Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 365
________________ રિશિષ્ટ - ૩ श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ ચમ પંચક अय १ एल २ गावि ३ महिसी ४ मिगाणमजिणं च ५ पंचम होइ । तलिगा १ खल्लग र बद्धे ३ कोसग ४ कित्ती य ५ बीयं तु ॥६७६॥ ૧. બકરા, ૨. ઘેટા, ૩. ગાય, ૪. ભેસ, ૫. હરણ - આ પાંચનું ચામડું અથવા બીજી રીતે ૧. કલિકા, ૨. ખલ્લક, ૩. વઘા એટલે ચામડાની દોરી, ૪. કોશક એટલે ચામડાની ખોલી, ૫. કૃતિ. ૧. અજા એટલે બકરી એડક-ઘેટા, ગાય, ભેંસ, હરણ – આ પાંચનું ચામડું હોય છે. બીજી રીતે આ પ્રમાણે પણ ચર્મપંચક છે. જેમ તલિકા એટલે ઉપાન. એક તલિકા તળિયાવાળું, તે ન હોય તો ચાર તલિયાવાળું પણ ઉપાન લેવું. ન દેખાય એવા રસ્તે રાત્રે, સાથે સાથે જતાં, દિવસે પણ માર્ગ છોડીને ઉન્માર્ગે જતાં; ચોર, જંગલી પશુ વગેરેના ભયથી, જલ્દી જતાં કાંટા વગેરેથી બે પગની રક્ષા માટે તલિકા કરવામાં આવે છે. કોઈ જો કોમળ પગવાળો હોય અને ચાલવા અસમર્થ હોય તો તે પણ વાપરે. ૨. ખલ્લક - પાદત્રાણઃ જેના બંને પગ વિચર્ચિકા વાયુ વડે ફાટી જાય (ચીરા પડી જાય) ત્યારે રસ્તે જતાં ઘાસ, વગેરે દ્વારા પીડા થાય. અથવા કોઈને કોમળ પગના કારણે ઠંડીથી પગની પાની વગેરે જગ્યાએ ચીરા પડે, ત્યારે તેની રક્ષા માટે પગમાં પહેરાવામાં આવે છે. . ૩. વઘ એટલે વાઘર, ચામડાની દોરી, તૂટેલા ઉપાનહો વગેરેને સાંધવા માટે વપરાય છે. ૪. કોશક એટલે ચામડાનું ઉપકરણ વિશેષ. જો કોઈના પગના નખ પત્થર વગેરેની ઠેસ લાગવાથી તૂટી ગયા હોય, ત્યારે તે કોશકમાં આંગળી કે અંગૂઠો નાખવામાં આવે છે અથવા નખરદનિ (નેઈલકટર)ને મૂકવા : માટેની ચામડાની કોથળી. ૫. કૃતિ એટલે રસ્તામાં દાવાનલના ભયથી ગચ્છની રક્ષા માટે જે ચામડું પાથરવામાં આવે અથવા જ્યાં ઘણી સચિત્ત પૃથ્વીકાય હોય તો પૃથ્વીકાયની યતના માટે કૃતિને પાથરીને સ્થિરતા કરવા માટે જે ચામડું ધારણ કરાય છે અથવા કોઈક વખત ચોરોએ ઉપકરણોની ચોરી કરી હોય, ત્યારે બીજા પહેરવાના વસ્ત્ર ન હોય, તો એ કૃતિ પહેરે. આ સાધુ યોગ્ય બીજું ચર્મપંચક છે. (૬૭૬) ચર્મના વિધાનો અત્યંતિક અપવાદ માર્ગે મહાગીતાર્થ પુરુષોની આજ્ઞાથી જ આચરણમાં લઈ શકાય. હમણાં કપડાના મોજા આવતાં આવતાં નીચે સોળવાળા બૂટ જેવા આવી ગયા છે, જે વિચારણીય છે. દુષ્ય પંચક : अप्पडीलेहियदूसे तूली १ उवहाणगं च २ नायब । गंडुवहाणा ३ ऽऽलिंगिणि ४ मसूरए ५ चेव पोतमए ॥६७७॥ पल्हवि १ कोयवि २ पावार ३ नवयए ४ तह य दाढिगाली य ५ । दुप्पडिलेहियदूसे एयं बीयं भवे पणगं ॥६७८॥ દુષ્ય એટલે વસ્ત્ર. તે અપ્રત્યુપેશ અને દુષ્પત્યુપેક્ષ – એમ બે પ્રકારે છે. તેમાં જે બીલકુલ પડિલેહી ન શકાય, તે અપ્રત્યુપક્ષ અને જેને સારી રીતે પડિલેહી ન શકાય, તે દુષ્પતિપેક્ષ. તેમાં અપ્રત્યુપેક્ષિત દુષ્યપંચક આ પ્રમાણે છે. ૧. લૂલીઃ સારૂ સંસ્કારીત રૂથી ભરેલું કે આકડાના રૂથી ભરેલ સૂવા માટેનું ગાદલું તે લી. " ૨. ઉપધાનક હંસની રોમરાજીથી ભરેલું ઓશિકું. ૧૨૫

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402