________________
આઠમું અધ્યયન
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
જુદું પડેલું બળતુ તે અર્ચિ (ભડકા) છે. અલાત (ઉભુંક) જ્યોતિ વિગેરે હોય, તેને પોતે બાળે નહિ, અને અડકે પણ નહિ, બુઝવે પણ નહિ, અર્થાત્ દીવો બાળે નહિ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડે પણ નહિ, અને બુઝાવે પણ નહિ, (બીજા પાસે એ કાર્ય કરાવે પણ નહિ) તેને સાધુ જાણવો. હવે વાયુની વિધિ કહે છે. II૮
तालियंटेण पत्तेण, साहा (ए) विहुयणेण वा । न वीएज्जअप्पणो कार्य, बाहिरं वा वि पोग्गलं ॥९॥
તાડના પંખાથી કે કમળ વિગેરેના પાંદડાથી કે ઝાડની ડાળીથી પોતાના શરીર ઊપર હવા ન લે. તેમ ગરમ પાણીને ઠારવા પણ કોઈપણ જાતના પંખાનો ઉપયોગ ન કરે. III
तणरुक्खं न छिंदेज्जा, फलं मूलं च कस्सइ । आमगं विविहं बीयं, मणसा वि न पत्थए ॥१०॥
હવે વનસ્પતિની વિધિ કહે છે. દર્ભ વિગેરેનું ઘાસ કદંબ વિગેરે ઝાડ હોય તેને પોતે ન છેદે, તથા ફળ તથા ઝાડ વિગેરેનું મૂળીઉં જમીનમાંથી ખેંચી ન કાઢે, તથા શેક્યા વિનાનાં કાચાં બીજ મનથી પણ ઇચ્છે નહિ, તો ખાવાની તો વાત જ ક્યાંથી હોય.||૧૦|ા
गणेसु न चिट्ठेज्जा, बीएसु हरिएसु वा । उदगंमि तहा निच्चं, उत्तिंग-पणगेसु वा ॥ ११ ॥
તથા વનની કુંજમાં (લીલા છોડવાની અંદર) ન બેસે. કારણ કે ત્યાં બેસતાં ઓચિંતો સ્પર્શ થઈ જાય, તથા પાથરેલા કમોદના (ડાંગર) બીજમાં તથા દરો ઊપર પણ ન બેસે, કારણ કે ત્યાં હમેશાં અનંતકાય વનસ્પતિ રહે છે કે પાણીમાં હમેશાં લીલ રહે છે, તથા સાપનું છત્ર (ટોપ તે છત્રીના આકારે ચોમાસામાં સફેદ રંગવાળુ જમીનમાં ઉગે છે,) તે તથા જ્યાં જમીન ઊપર સેવાળ (લીલ બાઝેલી હોય) ત્યાં સાધુ ન બેસે (ઉદકનો અર્થ અહીં પાણી ન લેતાં અનંતકાય વનસ્પતિ લીધો છે. અને બીજા આચાર્ય પાણી જ અર્થ કરે છે.) હવે ત્રસકાયની વિધિ કહે છે. ||૧૧||
तसे पाणे न हिंसेज्जा, वाया अदुव कम्मुणा । उवरओ सब्बभूएसुः पासेज्ज विविहं जगं ॥१२॥
બે ઇંદ્રિય વિગેરે ત્રસકાયને પોતે હણે નહિ, મન વચન કાયાથી તેમની રક્ષા કરે, એ પ્રમાણે બધા જીવો ઊપર ધ્યાન રાખીને જુએ કે આ જીવોએ જીવદયા પાળી નથી, તે માટે સંસારમાં ભમે છે એમ ખેદ પામીને પોતે દરેક પ્રકારે તેમનું રક્ષણ કરે, અને હિંસાથી પોતે બચે. II૧૨॥
अट्ठ सुहुमाई पेहाए जाई जाणित्तु संजए । दयाहिगारी भूएसु, आस चिट्ठ सएहि वा ॥ १३ ॥
સ્થૂળ વિધિ કહીને સૂક્ષ્મ વિધિ કહે છે. આઠ પ્રકારના સૂક્ષ્મ જીવો છે. તેને જોઈને સાધુએ બેસવું. જે જીવો ઊપર દયાનો અધિકારી છે, તે (સાધુ) પ્રથમ અજીવ જગ્યા જોઈને પછી આસન ઊપર બેસે કે સુવે એટલે જ્ઞપરિક્ષા વડે જીવોને જાણે પ્રત્યાખ્યાન પરિક્ષા વડે હિંસાને ત્યાગે તે સાધુ છે. તે જો જોયા વિના બેસે અને જીવોની દયા ન પાળે તો દયાનો અધિકારી ન કહેવાય. તેથી તેને અતિચાર (મલિનતા) લાગે. ।।૧૩।।
कयराई अट्ठ सुहुमाई ?, जाई पुच्छेज्ज संजए । इमाई ताइं मेहावी, आइक्खेज्ज वियक्खणे ॥ १४॥
આઠ સૂક્ષ્મ ક્યાં છે. જો તે પ્રશ્ન સાધુ પૂછે, તો તેને મર્યાદામાં રહેલા ગીતાર્થ સાધુએ તેને ખુલાસાથી સમજાવવું, આ સૂત્રમાં એમ સમજાવ્યું છે કે બરોબર જાણનારાએ જ કહેવું, કે સાંભળનારને વિશ્વાસ આવે, પણ પોતાને પૂરી ખબર ન હોય તો સાંભળનારને તેના ઊપર વિશ્વાસ ન આવે, (તથા શિષ્ય પોતાને દયાનો અધિકાર હોવાથી તે અવશ્ય પૂછે, કે મારે ઉપકારક અને અપકારક શું છે? કે જેના ઊપર હું યત્ન કરૂં.)॥૧૪॥
सिहं पुप्फसुमं च, पाणुत्तिंगं तहेव य । पणगं बीय हरियं च, अंडसुहुमं च अट्टमं ॥ १५ ॥
અવશાય (ઝાકળ) હિમ મહિકા (ઝીણી ફરફર), કરા હરતનું (મોતી જેવા પાણીના બિંદુ) આ પાણીના સૂક્ષ્મ ભાગો છે જે (૧) સ્નેહ સૂક્ષ્મ નામથી ઓળખાય છે, તેનું રક્ષણ હમેશાં સાધુએ કરવું, (૨) પુષ્પ સૂક્ષ્મ તે
૫૯