Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 364
________________ શ્રી હેવાલ્મિકઝૂત્ર મvic૪ - ભાગ રૂ શિષ્ટ - ૩ परिशिष्ट - ३ પુસ્તક પંચક गंडी १ कछवि र मुट्ठी ३ संपुडफलए ४ तहा छिवाडी य । यं पोत्ययपणगं वक्खाणमिणं भवे तस्स ॥६६४॥ * ગંડિકા પુસ્તક, કચ્છપી પુસ્તક, મુષ્ટિ પુસ્તક, સંપુટફલક પુસ્તક, છેદ પાટી પુસ્તક – આ પ્રમાણે પાંચ પુસ્તકો જાણવા. આ પુસ્તક પંચકની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. (૬૬૪). बाहल्लपुहुत्तेहिं गंडीपोत्यो उ तुल्लगो दीहो । कच्छवि अंते तणुओ मझे पिहलो मुणेयवो ॥६६५॥ चउरंगुलदीहो वा बट्टागिइ मुट्ठिपुत्थगो अहवा । चउरंगुलदीहो च्चिय चउरसो होइ विनेओ ॥६६६॥ संपुडगो दुगमाई फलया वोछ छिबाडिमित्ताहे । तणुपत्तूसियरुयो होइ छिवाडी बुहा बेति ॥६६॥ दीहो वा हस्सों वा जो पिहलो होइ अप्पबाहल्लो । तं मुणियसमयसाग छिवाडपोत्थं भयंतीह ॥६६८॥ ૧. બાહલ્ય એટલે જાડાઈ અને પૃથુત્વ એટલે પહોળાઈ. એ બને જેની સરખી હોય એટલે ચોરસ અને લાંબુ ગંડી પુસ્તક જાણવું. ૨. કરછપી પુસ્તક બંને પડખે છેડાનો ભાગ નાનો હોય અને વચ્ચેનો પહોળો હોય, અને અલ્પ જાડાઈવાળું હોય છે. ૩. મુષ્ટિ પુસ્તક ચાર આંગળ લાંબુ ગોળાકારે છે. અથવા ચાર આંગળ લાંબુ અને ચાર આંગળ પહોળું એવું ચોરસ હોય છે. ૪. સંપુટલક પુસ્તકમાં બંને પડખે ફલક એટલે પાટિયા અને પૂંઠા હોય છે. વેપારી લોકોનો જમા-ઉધાર કરવા માટે સંપુટ નામનું ઉપકરણ વિશેષ (નામાનો ચોપડો). ( ૫. છેદપાટી પુસ્તક પાના થોડા અને સ્ટેજ ઊંચાઈવાળો હોય છે એમ પંડિતો કહે છે. બીજા લક્ષણ પ્રમાણે પહોળાઈ મોટી અથવા નાની હોય અને જાડાઈ ઓછી હોય, તેને સિદ્ધાંતજ્ઞ પુરુષો છેદપાટી પુસ્તક કહે છે. - “નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે કે, બાહલ્ય (લંબાઈ) અને પહોળાઈથી સમાન ચોરસ આકારનું ગંડી પુસ્તક છે. છેડે નાનું અને વચ્ચે પહોળું અને અલ્પ જાડાઈવાળું કચ્છી, ચાર આંગળની લંબાઈવાળું ગોળ વર્તુળાકૃતિવાળું મુષ્ટિ પુસ્તક અથવા ચાર આંગળની લંબાઈવાળું ચોરસ મુષ્ટિ પુસ્તક, બંને બાજુ પાટીયાવાળું સંપુટ પુસ્તક, મોટી અથવા નાની પહોળાઈવાળું અને અલ્પ જાડાઈવાળું છેદપાટી અથવા થોડા પાનાવાળું ઊંચું જે પુસ્તક તે છેદપાટી. (૬૬૫ થી ૬૬૮) તૃણ પંચક तणपणगं पुण भणियं जिणेहिं जियरागदोसमोहेहिं । साली १ वीहिय २ कोदव ३ रालय ४ रन्ने तणाई च ५ ॥६७५॥ રાગ, દ્વેષ, મોહને જીતનારા જિનેશ્વરોએ ૧.કલમ શાલિ વગેરેનું શાલિપરૂ ઘાસ, ૨. ષષ્ટિકા વગેરે વીહિ (ડાંગર)નું ઘાસ, ૩. કોદ્રવ (કોદરા)નું ઘાસ, ૪. રાલક=કંગુ નામનું ધાન્ય વિશેષ તેનું ઘાસ, ૫. શ્યામાક વગેરે જંગલી ઘાસ – એમ પાંચ પ્રકારે તૃણ (ઘાસ) પંચક કહ્યું છે. (૬૭૫) ૧૨૪

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402