Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 331
________________ દશમું અધ્યયન શ્રી ટ્રાવેનિસૂત્ર માપદંત૨ - માન્ય રૂ ન અનુમોદે તથા વનસ્પતિ શખ્ય (લીલું ઘાસ) વિગેરે ભાજીને ન છેદે, વિગેરે તથા કાચા વ્રીહિ (એક જાતના ચોખા) વિગેરે બીજ જ્યાં સુધી સચિત્ત હોય, ત્યાં સુધી તેને વિના કારણે અડકે પણ નહિ, અને સચિત્તનું ભોજન પણ ન કરે, તે ભાવ ભિક્ષુ છે.II૩|| વહળ તસ-થાવાન સ્રોફ, પુથ્વી-તન-સ્ક્રુનિશિયાળ । तम्हा उद्देसियं न भुंजे, नोऽवि पए न पयावए जे, स भिक्खू ॥४॥ ઔદેશિક વિગેરે દોષિત આહાર ન લે. તેના વડે ત્રસ સ્થાવરની રક્ષા બતાવે. તે ભોજનમાં બેઇંદ્રિય વિગેરે ત્રસ જીવો તથા પૃથ્વી વિગેરે સ્થાવર જીવોનો આરંભ થાય છે. માટે સાધુ સાવદ્ય આહાર વિગેરે ન લે, એટલું જ નહિ પણ ન રાંધે, ન રંધાવે, ન અનુમોદે તે ભાવ ભિક્ષુ છે. I૪ रोइय नायपुत्तवयणं, अत्तसमे मन्नेज्ज छप्पि काए । પંચ ય ાસે મહલવાડું, વંચાવવરણ બે, સ મિલ્લૂ ॥ વીતરાગે કહેલા વિધિ પ્રમાણે ચારિત્ર ભાવનાને પ્રિય માનીને મહાવીર પ્રભુના વચન પ્રમાણે પૃથ્વી વિગેરે છ કાયને પણ પોતાના જીવ જેવા વહાલાં ગણે અને પંચ મહાવ્રતને પાળે, તથા પ્રાણાતિપાત વિગેરે પાંચ આશ્રવને છોડીને પાંચ ઇંદ્રિયોને કબજામાં રાખે તે ભાવ ભિક્ષુ છે. INI चत्तारि वमे सया कसाए, ध्रुवजोगी य हवेज्ज बुद्धवयणे । अहणे निज्जाव - रयए, गिहिजोगं परिवज्जए जे, स भिक्खू ॥६॥ રક્રોધ વિગેરે ચાર કષાયને ક્ષમા વિગેરે ગુણો ધારીને નિરંતર છોડે તથા તીર્થંકરના વચન વડે ચારિત્રમાં સ્થિર ભાવવાળો થાય. ગાય, ભેંસ વિગેરે મિલકતની ઉપાધિથી રહિત હોય તથા સોનું, રૂપું વિગેરે રાખે નહિ અને ગૃહસ્થના સંબંધને સર્વે પ્રકારે છોડે તે ભાવ ભિક્ષુ છે.।।૬।। सम्मद्दिट्ठी सया अमूढे, अत्थि हु नाणे तवे संजमे य । तवसा धुणई पुराणपावगं, मणवयकायसुसंवुडे जे, सभिक्खू ॥७॥ સમ્યગ્દૃષ્ટિ બનીને ચિત્તમાં શંકા ન કરે, તથા મૂઢતાને છોડે અને ત્યજી દેવા યોગ્ય અથવા ગ્રહણ કરવા યોગ્ય જે પદાર્થનું જ્ઞાન છે, તેમાં તથા જે ઇંદ્રિયથી ન જણાય, ત્યાં બુદ્ધિથી પણ વિચાર કરી માને તથા બંને પ્રકારનો તપ જે કર્મ મળને દૂર કરવામાં સમર્થ છે, તેને વિષે તથા નવા કર્મ ન આવે તેવા સંયમને વિષે દૃઢ ભાવ રાખે, અને તે તપસ્યા વિગેરેથી પૂર્વના પાપોને ઉત્તમ વૃત્તિથી ત્રણ ગુપ્તિથી ગુપ્ત બની દૂર કરે તે ભાવ ભિક્ષુ છે. III तहेव असणं पाणगं वा, विविहं खाइम- साइमं लभित्ता । होही अट्ठो सुए परेवा, तं न निहे न निहावए जे, स भिक्खु ॥८॥ તેજ પ્રમાણે આહાર, પાણી, ખાવાની વસ્તુ, તથા સ્વાદ કરવાની વસ્તુ જુદી જુદી જાતની પ્રાપ્ત કરીને ભવિષ્યમાં એટલે કાલે, પરમ દિવસે કામ લાગશે, તેવી બુદ્ધિએ પોતે સંગ્રહ ન કરે, ન કરાવે, તેમ ન અનુમોદે, આ પ્રમાણે સર્વથા સંનિધિ છોડનારો ભાવ ભિક્ષુ છે. ૮ तहेव असणं पाणगं वा, विविहं खाइम- साइमं लभित्ता । छंदिप साहम्मियाण मुंजे, भोच्या सज्झायरए जे, स भिक्खू ॥९॥ ૧ જ્ઞાતા ધર્મ – શ્રુ. -૧, અ. ૧૭ ૨ ઓ.નિ. – ગા. ૨૭૭ ૯૧

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402