________________
છઠું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
तिहमन्नयरागस्स, निसिज्जा जस्स कप्पई । जराए अभिभूयस्स, वाहियस्स तवस्मिणो ॥५९॥
'ત્રણ કારણવાળાં યોગ્ય જગ્યાએ ગૃહસ્થના ઘરમાં બેસે તો તેમને દોષ લાગતો નથી. તે બતાવે છે. વૃદ્ધાવસ્થાથી અશક્ત હોય અથવા બહુ રોગથી થાકી ગયો હોય. અથવા માસ કલ્પ વિગેરે લાંબા ઉપવાસથી જેની કાયા અશક્ત હોય તેને કારણે સાધુ ગૃહસ્થના ઘરમાં અથવા બહાર થોડીવાર સુધી વીસામો લેવા બેસે છે. પણ ત્યાં બેસીને ભિક્ષુક વિગેરેને અંતરાય ન થાય. તે સંભાળ રાખે આ અપવાદ રૂપ છે.પા. वाहिओ वा अरोगी वा, सिणाणं जो उ पत्थए । दोक्कतो होइ आयारो, जढो हवइ संजमो ॥६०॥
સત્તરમું સ્થાન કહે છે. વ્યાધીવાળો અથવા નિરોગી જો સ્નાન કરે તો તેથી જીવોની વિરાધના થતાં અસંયમ થાય છે. અને સાધુએ સ્નાન કરવાથી બાહ્ય તપરૂપ આચાર પળે નહિ. માટે સ્નાન કરવું નહિ. léol संतिमे सुहुमा पाणा, घसासु, भिलुगासु य । जे उ भिक्खू सिणायतो वियडेणुप्पिलावए ॥६१॥
અચિત્ત પાણીએ સ્નાન કરવાથી અસંયમ કેવી રીતે થાય? તે બતાવે છે. પ્રત્યક્ષ દેખાતા ઝીણા જીવો (કંથવા વિગેરે) જમીનમાં જ્યાં પોલી જમીન હોય તેમાં રહે છે. તથા ભીલગા (ફાટ અથવા ચીરામાં) રહે છે. તે સ્નાનના પાણીનો રેલો જતાં તે જીવો નાશ પામે છે. અને તેથી સંયમનો ઘાત થાય છે. ll૬૧|| तम्हा ते न सिणायति, सीएण उसिणेण वा । जावज्जीव वयं घोर, असिणाणमहिट्ठगा ॥६२॥
તેટલા માટે જિનેશ્વરની આજ્ઞામાં રહેનાર સાધુઓ કાચા અથવા ઉના પાણીથી સ્નાનની ઇચ્છા કરતા નથી. એવું મહા કષ્ટકારી વ્રત સ્નાન ન કરવાનું છે. તે આખી જિંદગી સુધી પાળે છે. II૬ર/ सिणाणं अदुवा कक्कं, लोद्धं पउमगाणि य । गायस्सुम्बट्टणट्ठाए, नाऽऽयरति क्याइ वि ॥३॥
પૂર્વે કહેલું સ્નાન અથવા (ચંદન ક૬) ચંદનનો લેપ વિગેરે તથા લોધર (એક જાતની સુગંધિ વસ્તુ) પદ્મ (કેશરના તાંતણા) આ બધા પદાર્થો ભાવ સાધુઓ લેપ વિગેરેમાં આખી જિંદગી સુધી વાપરતા નથી. II૬૩|| नगिणस्स वावि मुंडस्स, दीहरोम-नहसिणो । मेहुणा उवसंतस्स, किं विभूसाए कारियं ? ॥६४॥
અઢારમું સ્થાન હવે કહે છે. જેમ સ્નાન ત્યાગું, તેમ સાધુએ શરીરની પણ શોભા ન કરવી તે અઢારમું સ્થાન છે, સાધુ નગ્ન હોય અથવા માથું મૂડાવેલું હોય, જેના લાંબા વાળ અને નખ હોય એટલે જિન કલ્પીને બિલકુલ કપડાં ન હોય. સ્થવિર કલ્પીને પરિમાણ વાળાં હોય તથા બગલ વિગેરેમાં વાળ વધ્યા જ કરે તથા સ્નાન વિગેરે ન કરવાથી તથા બ્રહ્મચર્ય તે સંસારની ઇચ્છા તેને શાન્ત હોવાથી તેને શોભાનું મન શી રીતે થાય? (ન થાય) અને વિભૂષા કરે તો દુઃખ પામે તે કહે છે. II૬૪ll.
विभूसावत्तिय भिक्खु, कम्म बंधइ चिक्कणं । संसारसायरे पोरे, जेण पडइ दुरुत्तरे ॥६५॥
જો સાધુ પોતાનો માર્ગ ભૂલીને ગૃહસ્થની માફક શોભા કરે તો તે શોભાના કારણથી (સ્ત્રીઓને વિભ્રમમાં પાડી) અનેક પ્રકારનાં સંસાર ભ્રમણનાં ચીકણાં કર્મ બાંધી તે કર્મથી તથા અયોગ્ય કૃત્ય કરવાથી ઘોર સંસાર સાગરમાં ડૂબે છે. આપણે
विभूसावत्तियं चेय, बुद्धा मन्नति तारिस । सावज्जबहुलं चेयं, नेयं ताईहि सेवियं ॥६६॥
આ પ્રમાણે બાહ્ય શોભાનું દુઃખ બતાવીને હવે જેઓ વિભૂષાનો સંકલ્પ કરે છે તેને દુઃખ બતાવે છે કે, તીર્થકરો એવું કેવળજ્ઞાનથી જાણે છે કે મનમાં પણ વિભૂષાનો સંકલ્પ કરનારો સાધુ બહુ પાપનાં કૃત્ય કરે માટે આત્મામાં આનંદ માનનારા સાધુઓ આર્તધ્યાન કરાવનારું આ કૃત્ય કરતા નથી. (જાણે છે કે તેથી અનંત ગણું
૧ ઓઘ નિ. ૫૫
– ૩૭