયું. તેની એક શાખા જમીન ઉપર અને બાકીની સમુદ્રમાં હતી. હવે જે પાંદડા સમુદ્રમાં પડ્યાં તે જળચર જીવ થયા અને જે જમીન ઉપર પડ્યાં તે સ્થલચર પ્રાણી થયાં ત્યારે બીજા બાવા બોલ્યા, 'આ દેવ ભટ્ટારકે ખુબ આશ્ચર્યની વાત કરી. ત્યારે એક બાવો (જેપૂર્વે શ્રાવક હતો) બોલ્યો ઠીક પણ સમુદ્ર અને જમીન એ બન્નેની વચમાં કિનારા ઉપર પાંદડા પડે તેનું શું થાય ! ત્યારે તે બાવો ગભરાઈને બોલ્યો, 'મેં પહેલાં નહોતું કહ્યું કે શ્રાવક ન હોય તોજ મારે કહેવું ?' એમ કહીને ફીક્કો પડી ગયો. આ પડેલી વસ્તુને અધિકારી ને દૃષ્ટાન્ત આપ્યું. આ લૌકિક છે. એજુ ન્યાયથી લોકોત્તર પણ જાણવું. તેમાં ચરણકરણ યોગમાં કોઈની સાથે કોઈ શિષ્ય અસત્ય વાતનો કદાગ્રહ કરતો હોય તો તેના બોલવામાંજ ભૂલ પકડીને તેને સમજાવવો. જેમકે
=
न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषां भूतानां निवृत्तिस्तु महाफला ॥ १ ॥
કોઈ બોલે કે માંસ ભક્ષણ, દારૂ કે મૈથુનમાં દોષ નથી કારણકે એ તો જીવોની પ્રવૃત્તિ સાધારણ છે. પણ નિવૃત્તિ કરે તો મહાન્ ફલદાયી છે. પ્રવૃત્તિ વિના નિવૃત્તિના ફળનો અભાવ હોવાથી આજ પ્રમાણે યોજાય.
ઉપન્યાસોપન્યાસ (૧)તસ્તુનોપન્યાસ–વાદી દ્વારા કહેવાયેલ ઉપન્યાસ હેતુ તેનુ નિરાકરણ. (૨) તદન્ય વસ્તુક ઉપન્યાસ ની કહેવાઇ વસ્તુથી અલગ વસ્તુમાં પ્રતિવાદીની વાતને પકડીને હરાવવો. (૩) પ્રતિનિભ વાદી દ્વારા કહેવાયેલા હેતુને તુરતજ બીજા હેતુનો પ્રયોગ કરીને તેના હેતુઓને પ્રસિદ્ધ કરવાનું (૪) હેતુઉપન્યા સોપનયન હેતુને બતાવીને અન્યના પ્રશ્નના સમાધાન કરી દેવાના.—સ્થાનાંગ-૪ ઉ. ૩ ગા—– ૫૦૨
Go