Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 345
________________ બીજી ચૂલિકા श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ મમત્વ ન રાખતાં ઉદ્યાન વિગેરેમાં જ્યાં ઓછો રાગ થાય, ત્યાં રહેવું જોઈએ, અને જુદી જુદી જગ્યાએથી ભિક્ષા માંગવી જોઈએ, તથા નિર્દોષ ઉપકરણ વિગેરે લેવાં, તથા ગૃહસ્થોથી ઓછા પરિચયવાળા મકાનમાં રહેવું. જરૂર પૂરતી જ ઉપધિ (વસ્ત્ર વિગેરે) રાખવાં તથા પરસ્પર ક્લેશકારક કથા ન કરવી, આવી રીતે સાધુઓની ચર્યા (યોગ્ય રીતે વિહાર વિગેરે) પ્રશંસવા યોગ્ય છે એટલે તેથી સાધુઓને ભણવા વિગેરેમાં વિક્ષેપ ન થાય અને ભગવાનની આજ્ઞા પાળવાથી ભાવ ચરણના સાધનથી આ ‘ચર્યા’ પવિત્ર છે, તેથી પ્રશંસવા યોગ્ય છે. આ સાધુઓની વિહાર ચર્યાને અંગે નિર્યુક્તિકાર કહે છે. INI दव्वे सरीरभविओ भावेण य संजओ इहं तस्स । उग्गहिआ पग्गहिआ विहारचरिआ मुणेअव्वा ॥ ३६८ ॥ સાધુની વિહાર ચર્યાનો અધિકાર હોવાથી તે સાધુ કહેવાય છે, (ચર્યા સાધુમાં રહેલી છે) માટે સાધુનો અધિકાર કહે છે. દ્રવ્યથી અને ભાવથી દ્વારનો વિચાર કરવો, તે દ્રવ્ય ભાવ ચર્યા નિક્ષેપો છે, તથા ભવ્ય શરીર એટલે મધ્યમ ભેદપણાથી આગમ નોઆગમ જ્ઞ શરીર, ભવ્ય શરીર, તદ્બતિરિક્ત દ્રવ્ય સાધુનું ઉપલક્ષણ આ છે, (આ સાધુના દ્રવ્ય નિક્ષેપામાં બધો અધિકાર પૂર્વે આવી ગયો છે.) અને ભાવથી દ્વાર વિચારતાં સંયત ગુણને અનુભવનારો ભાવ સાધુ પોતે છે, તેથી આ અધ્યયનમાં ભાવ સાધુનું ઉદ્યાન, આરામ વિગેરેમાં નિવાસથી અનિયત ચર્યા જાણવી, તે પણ વિશિષ્ટ અભિગ્રહ રૂપ એટલે ઉત્કટ આસન વિગેરેથી રહેવું, તે જાણવુ, (સાધુએ ગુરુકુળ વાસમાં રહી પ્રથમ શ્રુત જ્ઞાન મેળવવું, બાદ ગુરુની આજ્ઞાથી ઉદ્યાન વિગેરેમાં રહેવું, અને પ્રમાદ ટાળવા અનેક પ્રકારનાં આસન વડે કાળ વ્યતીત કરવો.) હવે સૂત્રના સ્પર્શ વડે નિર્યુક્તિ કહે છે. अणिएअं पइरिक्कं अण्णायं सामु आणिअं उंछं । अप्पोवही अकलहो बिहारचरिआ इसिपसत्या ॥ ३६९ ॥ વ્યાખ્યા સૂત્ર માફક જાણવી, અવયવનો અનુક્રમ ગાથા ભંગના ભયથી નથી કર્યો, તથા અર્થથી સૂત્રના ઉપન્યાસ માફક જાણવો. વિહાર ચર્યા ઋષિઓની પ્રશંસવા યોગ્ય છે, જે કહેલું તેને વિશેષપણે સમજાવે છે, (તે હવે પછીના સૂત્રમાં આવશે.) II૩૬૯।। ઞફળ-મોમાળવિવળના ૧, ૩સન્નન્સ્ક્રિાRs-૧૬-૧ાને | संसट्ठकप्पेण चरेज्ज भिक्खु, तज्जायसंसट्ट जई जएज्जा ॥ ६ ॥ 'આકીર્ણ એટલે જ્યાં આગળ રાજાનું કુળ અથવા સંખડી (જમણવારમાં ઘણા લોકો એકઠા થયેલા હોય) ત્યાં જતાં સ્વપક્ષ અને પરપક્ષના માણસો હોય, તેમાં અપમાન થાય, અથવા ઉપેક્ષા થાય, તથા લાલચુ તરીકે ગણાય તેથી ત્યાં આગળ સાધુએ જવું નહિ, તે કહે છે, હાથીના પગમાં અફળાવવું, તથા ઘોડાની લાત અથવા ઘણા લોકોની અવરજવરથી પડી જવા વિગેરેથી સાધુના અંગને નુકશાન થાય, (તથા સાધુના ભયથી ભાગી જતાં બીજા જીવોને પીડારૂપ થાય,) વળી ગોચરીમાં અલાભ (દાન મળે નહિ) અથવા દોષિત આહાર મળે. પ્રાયે જોયા વિનાનું ભોજન મળે (સાધુને અચિત્ત સચિત્તને જોઈને લેવાનું છે, તે ત્યાં જોઈ શકાય નહિ) એટલે ભાત ઓસામણ કાંજી વિગેરે જોઈને લેવાં, વળી હાથ વાસણ ગૃહસ્થે પોતાના માટે ભોજન લેતાં ખરડેલા હોય, તેવા હાથ થી લેવું, (જો સાધુ માટે ખરડે તો કાચા પાણીએ ધોતાં સાધુને દોષ લાગે.) એટલે સંસૃષ્ટ તે કાચું ગોરસ (દૂધ દહી છાશ) વિગેરેથી વાસણ કે હાથ ખરડેલા હોય તો સાધુ લેવા યત્ન કરે, આને માટે આઠ ભાંગા બતાવેલા છે. ખરડેલો હાથ ખરડેલું વાસણ અને વાસણમાં સાધુએ દાન લીધા પછી થોડું પણ બાકી રહેવું જોઈએ, આ ભાંગો સર્વોત્તમ છે, ૧ સ્થાનાંગ – ૫/૧/૧ ૧૦૫

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402