________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
ચોથું મહાવ્રત કહ્યું, હવે પાંચમું કહે છે; હવે આ પાંચમા મહાવ્રતમાં હે મહંત ! પરિગ્રહથી પાછા હઠવાનું છે, તે હું પરિગ્રહને ત્યાગું છું, તેની આ પ્રમાણે વિગત છે; અલ્પ, બહુ, અણુ, શૂલ, સચિત્ત, અચિત્ત છે. અલ્પ વિગેરેમાં પૂર્વે ત્રીજા વ્રતમાં કહ્યા મુજબ જાણી લેવું. તે કોઈ પણ જાતના પરિગ્રહને હું પોતે ન લઉં, ન બીજા પાસે લેવડાઉં. લેતાને ભલો ન જાણું તે મહાવ્રતને આખી જીંદગી સુધી પાળીશ. એ બધો ભાવાર્થ પૂર્વ માફક છે, વિશેષ આ છે : - પરિગ્રહ ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, તેમાં દ્રવ્યથી બધા દ્રવ્યોમાં જે મમત્વ થાય તે, ક્ષેત્રથી લોકને વિષે, કાળથી રાત્રિ વિગેરેમાં, અને ભાવથી રાગદ્વેષ વડે જે થાય તે, અન્ય વેષમાં એટલે બીજાની ઇર્ષાથી જે પોતે પરિગ્રહ રાખે, તે દ્વેષથી કહેવાય. અને સુંદર વસ્તુ દેખીને મમત્વ થાય, તે રાગથી કહેવાય. ઉપર કહેલ દ્રવ્ય વિગેરેથી શોભંગી થાય છે. તે આ પ્રમાણે, દ્રવ્યથી પરિગ્રહ રાખે, પણ ભાવથી નહિ, બીજો કોઈ દ્રવ્યથી નહિ, પણ ભાવથી ખરો. ત્રીજો ભાંગો :- દ્રવ્યથી પણ રાખે, અને ભાવથી પણ રાખે. ચોથો ભાગો દ્રવ્યથી નહિ, અને ભાવથી પણ નહિ. પહેલામાં રાગદ્વેષ વિના સાધુ ધર્મોપકરણ રાખે, તે દ્રવ્યથી છે. પણ ભાવથી નથી. તથા મૂછ રાખે, પણ વસ્તુ ન મળે, તો દ્રવ્યથી નહિ, પણ ભાવથી ખરો. ત્રીજુ મૂર્છાથી વસ્તુ રાખે, તે દ્રવ્યથી, અને ભાવથી પણ, ચોથા ભાંગામાં શૂન્ય છે. .. अहावरे छटे भंते । वए राई भोयणाओ वेरमणं । सव्वं भंते । राईभोयणं पच्चक्खामि, से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, नेव सयं राई भुंजेज्जा नेवऽन्नेहिं राई भुंजावेज्जा राइं भुंजंतेऽवि अन्ने न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि । छटे भंते ! वए उवडिओ मि सव्वाओ राईभोयणाओ वेरमणं ६ ।। सू० ८ इच्चेइयाइं पंच महव्वयाई राइभोयणवेरमणछट्ठाई अत्तहियट्ठयाए उवसंपज्जित्ता णं विहरामि (सू० ९)
પાંચમું મહાવ્રત કહ્યું હવે છઠ્ઠ કહે છે. શિષ્ય ગુરુને કહે છે, હે ભદન્ત ! આ છઠ્ઠી વ્રતમાં રાત્રિ ભોજનથી પાછા હઠવાનું છે. હે ભદન્ત ! તે સર્વ રાત્રિ ભોજનને હું ત્યાગુ છું. બીજો ભાવાર્થ પૂર્વ માફક જાણવો જેમ કે તે રાત્રિ ભોજનમાં અશન, પાન, ખાદ્ય તથા સ્વાદ્ય છે. અશનમાં પેટ ભરાય, તે ભોજન ભાત વિગેરે છે, પીવાય તે પાન (પાણી વિગેરે) તથા મૃદ્ધીકાનું (દ્રાક્ષાદિધોએલ) પાણી વિગેરે, અને ખાદ્યમાં ખજુર મેવો વિગેરે છે. તથા સ્વાદમાં નાગરવેલનું પાન, એલચી વિગેરે છે. એ ચારે પ્રકારના આહારને હું પોતે રાત્રે ન ખાઉં, બીજાને ન ખવડાવું તથા રાત્રિએ ખાનારાઓને ભલા ન જાણું. આ આખી જીંદગી સુધીનું વ્રત છે. તે હું પાળીશ. ભાવાર્થ ઉપર માફક જાણવો. રાત્રિ ભોજન ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, દ્રવ્યથી અનાજ વિગેરે ક્ષેત્રથી અઢી દ્વીપ અને બે સમુદ્રની અંદર તથા કાળથી રાત્રિ વિગેરેમાં અને ભાવથી રાગ દ્વેષ વડે રાત્રિ ભોજન ' ન કરૂં. એનું સ્વરૂપ ચાર પ્રકારે આવી રીતે છે.
(૧) રાત્રે લે, અને રાતના જ ખાય, (૨) રાત્રે તે દિવસે ખાય (૩) દિવસે લે અને રાતના
(૧) તુલના કરો - તત્ત્વાર્થ અ. ૭-૪/૫ આવશ્યક નિ.ચૂર્ણ ભા. ૨ પૃ. ૧૪૬. (૨) સ્થાનાંગ ૫. સૂ. ૧ (૩) વિ. ભા. ગા. ૧૨૩૯ થી ૧૨૪૫
[86]