________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
પ્રકારની છે. તે આ પ્રમાણે. (૧) સ્વસમય કહી પરસમય કહેવો (૨) પરસમય કહી સ્વ સમય કહેવો (૩) મિથ્યાવાદ કહીને સમ્યગ્વાદ કહેવો (૪) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહેવો એટલે પ્રથમ પોતાના સમયના ગુણો બતાવી પછી પરસમયના દોષો બતાવે, આ વિક્ષેપણીનો પહેલો ભાંગો થયો. અને પ્રથમ બીજા મતનું સ્થાપન કરી તેના દોષો બતાવી પછી પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી તેના ગુણો બતાવે. (આ ૨જો ભાંગો થયો) ત્રીજા ભાગમાં પર સમય કહી તેમાં જિનેશ્વરના વચન વિરૂદ્ધ જે તેઓએ બતાવેલું હોય તે પ્રથમ કહી તેઓના દોષો બતાવીને તેમાં ઘણાક્ષર ન્યાયથી જિનેશ્વરના વચનને અનુકૂળ જે કથન કર્યું હોય તે બતાવે, અથવા મિથ્યાવાદ નાસ્તિકતા કહેવાય છે. સમ્યગુવાદ તે આસ્તિક્તા છે, તેમાં પ્રથમ નાસ્તિકવાદનો મત કહી પછી આસ્તિકવાદનો મત કહેવો. (તે ત્રીજો ભાંગો થયો) ચોથા ભાંગામાં એ ભેદ છે કે પ્રથમ જૈન મતને અનુસરતું જે માનતા હોય તે બતાવવું, પછી વિરૂદ્ધ હોય તે બતાવવું. એ પ્રમાણે સાંભળનારને સમ્યગૃતત્ત્વમાં લાવવો. || ૧૯૭, ૧૯૮ /
હવે વિક્ષેપણી કથાને જ બીજી રીતે કહે છે. જે પોતાના સમયને સર્વથા વર્જીને પર સમય જે માનતા હોય તેવા લોકમાં માનીતા રામાયણ વિગેરે, તથા વેદોમાં રૂવૅદ વિગેરે, એમાં જે કથન કર્યું હોય તે કહેવું. (આવો અર્થ ન લેતાં બીજી રીતે લઈએ તો વિધિ અને નિષેધના દ્વાર વડે તેનું વિશ્વવ્યાપકપણું હોવાથી જૈન મત સિવાયનું કોઈ કથન જ નથી) પર સમયમાં સાંખ્ય બૌદ્ધ વિગેરે સિદ્ધાંતોનું કથન હોય, તેમાં સામાન્ય રીતે જે દોષો હોય તે બતાવવા એ વિક્ષેપણી કથા છે; તેનો અર્થ આજ છે કે જે કથા વડે શ્રોતાને સુમાર્ગથી કુમાર્ગમાં અથવા કુમાર્ગથી સુમાર્ગમાં યુક્તિ વડે લાવી શકાય તે વિક્ષેપણી કથા છે. તે આ પ્રમાણે કે રામાયણમાં સામાન્યથી આ પણ તત્ત્વ છે, તેથી સરળ માણસ સુમાર્ગથી કુમાર્ગે પ્રવૃત્તિ કરી દે, તથા દોષ દેખાડવાના દ્વાર વડે પણ એકેન્દ્રિય પ્રાયશઃ એટલે એકેન્દ્રિય જેવાના પણ એવા દ્રષી છે. એમ મિથ્યાઆલોચન વડે તેમને વિક્ષેપ થાય, તે ગાથાનો અર્થ છે. એને નહીં કહેતાં છતાં જે વિધિ છે, તે કહે છે. જે પોતાના સમય વડે કારણભૂત (આધાર લઈને) જે પૂર્વે કહ્યું, તે તત્ત્વ બતાવ્યું હોય, તે પર સમયમાં ક્વચિત્ જ દોષ બતાવવા વડે તેનું ખંડન કરે. જેમ કે અમારો અહિંસાદિ લક્ષણવાળો ધર્મ છે, સાંખ્ય મતવાળા પણ તેમ જ માને છે, જેમ કે તેઓ કહે છે કે, “હિંસાનામ મવેદ, ભૂતો ન ભવિષ્યતિ'
' હિંસા ધર્મ થાય, તેવું થયું નથી, થવાનું નથી, એ વચન વડે જૈન તથા સાંખ્યવાળા બરોબર થાય. પણ સાંખ્યમાં આટલો દોષ આવે છે કે, તેઓ આત્માને અપરિણામવાળો માને છે. તેમાં એ તત્ત્વ ન ઘટે, એકાંતથી આત્માને નિત્ય માને, અથવા અનિત્ય માને તો હિંસાનો જે અભાવ થાય, (નિત્ય માને તો હિંસા ન થાય તેમ અનિત્ય માને તો માર્યા વિના મરણ પામે તેથી સ્યાદ્વાદ માનવો સારો છે.) અથવા પરશાસન તે વ્યાક્ષેપ કરવાથી એટલે સાતમીનો અર્થ પાંચમીમાં લઈએ તો પરશાસન વડે જે કહેવાયું હોય, તે વડે વ્યાક્ષેપ એટલે સન્માર્ગના સન્મુખ લાવતાં છતાં પરના સમયને કહેવો, પછી તેના દોષ બતાવવા વડે તેને અસ્થિર કરી જૈન મતના ગુણ બતાવી સ્થિર કરવો || ગાથાર્થ છે. || ૧૯૮ છે.
હવે સંવેદની કથા કહે છે.
[35]