________________
श्री दरांवैकालिकसूत्र भाषांतरं - भाग ३
નવમું અધ્યયન
अमुट्ठाणं अंजलि आसणदाणं अभिग्गह किई अ । सुस्सूसणमणुगच्छण, संसाहण काय अट्ठविहो ॥३२१॥
૧(૧) ઉભા થવું (૨) પૂછતાં હાથ જોડવા (૩) આસન આપવું (૪) અભિગ્રહ એટલે ગુરુની આજ્ઞાનું પાલન ક૨વું (૫) કૃતિ કર્મ એટલે નમસ્કાર કરવો તથા (૬) વિધિ પ્રમાણે ન ઘણું દૂર અથવા ન ઘણું નજીક રહી ગુરુ મહારાજની સેવા કરવી. અને (૭) આવતાની સામે લેવા જવું, તેમજ (૮) જતાની પાછળ મૂકવા જવું. એમ આઠ પ્રકારનો કાયાનો વિનય છે. II૩૨૧॥
हिअमिअअफरुसवाई अणुवीईभासि वाइओ विणओ । अकुसलचित्तनिरोहो कुसलमणउदीरणा चेव ॥३२२॥
હવે વચનનો વિનય કહે છે – હિત, મિત, અકઠોર અને વિચાર પૂર્વક વાણી સાધુએ બોલવી, જેનું પરિણામ સુંદર આવે, તે હિત છે, તથા થોડા અક્ષરમાં કહેવું, તે મિત તથા કાનમાં સાંભળતાં ક્રોધ ઉત્પન્ન ન થાય, તે અકઠોર અને વિચારીને બોલવું, એમ ચાર પ્રકારે વચનનો વિનય છે, મનનો વિનય બે પ્રકારનો છે, એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વિગેરેથી અકુશળ મનને રોકવું તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન જે કુશળ ભાવ છે, તેની ઉદીરણા કરવી, આ પ્રતિરૂપ વિનય શા માટે અને કોનો કરવો? તે શિષ્યના પ્રશ્નમાં ગુરુ કહે છે. II૩૨૨
पडिवो खलु विणओ. पराणु अतिमइओ मुणेअव्वो । अप्पडिरूवो विणओ नायव्वो केवलीणं तु ॥ ३२३॥
પ્રતિરૂપ એટલે ઉચિત વિનય તે તે વસ્તુની અપેક્ષાએ પ્રાયઃ આત્માથી જુદો અને મુખ્ય અનુવૃતિરૂપ જાણવો, આ છદ્મસ્થ (કેવળજ્ઞાન વિનાના) સાધુઓ માટે પ્રાયે જાણવો, અને આ પ્રતિરૂપ વિનય તે અપર (પોતાનો આત્મા) તેનો અનુવૃતિરૂપ છે, તે કેવળ જ્ઞાનીને જ હોય છે, કારણ કે તેઓને બીજાનો વિનય નહિ હોવાથી તેવી જ રીતે તેમનાં કર્મ ખપે છે, તેમનામાં પણ ઈત્વર એટલે પ્રતિરૂપ ભણેલા કેવળ ભાવોનો હોય છે, હવે તેની સમાપ્ત કરે છે. II૩૨૩॥
एसो मे परिकहिओ विणओ पडिरूवलक्खणो तिविहो । बावन्नविहिविहाणं बेंति अणासायणा विजयं ॥ ३२४ ॥
આ પ્રમાણે પ્રતિરૂપ લક્ષણવાળો ત્રણ પ્રકારનો વિનય મન વચન અને કાયાનો છે, અને પેટા ભેદ જેના બાવન છે, એવું તીર્થંકરો કહે છે, તે અનાશાતના વિનયને હવે કહે છે, II૩૨૪॥
तित्थगरसिद्धकुलगणसंघकियाथम्मनाणनाणीणं । आयरिअर ओज्झागणीणं तेरस पयाणि ॥ ३२५ ॥
૨(૧) તીર્થંકર (૨) સિદ્ધ (૩) કુલ (૪) ગણ (૫) સંઘ (૬) ક્રિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની, તથા (૧૦) આચાર્ય (૧૧) સ્થવીર (૧૨) ઉપાધ્યાય અને (૧૩) ગણી સંબંધી તેર પ્રકારનો વિનય છે. તેમાં તીર્થંકર અને સિદ્ધ એ બંને જાણીતા છે. કુલ તે નાગેન્દ્ર વિગેરે જાણવું. અને ગણ તે કોટીક વિગેરે છે, સંધ જાણીતો છે, ક્રિયા તે અસ્તિવાદ રૂપ છે, ધર્મ તે શ્રુત ધર્મ વિગે૨ે છે, જ્ઞાન તે મતિ વિગેરે છે, અને જ્ઞાની તે જ્ઞાનવાળાં જાણવા, આચાર્ય જાણીતા છે, સ્થવીર તે કંટાળેલા સાધુને ચારિત્રમાં સ્થિર કરે તે છે, અને ઉપાધ્યાય જાણીતા છે, અને સાધુ સમુદાયના અધિપતિ તે ગણી કહેવાય આ તેર પદો થયા. I૩૨૫
अणासायणा य भत्ती बहुमाणो तहय वन्नसंजलणा । तित्थगराई तेरस चउग्गुणा होंति बावन्ना ॥३२६॥
આ તેર પદોને અનાશાતના (નિંદા ન કરવી) તથા ભક્તિ (જોઈતી ચીજ પૂરી પાડવી) બહુમાન (જોઈને બહુ હર્ષ બતાવવો) તથા ગુણોની સ્તુતિ એમ ચાર ભેદે ગુણતાં બાવન થાય છે, આ પ્રમાણે વિનય બતાવ્યો અને હવે સમાધિ કહે છે. તેમાં નામ સ્થાપના સુગમ છે, તેને છોડીને દ્રવ્ય વિગેરે સમાધિ કહે છે. II૩૨૬॥
दव्यं जेण व दव्वेण समाही आहिअं च जं दव्वं । भावसमाहि चउव्विह दंसणनाणे तवचरिते ॥३२७॥
૧ | ઉત્તરા. - ૩૦/૩૨
૨ | પ્રથમ અ. ગા. ૪૭ જુઓ દ આ. ચૂર્ણિ (જિનદાસ ગણી)
७०
૩ વિ. ભા. – ૯૩૨/૩૪૬૯
B સ્થાનાંગ - ૭/૧૩૭
c ઔપપાતિક તપવર્ણ0 ભગવતી – ૨૫/૭