________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन, ३ આ આખું દૃષ્ટાંત ઉત્તરાધ્યયન સૂત્રમાં ૨૨માં પરીષહના સંબંધમાં આપેલું છે. તે જાણી લેવું. તેમાં છેવટે છેલ્લા શિષ્યની ઉપર આશા હતી તેને આવતાં વાર લાગવાથી આચાર્યે ચારિત્ર મૂકવા વિચાર કર્યો. પણ શિષ્ય આવીને સ્થિર કર્યા. તે પ્રમાણે બનતી મહેનતે ધર્મથી પડતાને બીજાએ સ્થિર કરવો. હવે વાત્સલ્ય કહે છે. આર્યવજ સ્વામીએ જેમ દુલિંક્ષમાં સંઘની રક્ષા કરી, એ સંબંધી જે અધિકાર આવશ્યકમાં છે, તે જાણવો, “પ્રભાવનાનું ઉદાહરણ-આર્યવજ સ્વામીએ જેમ અગ્નિશિખ પાસેથી ફૂલો લાવીને જૈન દર્શનની પ્રભાવના કરી. આ દૃષ્ટાંત આવશ્યક સૂત્રમાં છે. તે જાણવું. એ પ્રમાણે સાધુએ પણ સર્વ પ્રયત્નથી શાસનની પ્રભાવના કરવી. આ પ્રમાણે સમ્યગુદર્શનનો આઠ પ્રકારનો આચાર બતાવ્યો. તે નિઃશંકિત વિગેરે આઠ પ્રકાર જાણવા. ગુણથી પ્રધાન એવો આ નિર્દેશ ગુણ અને ગુણીમાં કોઈ અંશે ભેદ બતાવવા માટે છે. જો એકાન્ત અભેદ માનીએ તો વખતે ગુણ દૂર થતાં ગુણીનું પણ નાશ થવું થાય તો બાકી કોઈ ન રહે || ગાથાર્થ ||
પ્રવચનની પ્રભાવના સ્વ, તથા પર, નો ઉપકાર કરનારી છે અને તેનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. તે ૧૮૧, ૧૮૨ //
હવે ભેદ વડે પ્રવચનના પ્રભાવકોનું સ્વરૂપ કહે છે. अइसेसइड्डियायरियवाइधम्मकहीखमगनेमित्ती । विज्जारायागणसंमया य तित्थं पभाविंति ।। १८३ ।। ।
અતિશયવાળા અવધિજ્ઞાનથી યુક્ત, અને ઋદ્ધિ તે આમર્ષ ઔષધી વિગેરે તેનાથી યુક્ત, તે ઋદ્ધિવાળા પ્રવ્રજિત (સાધુ) અથવા આચાર્ય. વાદી ધર્મ કથા કહેનારા ક્ષપક નૈમિત્તક એ જાણીતા છે. વિદ્યા સિદ્ધ તે આર્ય ખપૂટ માફક સિદ્ધ મંત્રવાળા તથા રાજગણ (રાજાઓનો સમૂહ)થી સંમત (માન પામેલા) અથવા રાજા અથવા રાજસંમત (મંત્રી) અને ગણ સંમત તે મહત્તરાદિ તથા ચ શબ્દથી દાન શ્રાદ્ધક વિગેરે છે, આ જો સહાયક હોય તો સ્વયં પ્રકાશક હોય, અને ઉત્તમ સહાયતા હોય તો લોકોને વધારે ધર્મશ્રદ્ધા થાય (સમ્યક્ત્વના ક૭ બોલની સક્ઝાયમાં આઠ પ્રભાવકનું સ્વરૂપ દષ્ટાંત સાથે બતાવ્યું છે, તે જોવું) || ૧૮૩ |
'काले विणए बहुमाणे, उवहाणे तहय अनिन्हवणे । वंजणअत्थतदुभये, अट्ठविहो नाणमायारो ।। १८४ ।।
અંગ પ્રવિષ્ટ વિગેરે જે સૂત્રો છે. તેનો જે કાળ બતાવ્યો છે, તે કાળે જ સ્વાધ્યાય કરવો. પણ ગમે તે વખતે નહિ, કારણ કે તે તીર્થંકરનું વચન છે. ખેતી વિગેરેમાં કાળે વાવેલું વધારે ગુણકારી છે. તે દેખીએ છીએ અને વિપર્યય (ઉલટા) કાળમાં વાવતાં વિપરીતપણું દેખાય છે. તેમ ભણવામાં સમજવું. અત્ર ઉદાહરણ, એક સાધુ પ્રાદોષિક કાળ (રાત્રિ)માં પહેલી પોરિસી પૂરી થયા પછી કાલિક શ્રુત ગોખતો દેખીને સમ્યગુદૃષ્ટિ દેવતાએ વિચાર્યું કે બીજી કોઈ શુદ્ર દેવી એને પીડા ન કરે. તેવી બુદ્ધિથી કુંડામાં છાશ લઈને તેની આગળથી વારંવાર જાય આવે છે અને સાધુને ભણતાં ભણતાં તે દેવી બોલતી કે છાશ લેવી છે કે – આથી તેને વિધ્ધ થતું જોઈ ઘણીવાર રાહ જોઈ તે બોલ્યો કે હે અજ્ઞાની સ્ત્રી ! શું આ છાશ વેચવાનો વખત છે કે ? વખત તો જો. તે દેવીએ કહ્યું ત્યારે શું
(૧) જ્ઞાનાચારના આઠ નામ (૧) કાલ (૨) વિનય (૩) બહુમાન (૪) ઉપધાન (૫) અનિવન (૯) સૂત્ર (૭) અર્થ (૮) સૂત્રાર્થ
[25]