Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 336
________________ શ્રી રવિત્રિકૂઝ મvi૮૨ - મારૂ પ્રથમ ચૂલિકા તે બતાવે છે. ૩૬૩. जह नाम आउरस्सिह सीवणछेउजेसु कीरमाणेसु । जंतणमपत्यकुच्छाऽऽमदोसविरई हिअकरी उ ॥३६४॥ જેમ રોગીને શરીરમાં ગુમડાં ઉત્પન્ન થતાં નસ્તર વિગેરે મૂકવું પડે, તો તેને ફાયદો થાય છે, અને જેને અજીર્ણ થયું હોય, તેને અપથ્ય ખોરાક અટકાવતાં તે હિતકારી થાય અને ભવિષ્યમાં રોગ મટે, માટે તે સુંદર છે, તે પ્રમાણે અહીં સાધુને બોધ આપે છે. l૩૬૪ો 'अविहकम्मरोगाउरस्स जीअस्स तह तिगिच्छाए । थम्मे रई अधम्मे अरई गुणकारिणी होई॥३६५॥ આઠ પ્રકારના કર્મરૂપ રોગથી દુઃખી એવા સંસારી ભાવ રોગી જીવોને તે રોગો દૂર કરવા ઊપર કહ્યા પ્રમાણે આ સંયમ રૂપ ચિકિત્સામાં નાહવાનો નિષેધ તથા લોચ વિગેરેનું કષ્ટ પ્રથમ દેખાય પણ તેથી શ્રતધર્મ અને ચારિત્ર ધર્મમાં રતિ થાય, અને અધર્મ ઊપર અરતિ થાય, અર્થાત્ પાપ છોડીને જીવધર્મ આદરે, તે હિતકારી છે. છેવટે તેનાથી મોક્ષ પ્રાપ્તિ છે, તેજ ખુલાસાથી સમજાવે છે. ઉદપી . सज्झायसंजमतवे वेआवच्चे अ झाणजोगे अ । जो रमइ नो रमइ अस्संजमम्मि सो वच्चई सिद्धिं ॥३६६॥ ભણવા ગણવામાં, પૃથ્વી વિગેરે છ કાયનો સંયમ પાળવામાં, તપસ્યામાં, આચાર્ય વિગેરેની સેવામાં, અને ધર્મ ધ્યાન વિગેરેમાં જે પ્રેમ રાખે, અને અધર્મ જે જીવ હિંસા વિગેરે છે. તેમાં ચિત્ત ન રાખે, તો તે મોક્ષમાં જાય છે. તપશ્ચર્યા તથા સંયમ લેવા છતાં સ્વાધ્યાય (ભણવું) જુદું લીધું તેનું કારણ ફક્ત તેનું પ્રધાનપણું બતાવવા માટે છે. હવે સમાપ્ત કરે છે. ૩૬૬ો . : तम्हा थम्मे रइकारगाणि अरइकारगांणि उ (य) अहम्मे । ठाणाणि ताणि जाणे जाई भणिआई अज्झयणे ॥३६॥ - ચારિત્ર રૂપ ધર્મમાં રતિ ઉત્પન્ન કરનારાં અને અધર્મમાં અરતિ કરનારાં હવે પછી જે વાક્યોને આ અધ્યયનમાં કહ્યાં છે તે સાધુએ જાણવાં જોઈએ નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, માટે શુદ્ધ સૂત્ર ઉચ્ચારવું જોઈએ, તે કહે છે.I૩૬૭ इह खलु भो? पखइएणं उप्पन्नदुक्खणं संजमे अरइसमावन्नयित्तेणं ओहाणुप्पेहिणा अणोहाइएण येव .. हयरस्सि-गयकुस-पोयपडागाभूयाई इमाइं अट्ठारस ठाणाई सम्म संपडिलेहियवाई भवंति॥ આ જિનશાસનમાં નિશ્ચયથી સાધુએ દીક્ષા લીધા પછી ઠંડી તાપ વિગેરે શરીરના દુઃખથી તથા સ્ત્રી વિગેરે કે અયોગ્ય મકાનના કારણે મનના દુઃખથી કંટાળો આવતાં ચારિત્રમાં અરતિ થાય, અને ગૃહસ્થાવાસમાં એટલે સાધુમાંથી નીકળી પાછા ઘેર જવાની ઇચ્છા થાય, તેવા માણસે પોતાના મનને સ્થિર કરવા વિચારવા યોગ્ય બોધ વચનો' ના સમૂહ રૂપ આ છે. જેમકે ઘોડાને લગામ, હાથીને અંકુશ અને વહાણને શઢ જેમ કબજામાં રાખે તેમ ઘેર જનાર સાધને શું દુ:ખ પડશે, તે બતાવવા હવે પછી અઢાર સ્થાન કહે છે. તેણે તે અઢાર સ્થાનો સારી રીતે વિચારવાં (જેથી તેને ઘેર જવાનું મન થશે નહિ, પણ સંયમમાં જ સ્થિરતા થશે.) હવે અઢાર સ્થાનનું સ્વરૂપ બતાવે છે. તેમાં પ્રથમ ચાર બતાવે છે. तंजहा-हमो? दुस्समाए दुष्पजीवी १, लहुस्सगा इत्तिरिआ गिहीण कामभोगा २, भुज्जो य साइबहुला मणुस्सा ३, इमं च मे दुक्खं न चिरकालोवट्ठाइ भविस्सइ ४, સ્થાન પહેલું - ગુરુ શિષ્ય ને કહે છે, હે ભાઈ! આ કલિયુગમાં અધમ કાળ હોવાથી કાળના દોષથી જ રાજાઓને પણ દુઃખોથી પોતાનું જીવન ગુજારવું પડે છે, શ્રેષ્ઠ ભોગોના અભાવથી, વિટંબણા (પીડા) પ્રાયઃ સંસાર ૧ A ઉત્તરા.અ. – ૯/૫ સ્થા. – ૪/૪૭૩

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402