Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 366
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ परिशिष्ट - 3 ૩. ગેંડોપધાનિકા ઃ ઓશિકાના ઉપર કપોલ, (ગાલ) પ્રદેશ રાખવા માટે જે રખાય તેને ગલ્લમસૂરિકા પણ કહેવાય છે. ૪. આલિંગિનિ : જાનુ કોણી વિગેરે જેના ઉપર રખાય તે આલિંગિનિ. ૫. મસૂરક ઃ વસ્ત્રનું કે ચામડાનું ગોળાકારે બુરૂ વગેરે રૂ ભરીને બનાવેલ આસન વિશેષ તે મસૂરક. આ સર્વે પ્રાયઃ કરીને વસ્ત્રના જ બનાવેલ હોય છે. દુષ્પ્રત્યુપેક્ષિત પંચક કહે છે : પવિ, કોયવિક, પ્રાવારક, નવતક તથા દઢગાલિ આ પાંચ દુષ્પ્રત્યુપેક્ષિત વસ્ત્ર પંચક છે. (૬૭૭-૬૭૮) पल्हवि हत्थुत्थरणं कोयवओ रूयपूरिओ पडओ । दढगाली धोयपोत्ती सेस पसिद्धा भये भेया ॥६७९॥ खरडो १ तह वोरुट्ठी २ सलोमपडओ ३ तहा हवइ जीणं ४ । सदसं वत्थं ५ पल्हविपमुहाणमिमे उपज्जाया ॥ ६८० ॥ ૧. પણ્વિ ઃ હાથી પર પાથરવાનું પાથરણું. જે હાથીની પીઠ પર પથરાય છે તે ખરડ, બીજા પણ અલ્પ રોમવાળા કે ઘણા રોમવાળા જે પાથરણા હોય તે બધાનો આમાં સમાવેશ થાય છે. નિશિથચૂર્ણિમાં કહ્યું છે કે, ‘જે ઊંટ પર મૂકવામાં આવે તે વડઅસ્તર કહેવાય’. તે તથા બીજા પણ અલ્પ રોમવાળા કે ઘણા રોમવાળા તે બધાય પવિના ભેદો છે. ૨. કોયવિક : રૂ ભરેલ પટ જે વુરૂઢી નામે ઓળખાય છે. તે તથા બીજી પણ જે ગરમ રોમવાળી નેપાલીની કામળી વગેરે તે બધાનો આમાં સમાવેશ થાય છે. કહ્યું છે કે, બીજી પણ જે ઉલ્લ્લણ રોમવાળી કામળી વગેરે સર્વનો પણ આમાં જ સમાવેશ થાય છે. ૩. દઢગાલિ : ધૌતપોતિકા જે બ્રાહ્મણોને પહેરવાનું કપડું. તે ઉપરાંત બે સરવાળી, ત્રણ સરવાળી વગેરે સૂતરની પટ્ટીનો પણ આમાં જ સમાવેશ થાય છે. કહ્યું છે કે, વિરલિ એટલે દોરડી વગેરે ઘણા ભેદોનો આમાં જ સમાવેશ થાય છે. ૪. પ્રાવારક ઃ એટલે દશીવાળું વસ્ત્ર જે માણિકી (પછેડી) વગેરે છે. બીજાઓ તો પ્રાવા૨ક એટલે મોટી કાંબળ અથવા પછેડી કહે છે. ૫. નવતક : એટલે જીનનું કપડું (૬૭૯-૬૮૦) હવે પવિ વગેરે પાંચેને સારી રીતે જાણી શકાય માટે ક્રમપૂર્વક તેમના પર્યાયવાચી એટલે બીજા નામો કહે છે. ૧. ખરડ, ૨. વોરૂઢી, ૩. સલોમપટ, ૪. જીન પ. દશીવાળું વસ્ત્ર – આ પવિ વગેરેના પર્યાયવાચી નામો છે. આ બધાની વ્યાખ્યા ઉપર થઈ ગઈ છે. ‘‘પ્રવચન સારોદ્ધાર’' ૮૦,૮૨,૮૩,૮૪ દ્વાર આત્મ ઉત્થાન એટલે ક્રમશ કર્મની કેદમાંથી મુક્તિ. જૈનશાસનમાં ચઢવાની ચૌદ શ્રેણિઓ બતાવી છે. આત્મા કર્મની કેદમાંથી મુક્ત થવા માટે જ્યારે પુરૂષાર્થ પ્રારંભ કરે ત્યારે કર્મની સાથે યુદ્ધ થાય છે. એ યુદ્ધમાં હારજીત ચાલુ રહે છે. એથી અગ્યાર શ્રેણિમાં ચડવાનું છે એમ પડવાનું પણ છે. પણ જ્યારે આત્મા મોહનો નાશ કરવા માંડે ત્યારે કર્મના સૈનિકો થાકી જાય છે. આત્મા એક-એક શ્રેણિ ચડતો જ જાય પછી એને પડવાનું હોતું જ નથી. એ ચૌદમી શ્રેણિએ જઈ મોક્ષ પદ પ્રાપ્ત કરી જ લે છે. ૧૨૬

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402