Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 351
________________ બીજી લિકા શ્રી યાત્રિફૂગ માપત૨ - માગ 3 તેમ અન્યો એ કહ્યું છે કે क्रियैव फलदा पुंसां, न ज्ञानं फ्लदं मतम् । यतः नीमध्यभोगजो, न ज्ञानात्सुखितो भवेत् ॥१॥ ક્રિયા જ માણસોને હિતકારી છે, પણ જ્ઞાન નહિ, કારણ કે સ્ત્રી, ભોજન અને ભોગનો જાણનારો એકલા જ્ઞાનથી સુખી થતો નથી. તથા મોક્ષ ફળના અર્થીએ ક્રિયા જ કરવી અને સિદ્ધાંત પણ એમ જ કહે છે કે चेइअकुलगणसंघे आयरिआणं च पवयणसुए अ। सब्बेसुवि तेज क्यं, तव संजममुज्जमतेण ॥१॥ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, સૂત્ર બધાંને પણ તે તપને સંયમ કરનારે કર્યું. તેથી આ પણ માની લો, કે તીર્થકર ગણધરોએ ક્રિયા રહિત પુરુષોનું જ્ઞાન નકામું કહ્યું છે. જેમ કે સિદ્ધાંત કહે છે કે सुबहुंपि सुअमहीअं किं काही वरणविष्पमुक्कस्म ? अंधस्स जह पलिता दीवसयसहस्स कोडीवि ॥१॥ ઘણુંએ શ્રુત ભણ્યો પણ ચારિત્ર રહિતને શું લાભ? જેમ આંધળાને હજારો દીવા કર્યા હોય તો શું ફાયદો? એટલે કે જોયા વિના હજારો દીવા નકામાં છે. અહીં તે એમ જ સિદ્ધ કરે છે કે બધું ક્રિયામાં જ છે. આ તો ઉપશમ , ચારિત્ર આશ્રયીને કહ્યું. અહીં ક્રિયા તે ચારિત્ર લેવું. તે ક્ષાયિક ને આશ્રયી પણ તેનું જ ઉત્તમ ફળનું સાધકપણું જાણવું. જેથી અરિહંત ભગવાનને પણ કેવળજ્ઞાન થયા પછી પણ બધા કર્મનો નાશ કરનાર પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાલની સર્વ સંવર રૂપ કિયા તે ચારિત્ર દિયા જ્યાં સુધી તેને ન મળે ત્યાં સુધી મોક્ષ નથી. તેથી આ લોક પરલોકના હિત માટે ક્રિયા મુખ્ય થઈ. આ ક્રિયાવાદીનો ઉપદેશ છે. તે નય બતાવ્યો એટલે આ નય વાળો જ્ઞાન વચન ક્રિયારૂપ અધ્યયનમાં ક્રિયાને જ ઇચ્છે. કારણ કે તેનું સ્વરૂપ તેવું છે. પણ તે જ્ઞાન વચનને ગૌણ માની ઈચ્છતો નથી. એટલે ઉપાદેય માનને ન ઇચ્છતાં ગણ ભૂતને ઇચ્છે છે. અહિં આ બે નયની યુક્તિઓ વડે શિષ્યને શંકા થાય કે આમાં બન્નેમાં યુક્તિઓ છે તો સાચું શું? આચાર્યનો ઉત્તર-“જ્ઞાન ક્રિયા નય જુદા બતાવી હવે પોતાનો પક્ષ બતાવે છે.” सव्वेसिवि नयाणं बहूविहवत्तव्वयं निसामेता । तं सवनय विसुद्ध जं चरणगुणहिओ साहू મૂળ નય તથા તેના ભેદો દ્રવ્યાસ્તિક વિગેરે તે સામાન્ય વિશેષ સાથે અપેક્ષા રહિત બને વર્ણન કરાય; અથવા નામાદિનય-કોણ શું યોગ્ય વસ્તુ ઇચ્છે છે તે સાંભળીને સર્વ નયથી સંમત એવું વચન ચારિત્ર ગુણમાં રહેલો સાધુ તે બધા નયોને અપેક્ષા પૂર્વક ભાવ વિષય રૂપ નિપાને ઇચ્છે છે. (અર્થાત્ જ્ઞાન અને ક્રિયા એ બન્ને સાથે આરાધવા યોગ્ય છે.) શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને ચૂડા અધ્યયનની વ્યાખ્યા કરી એ રીતે દશ વૈકાલિકની ટીકા પૂર્ણ થઈ. દશ વૈકાલિક નિયુક્તિ ટીકા ચૂલિકા સહિત પૂર્ણ થયું. યાકિની મહત્તરાના ધર્મપુત્ર ભગવાન શ્રી આચાર્ય હરિભદ્ર સૂરીશ્વરજી કૃત શિષ્ય બોધિની આ ટીકા બનાવી. આ ટીકા કરવા દ્વારા જે પુણ્ય ઉપાર્જન કર્યું તેથી માત્સર્ય દુઃખના વિરહરૂપી ગુણવાળું આ જગત બને એમ આચાર્યશ્રીએ ભાવ વ્યક્ત કર્યા છે.

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402