________________
નવમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
ગુરુ મહારાજ કહે તે કરો એમ નહિ પણ ગુરુની ચેષ્ટા જોઈને તેમની ઇચ્છા પ્રમાણે શિષ્ય પોતાના ભાવથી સેવા કરે, આવો શિષ્ય જગત પૂજ્ય થાય છે, ગુરુને ઠંડી વાય ત્યારે ઓઢવાનાં કપડાં તરફ નજ૨ કરે, તે સમયે શિષ્ય કપડું લાવીને આપે, અથવા બળખા કે સળેખમ જાણીને સુંઠ વિગેરે લાવી આપે, આ ઈંગિત (ચિહ્ન) કહેવાય છે, કે બુદ્ધિમાન શિષ્ય પોતાના ગુરુ તરફ હમેશાં દૃષ્ટિ રાખે કે ગુરુને બોલવાની પણ તકલીફ 43.) 11911
आयारमट्ठा विजयं पउंजे, सुस्सूसमाणो परिगिज्झ वक्कं । जहोवइट्ठ अभिक्खमाणो, गुरुं तु नाऽऽसाययई स पुज्जो ॥२॥
જ્ઞાનાદિ પાંચ પ્રકારનો આચાર છે. તે મેળવવા ગુરુનો વિનય કરે, એટલે ગુરુ મહારાજના વચનને સાંભળવા ઇચ્છા કરે તથા સાંભળીને કપટ રહિત થઈને જે પ્રમાણે કહ્યું હોય, તે પ્રમાણે કરે, જો તે પ્રમાણે ન કરે તો ગુરુની આશાતના થાય, માટે ગુરુની આશાતના ન કરે તે જગતમાં પૂજ્ય થાય છે. ।।૨।
राइणिएस विणयं पउंजे, डहरावि य जे परियायजेट्ठा ।
नीयत्तणे वट्टइ सच्चवाई ओवायवं वक्ककरे, स पुज्जो ॥३॥
જ્ઞાનાદિ ભાવ રત્નથી જે ઊંચા હોય, તે પૂજનિક છે, તેમનો વિનય કરે, તથા જેઓ વય અને જ્ઞાનથી નાના હોય, પણ ચારિત્રથી મોટા હોય, તેમનો વિનય કરે તથા ગુણે અધિક હોય તેમના આગળ પોતાની નમ્રતા બતાવે, તથા સત્ય વચન બોલે, તથા ગુણાધિકને નમીને બહુમાન કરે, તથા પાસે રહી તેમનું કાર્ય કરી આજ્ઞાનું પાલન કરે આવા વિનયી શિષ્ય લોકમાં પૂજ્ય થાય છે.IIII
अन्नायउंछं चरई विसुद्धं, जवणट्टया समुयाणं च निच्चं ।
અતજીવ નો રેિવાળા, તદું ન વિચ્વર્લ્ડ (વિસ્ત્વ), સ પુખ્ખો ॥n
પોતે અજાણ્યા ઘરમાં ગોચરી જાય, અને ગૃહસ્થોને વાપરતાં વધેલું અન્ન લે, વળી અજાણ્યા ઘરમાં પણ દોષિત આહાર ન મલે, માટે જોઈને શુદ્ધ લે, આ આહાર સંયમના નિર્વાહ માટે શરીરને ટકાવવા જેટલો જ લે, પણ શરીરને પુષ્ટ કરવા ન લે, આ આહાર પણ જુદી જુદી જગ્યાએ ફરીને લે, અને યોગ્ય આહાર જે મળ્યો હોય તે લે, કદાચ કોઈ જગ્યાએથી ફરવા છતાં ન મળે, અથવા ઓછું મળે તો પોતે એમ ખેદ ન કરે, કે હું કેવો નિર્ભાગી છું! અથવા આ દેશ કેવો ભિખારી છે, કે મને ગોચરી પણ પૂરી મળતી નથી! કદાચ પુન્યના ઉદયથી વધારે સારી ગોચરી મળે તો પોતાની પ્રશંસા ન કરે, કે હું કેવો ભાગ્યવાન છું! અથવા આ દેશ કેવો સરસ છે! કે આવી સુંદર ગોચરી મળે છે, (ગોચરી મળવી અને ગોચરી આપવી, એ ગૃહસ્થને ‘દાનાન્તરાય’ અને સાધુને ‘લાભાન્તરાય’ કર્મ જેટલા અંશે ઓછું થયું હોય, તેટલો વિશેષ લાભ થાય, માટે સાધુએ પોતાના દેશની કે ગૃહસ્થની નિંદા સ્તુતિ ન કરતાં જે મળે એમાં સંતોષ રાખવો, અને મધ્યસ્થ રહેવું,) તો તે સાધુ જગત પૂજ્ય થાય છે. I૪
संथार सेज्जाSS - भत्त-पाणे, अप्पिच्छया अइलाभे वि संते । जो एवमप्पाणऽभितोसज्जा, संतोसपाहन्नरए, स पुज्जो ॥५॥
સંથારો (સુવાનું કપડું) શય્યા (જ્યાં સુઈ જવાનું હોય તે જગ્યા) આસન (બેસવાનું વસ્ત્ર) ભોજન તથા પાણી સાધુને વધારે અથવા સારા મળે, તો પણ મૂર્છા ન રાખે, તેમ વધારે લે પણ નહિ, એટલે શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે જોઈએ તેટલું લઈ આત્માને સંતોષી રાખે, પણ વધારે ન લે, તો તેના નિર્મમત્વપણાથી ગૃહસ્થોમાં તે પૂજ્ય થાય છે.IN
૭૯