________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
પકષાય, ક્લેશ્યા, આનપાન, ઇંદ્રિયો, બંધ, ઉદય, નિર્જરા, ॥ ગાથાર્થ || ૨૨૩ || તથા ચિત્ત, ''ચેતના, 'સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઇહા, ૧૭ મતિ, વિતર્ક (આ અઢાર પ્રકારે) એટલે આ બતાવેલાં લક્ષણો જીવનાં છે. તું શબ્દ જ કારના અર્થમાં છે તેથી એમ જાણવું કે, આ લક્ષણો જીવનાં જ છે. પણ અજીવમાં તે લક્ષણો નથી. ।। ગાથાર્થ ૨૨૪ || આ બન્ને ગાથાનો અર્થ ટુંકાણમાં કહ્યો, હવે વિસ્તારથી અર્થ ભાષ્યકાર કહે છે. ॥ ૨૨૩-૨૨૪ ॥
अध्ययन ४
लक्खिज्जइत्ति नज्जइ, पच्चक्खियरो व जेण जो अत्थो । तं तस्स लक्षणं खलु, धूमुण्हाई व्ब अग्गिस्स ।। १२ ।। भा. ।। લક્ષ્યમાં આવે છે, એટલે જણાય છે; તે કોણ છે ? તે પ્રત્યક્ષ, અને ઇતર, તે પરોક્ષ જે ઉષ્ણપણા વિગેરેથી જે પદાર્થ અગ્નિ વિગેરે તે તેનું લક્ષણ છે. તે જ ખુલાસાથી કહે છે. જેમ ધૂમ ઉષ્ણતા વિગેરે અગ્નિનાં લક્ષણ છે, તે ઉષ્ણતાથી પ્રત્યક્ષજ અગ્નિ જણાય છે અને ધૂમાડાથી પરોક્ષ જણાય છે. (અર્થાત્ નજરે ન દેખાય તે પરોક્ષ) | ગાથાર્થ ૧૨ ભાષ્ય || તે આદાન વિગેરેના દૃષ્ટાંતો કહે છે.
अयगार कूर परसू, अग्गी सुवण्णे अ खीरनरवासी । आहारो दिट्टंता, आयाणाईण जहसंखं ।। १३ ।। भा. । અયસ્કાર (લુહાર) કૂર (ભોજન-ભાત) પરશુ (કૂહાડી) અગ્નિ, સુવર્ણ, (સોનું), ક્ષીર (દૂધ) નીર (પાણી) વાસી (છેની) તથા આહાર એ દૃષ્ટાંત છે. કોના ? પ્રકાંત (ચાલુ વિષય) જે આદાન વિગેરે છે તેના અનુક્રમે છે અને પ્રતિજ્ઞાદિ ઉલ્લંઘવાથી આ કહેવાનું પરોક્ષ વસ્તુના સ્વીકારમાં પ્રાયઃ પ્રધાન અંગપણું બતાવવા માટે છે. ॥ ગાથાર્થ ૧૩ || હવે પ્રયોગ કહે છે.
देहिंदियाइरित्तो, आया खलु गज्झगाहपओगा संडासा अयपिंडो, अययाराइव्व विन्नेओ ।। १४ ।। भा. ।।
દેહ ઇન્દ્રિય વિગેરેથી જુદો, આત્મા છે. ખલુ શબ્દ વિશેષણના અર્થમાં છે. તે સૂચવે છે કે, કથંચિત્ (કોઈ અંશે) જુદો છે પણ સર્વથા જુદો નથી. જો તદ્દન જુદો માનીએ તો, અસંવેદન વિગેરેનો પ્રસંગ આવશે. આ વડે પ્રતિજ્ઞાનો અર્થ કહ્યો અને પ્રતિજ્ઞા અર્થ ઇન્દ્રિયો છે. આદેય, આદાનનો, વિદ્યમાન આદાતૃક છે. કેવી રીતે ? તે કહે છે. ગ્રાહ્ય, ગ્રાહકના પ્રયોગથી. તેમાં ગ્રાહ્ય તે, રૂપ વિગેરે છે. `અને ગ્રાહક, તે ઇન્દ્રિયો છે. તેઓનો પ્રયોગ, સ્વફલ સાધન વ્યાપાર છે. કારણ કે તેનાથી વ્યાપાર થાય છે. વળી એ (ઇન્દ્રિયો)નો કર્મ, કરણભાવ કર્તાના વિના સ્વકાર્ય સાધન પ્રયોગવાળો થતો સંભવતો નથી. એના વડે પણ હેતુનો અર્થ કહ્યો અને હેતુ તે આદેય આદાન રૂપે છે. હવે દૃષ્ટાંત કહે છે. જેમ કે ગ્રહણ કરનાર સંદંશક (સાણસો) જે અયસ્પિડ (લોઢું) આદેય છે. તેનાથી લુહાર માફક જાણવું. અતિરિક્ત (જુદો) વિદ્યમાન આદાતા (લેનાર) એના વડે દૃષ્ટાંત અર્થ કહ્યો. પણ તેમાં દૃષ્ટાંતતો સંદંશક, અને અયસ્પિડ, માફક છે. પણ જે તેનાથી જુદો નથી તેમાં ગ્રાહ્ય ગ્રાહકનો પ્રયોગ નથી. જેમ કે દેહાદિથીજ. એ વ્યતિરેક (ઉલટો) અર્થ છે. એટલે વ્યતિરેક તે જે વિદ્યમાન આદાતૃક ન હોય, તેઓ આદેય આદાન રૂપવાળાં પણ ન થાય, જેમ કે મૃતક દ્રવ્ય ઇંદ્રિયો વિગેરે ન થાય. ॥ ગાથાર્થ આદાન દ્વાર કહ્યું. (દેહાદિકથી આત્મા કાંઈક અંશે જુદો છે. ગ્રાહ્ય, ગ્રાહક, પ્રયોગ છે. દૃષ્ટાંત સંડાસા (સાણસા)થી લોઢું પકડવું તેમાં લુહાર માફક જાણવું, એટલે ઇંદ્રિયો કોઈ પણ વસ્તુને લે તો
[52]