________________
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
દશમું અધ્યયન
જે ભિક્ષુ ગુણરહિત (ચિત સમાધિ આદિ ગુણથી શૂન્ય હોતે છતે ભિક્ષા માટે ફરે તે ભિક્ષાટન માત્રથી ભિક્ષુ ન થાય. અપરિશુદ્ધ ભિક્ષાવૃત્તિવાળો હોવાથી આવું શા માટે? વર્ણથી યુક્તિ (જાતિ) સ્વર્ણની જેમ, વર્ણ માત્રથી જેમ ગુણ ન હોવાથી કષાદિથી તે સ્વર્ણ દેખાતું નથી તેમ ભિક્ષુ પણ ગુણ ન હોય તો ભિક્ષુ કહેવાતો નથી.
||૩૫૬||
उद्दिट्ठकथं भुजइ छक्कायपमहओ घरं कुणइ । पच्चक्खं च जलगए जो पियइ कह तु सो भिक्खु ? ||३५७ ॥
જે સાધુ પોતાના માટે કરેલો ઔદેશીક આહાર ખાય તેથી તે છ કાયનો હિંસક છે, એટલે કોઈ જગ્યાએ ઘર બાંધતાં પૃથ્વીકાય વિગેરેનો આરંભ થાય, તથા ઇચ્છેલું ભોજન જમતાં રહેવાના સ્થાન ઊપર મૂર્છા કરે, અથવા ભાડાનું ઘર લે, તથા નજરે દેખાતા પ્રાણી જીવોને દુઃખ આપે, (કાચું પાણી પણ પીએ) અથવા વિના કારણે એકને એક જગ્યાએ મઠ બાંધીને પડ્યો રહે, તેથી સંસારની મૂર્છા થાય, તેને સાધુ કેમ કહેવાય? (આવું આ કાળમાં ઘણું બની રહ્યું છે.) (અર્થાત્ તે ભાવ ભિક્ષુ નથી) આમ ઉપનય કહીને હવે નિગમન કહે છે.II૩૫૭॥
तम्हा जे अज्झयणे भिक्खुगुणा तेहिं होइ सो भिक्खू । तेहि अ सउत्तरगुणेहि होइ सो भाविअतरो उ ॥३५८॥
એથી આ અધ્યયનમાં બતાવેલા ભિક્ષુના ગુણો મૂળ ગુણ રૂપ કહ્યા. તે ગુણોવાળો જ ભિક્ષુ છે, અને પિંડ વિશુદ્ધિ (નિર્દોષ આહાર વિગેરે) ઉત્તર ગુણને પાળનારો તથા ચારિત્ર ધર્મમાં પ્રસન્નતા ધરનારો તે ભાવ ભિક્ષુ છે, નામ નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, વિગેરે ચર્ચા પહેલાંની માફક જાણવી, અને સૂત્ર અનુગમમાં અસ્ખલિતાદિ ગુણોવાળું સૂત્ર કહેવું જોઈએ, તે નીચે પ્રમાણે છે. ૩૫૮॥
निक्खम्ममाणाय बुद्धवयणे, निच्यं चित्तसमाहिओ भवेज्जा ।
इत्थीण वसं न यावि गच्छे, वंतं नो पडियावियति जे, स भिक्खू ॥ १ ॥
દ્રવ્ય અને ભાવ એવા બે પ્રકારનાં જે ઘર છે તે છોડીને છતી યોગ્યતાએ જેણે તીર્થંકર ગણધરના ઉપદેશથી દીક્ષા લીધી છે. તેવા મુનિએ તે જ તીર્થંકરાદિના વચનમાં નિરંતર સમાધિ રાખવી, એટલે ચિત્તમાં પ્રસન્નતા રાખવી, અર્થાત્ સૂત્ર અર્થ ભણીને તેમાં કાળ નિર્વાહ કરવો, હવે તેથી ઉલટું જે સ્ત્રી વિગેરેનો ઉપદ્રવ છે. તેને સમજીને તેને વશ કદાપી ન થાય, કારણ કે તેવા અસત્ કાર્યમાં મન જતાં નિશ્ચયથી ચારિત્રને ત્યાગી વમેલા ભોગની ઇચ્છા થાય છે. આ લખાણનો સાર એ છે કે વીતરાગના વચનમાં એકાંત પ્રસન્ન થઈને સાધુએ સંસાર ત્યાંગ કર્યા પછી કોઈપણ જાતની મોહક વસ્તુ સ્ત્રી વિગેરેમાં મનથી પણ પ્રેમ કરવો નહિ તે ભાવ ભિક્ષુ છે. ।।૧।। पुढविं न खणे न खणावए, सीओदगं न पिए न पियावए ।
अगणिसत्यं जहा सुनिसियं तं न जले न जलावए, जे स भिक्खू ॥२॥
સ્ત્રીથી પ્રેમ ન રાખે તેમ પ્રમાદથી કે જાણીબુઝીને પૃથ્વી જે સચેતન છે તેને પોતે ખોદે નહિ, ખોદાવે નહિ તેમ ખોદતાને અનુમોદન કરે નહિ, તે પ્રમાણે કાચું પાણી ન પીએ, ન પીવરાવે, તેમ પીતાને ભલો ન જાણે, તથા અણીદાર ધારવાળી તલવાર માફક છ જીવનિકાયનો ઘાતક એવો અગ્નિ જે શસ્રરૂપ છે, તેને પોતે ન બાળે, ન બળાવે, ન અનુમોદે તે ભાવ સાધુ કહેવાય.
૯૦
વાદીની શંકા-પૂર્વે બધા અધ્યયનોમાં છ કાયની રક્ષાનું સ્વરૂપ બતાવ્યું તેજ ફરીથી શા માટે કહ્યું? ઉત્તર – તે છ કાયની રક્ષા કરે તે ભાવ ભિક્ષુ છે. એવું બતાવવાને માટે અહીં કહ્યું છે. તેથી દોષ નથી.।।૨।
अनिलेण न वीए न वीयावए, हरियाणि न छिंदे न छिंदावए ।
बीयाणि सया विवज्जयंतो, सच्चितं नाऽऽहारए जे, स भिक्खु ॥३॥
વાયુ જેનાથી લેવાય એવા વસ્ત્રના છેડાથી પંખા વિગેરેથી હવા ન ખાય, તેમ બીજા પાસે પંખા ન નંખાવે,