Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 341
________________ પ્રથમ ચૂલિકા श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ દાઢો કાઢી નાંખવાથી મદારી વિગેરે લોકો તેને પજવે છે, તેમ ચારિત્રને મૂકી દેનારને પણ તેવું અપમાનનું દુઃખ સહન કરવું પડે છે, (અગ્નિ અને સાપનું જેવું અપમાન થાય તેમ દીક્ષા છોડનારનું થાય છે.)ll૧૨l. इहेवऽधम्मो अयसो अकिती, दुन्नामधेज्ज पिहुज्जणम्मि। . युयस्स धम्माओ अहम्मसेविणो, संभिन्नवित्तस्स य हेट्ठओ गई। ॥१३॥ હવે બંને લોકોના ભય બતાવે છે, અહીંયાં જ અધર્મ અપયશ તથા અપકીર્તિ છે તથા લોક કહે કે આ પતિતનું નામ લેવા યોગ્ય પણ નથી, આવું તુચ્છ માણસો પણ કહે ત્યારે ઉત્તમ લોકોનું તો કહેવું શું. વળી સ્ત્રી વિગેરે માટે છ કાયની હિંસાના થનારા આરંભો કરવા પડે તેથી ચીકણાં કર્મ બંધાવાથી નરકમાં ઉત્પન્ન થવું પડે છે. ll૧૩ मुंजित्तु भोगाई पसज्झ येयसा, तहाविहं कटु असंजम बहुं । गई य गच्छे अणभिडिझयं दुहं, बोही य से नो सुलभा पुणो पुणो ॥१४॥ સાધુપણું મૂકનારો પાંચ ઇંદ્રિયના વિષય એટલે ગાયન વિગેરેમાં આનંદ મેળવવો. ધર્મથી વિમુખ બની ખુલ્લા ચિત્તે મુર્ખ માણસને યોગ્ય અધર્મ ફળને કરીને ખેતી વિગેરેમાં અસંતોષી થઈને ઘણાં ઘણાં પાપો કરીને અનિષ્ટ ગતિને પ્રાપ્ત થાય છે, તે ગતિમાં દુઃખ પામે છે, અને ભવિષ્યમાં દુઃખ આપનારાં કર્મ બાંધે છે, અને જૈન માર્ગની વિરાધના કરવાથી ઘણા ભવો સુધી સમ્યત્વની પ્રાપ્તિ પણ થવી દુર્લભ છે. II૧૪ો : इमस्स ता नेरइयस्स जंतुणो, दुहोवणीयस्स किलेसवत्तिणो । पलिओवम झिज्झइ सागरोवम, किमंग! पुण मज्झ इम मणोदुह? ॥१५॥ વળી ઉપદેશ આપે છે કે હે શિષ્ય! ચિન્તામણિ રત્ન જેવું સાધુપણું ન છોડ, કારણ કે એકાંત ક્લેશ ચિત્તવાળું નરકનું દુઃખ તને મળશે, એવું જાણીને જ્યાં સુધી તે ન મૂકે ત્યાં સુધીમાં વિચારી લે, કે નરકમાં પલ્યોપમ (અસંખ્ય વર્ષનું માન) સુધી તથા સાગરોપમ તેથી વધારે વર્ષનું એટલે દશ કોડા કોડી પલ્યોપમનો સાગરોપમ છે ત્યાં સુધી તારે ભવિષ્યમાં ગૃહસ્થપણામાં પાપ કરવાથી દુઃખ ભોગવવાં પડશે, અહીંયાં સાધુપણામાં અલ્પકાળ દુઃખ ભોગવીને છૂટી શકીશ, પણ નારકીમાં કેવી રીતે છૂટી શકીશ? માટે સાધુપણું ન મૂક. ll૧પ/l. न मे चिर दुक्खमिण भविस्मई, असासया भोगपिवास जंतुणो । न चे सरीरेण इमेणऽवेस्सई, अवेस्सई जीवियपज्जवेण मे ॥१६॥ મને આ દુઃખ ઘણો કાળ રહેવાનું નથી. તથા પ્રાણીઓને પ્રાયઃ વિષય તૃષ્ણા જુવાનીની શક્તિમાં થોડા જ કાળ રહેવાની છે, અને તૃષ્ણા ખરી રીતે વૃદ્ધાવસ્થામાં પણ મન સંબંધી રહેવાની જ છે, માટે ખોટી વ્યાકુળતા કરવી નકામી છે, એ તો નિકળી જતાં જીવની સાથે ચાલી જવાની છે, (માટે હે જીવ, તું સંસારની ભોગ તૃષ્ણા મૂકીને ચારિત્રમાં જ આનંદ માન.)૧૬ll जस्सेवमप्पा उ हवेज निच्छिओ, यएज्ज देहं न हु धम्मसासणं । तं तारिस नो पयलेंति इंदिआ, उदेंतवाया व सुदसणं गिरिं ॥१७॥ इच्चेव संपस्सिय बुद्धिम नरो, आयं उवायं विविहं वियाणिया । कारण वाया अदु माणसेण, तिगुत्तिगुत्तो जिणवयणमहिद्वैज्जासि ॥१८॥ ।ति बेमि ॥ रइवक्का पढमा यूला समत्ता ॥॥ આવી આત્મા સંબંધી જેને ખાત્રી થઈ છે, તે માણસ વિઘ્ન આવતાં પ્રાણ ત્યાગ કરે, પણ ધર્મશાસન ૧૦૧

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402