________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
છે. જેથી આ ત્રણે છ જવનિકાય એ ત્રણે પદોની દરેકની જુદી પ્રરૂપણા સૂત્રને અનુસારે કહીશ. || ગાથાર્થ ૨૧૭ ||
તેમાં એકના અભાવે છએનો અભાવ થાય, તેથી પ્રથમ એકની પ્રરૂપણા કરે છે. णामं ठवणा दविए, माउगपयसंगेहक्कए चेव । पज्जवभावे य तहा, सत्तेए एक्कगा होति ।। २१८ ।। नामं ठवणा दविए, खेत्ते काले तहेव भावे अ । एसो उ छक्कगस्सा, निक्लेवो छब्बिहो होइ ।। २१९ ।।
આ બન્ને ગાથાનો અર્થ ક્રમ પુષ્પિકા અધ્યયનમાં કહેલ છે. તેથી અહીં કહેતા નથી. અહીં સંગ્રહ એકેકનો અધિકાર છે. હવે બે વિગેરેને છોડી, છની પ્રરૂપણા કરે છે. નામ સ્થાપના સુગમ છે. દ્રવ્ય છે, તે, છ દ્રવ્યો, સચિત્ત, અચિત્ત, મિશ્ર, તે પુરુષ, સિક્કો અને દાગીના પહેરેલ પુરુષ અનુક્રમે લક્ષણવાળાં છે. ક્ષેત્ર છે, તે આકાશના છ પ્રદેશ જાણવા. અથવા ભરત ઐરાવત વિગેરે છે ક્ષેત્ર લેવાં, કાળષર્ તે છ સમય લેવા. અથવા છ રૂતુ લેવી. તે જ પ્રમાણે ભાવ છમાં ઔદયિક વિગેરે છ ભાવ લેવા. પણ અહીં સચિત્ત દ્રવ્ય છ નો અધિકાર છે. | ગાથાર્થ ૨૧૮-૨૧૯ | . .
છ પદની વ્યાખ્યા કરીને હવે જીવપદનું વર્ણન કરે છે. जीवस्स उ निक्लेवो, परूवणा, लक्खणं च अत्थित्तं । अन्नामुत्तत्तं निच्चकारगो देहवावित्तं ।। २२० ।। ... गुणिउड्ढगइत्ते या, निम्मय साफल्लता य परिमाणे । जीवस्स तिविहकालम्मि, परिक्खा होइ कायब्बा ।। २२१ ।। // સો તાર જાહ૩ો .
આ બે ગાથાઓ દ્વારની છે. તેની વ્યાખ્યા કરે છે. (૧) જીવનો નિક્ષેપો તે નામાદિ (ચાર પ્રકારનો) છે. (૨) પ્રરૂપણા બે પ્રકારની છે તે જીવ વિગેરે રૂપવાલી તથા તેના લક્ષણની પ્રરૂપણા, તે આદાન (લેવું) વિગેરે છે. (૩) અસ્તિત્વ, સત્ત્વ શુદ્ધ પદ વાચ્યત્વ વિગેરે છે. (૪) અન્યત્વ, તે દેહથી જુદા છે (૫) અમૂર્તત્વ, તે પોતાની મેળે જ છે. (૯) નિત્યત્વ, તે નિશ્ચયથી જીવમાં સચેતનામાં વિકાર નથી. (૭) કર્તુત્વ વ્યવહારથી પોતાનાં કર્મનાં ફળ ભોગવે છે. (૮) દેહવ્યાપિત્વ ત્યાં તેનું ચિહ્ન જણાય છે. ગાથાર્થ ૨૨૦ | (૯) ગુણિત્વ, તે યોગ વિગેરેથી જણાય છે. (૧૦) ઉર્ધ્વ ગતિત્વ, તે અગુરુલઘુભાવ હોવાથી છે. (૧૧) નિર્માતા, તે વિકાર રહિતપણે છે. (૧૨) સફળતા, તે કર્મનું ફળ છે. (૧૩) પરિમાણ, લોકાકાશ માત્ર છે. વિગેરે (ત્રણ હજાર ટીકાના શ્લોક અહીં પૂરા થાય છે.) એ પ્રમાણે જીવની ત્રણકાળ વિષયની પરીક્ષા થાય છે, તે કરવી. . ગાથાર્થ ૨૨૧ //
આ પ્રમાણે ટુંકાણમાં દ્વારોની બે ગાથાઓનો અર્થ કર્યો. વિશેષ જાણવા ઇચ્છનારે ભાષ્યથી જાણવો. હવે પ્રથમ નિક્ષેપો કહે છે.
नामंठवणाजीवो, दब्बजीवो य भावजीवो य । ओह भवग्गहणंमि य, तब्भवजीवे य भावम्मि ।। २२२ ।।
નામ સ્થાપના દરેક સાથે જીવ જોડવો. તે નામ જીવ, સ્થાપના જીવ, એમ જાણવું. તે જ પ્રમાણે દ્રવ્યજીવ, તથા ભાવજીવ, એમ જાણવું. જેનું લક્ષણ હવે કહેશે, તેમાં (૧) ઓઘજીવ, અને (૨) ભવ ગ્રહણમાં ભવજીવ, તથા (૩) તભવજીવ, એટલે તે જ ભવમાં ઉત્પન્ન થયેલા, એમ ત્રણ પ્રકારે છે, ભાવ નિપામાં ભાવજીવ છે. આ ગાથાનો ટુંકો અર્થ છે, હવે તેનો વિશેષ અર્થ કહે છે.
[49]