________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १. જીવઘાત વડે તેઓ અનિપુણ એટલે મંદ બુદ્ધિવાળા ચરક વિગેરે લેવાય છે. એટલે જે જીવોને પીડા થાય તેના વડે બંધાયેલ કર્મથી તેઓ લેપાય છે. (અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે). તેથી ચરક વિગેરે તે શુદ્ધ ધર્મ સાધકો નથી પણ જૈન સાધુઓજ ઉત્તમ છે. ૩–ભા.
एसा हेउविसुद्धी दिटुंतो तस्स चेव य विसुद्धी । सुत्ते भणिया उ फुडा सुत्तफासे उ इयमन्ना ॥४॥ भा०॥
ટીકાનો અર્થ- ઉપર કહેલી હેતુની વિશુદ્ધિ બતાવી. હવે દૃષ્ટાંતની વિશુદ્ધિ સૂત્રમાં કહી છે તે સૂત્ર અહીં બતાવે છે. તે આ સૂત્ર છે. u૪–ભા. ૫
जहा दुमस्स .पुष्फे सु, भमरो आवियई रसं ।
___ण य पुष्पं किलामेइ सो य पीणेइ अप्पयं ॥२॥ ટીકાનો અર્થ- અહીં પ્રશ્ન, દશ અવયવ નિરૂપણામાં પ્રાતિજ્ઞા વિગેરેનો ત્યાગ કરી દૃષ્ટાન્ત જ બતાવ્યો તેનું શું કારણ? આચાર્ય નો ઉત્તર દૃષ્ટાન્તથી જ હેતુ પ્રતિજ્ઞા વિચારી લેવી એવો ન્યાય બતાવવા માટે, હવે ચાલતી વાત કહે છે. જે પ્રકારે ઝાડના પુષ્પમાં અસંપૂર્ણ પદ કહેનાર ઉપમામાં ગ્રહીને ઝાડના આહારાદિ પુષ્પોને આશ્રયી વિશિષ્ટ સંબંધ બતાવવા માટે કહે છે તે પ્રમાણે અન્યાય ઉપાર્જિતનું દાન તેને ગ્રહણ કરવું એનો પ્રતિબંધ છે (કોઈ ગૃહસ્થ લુચાઈથી વસ્તુ લાવીને સાધુને આપે તો સાધુએ તેનલેવી) ભમરો તે ચઉરિન્દ્રિય જંતુ છે. તે મર્યાદાથી ફૂલોનો રસ મકરંદ પીએ છે. આ દેશ ઉદાહરણ આશ્રયી જાણવું. આ વિચાર સૂત્ર સ્પર્શિત નિર્યુકિતમાં બતાવશે. કહ્યું છે કે સૂત્રના સ્પર્શમાં આ અન્ય છે. હવે દૃષ્ટાન્ત કહે છે.
દ્રષ્ટાંત વિશુદ્ધિ હવે કહે છે પણ ફૂલને પીડા આપતાં નથી. એવી રીતે ભમરો પોતે આત્માને સંતુષ્ટ કરે છે. આ સૂત્ર સમુદાયનો અર્થ થયો. અવયવનો અર્થ તો નિયુકિતકાર પોતે મોટા વિસ્તારથી કહે છે પ૯પા
जह भमरोत्ति य एत्थं दिटुंतो होइ आहरणदेसे । चंदमुहि दारिगेयं सोमत्तवहारण ण सेसं ॥ ९६ ॥
ટીકાનો અર્થ- આ ભમરાનું દેશ ઉદાહરણ છે. જેમકે આ છોકરી ચંદ્રમુખી છે. તે ફકત સૌમ્યતાને આશ્રયીને છે પણ તેથી ચંદ્રમાં જે કલંક છે તે છોકરીમાં ન હોવાથી ન ઘટાડવું આ એક દેશી ઉદાહરણ છે. LIC SU
एवं भमराहरणे अणिययवित्तित्तणं न सेसाणं । गहणं दिटुंतविसुद्धि सुत्त भणिया इमा चन्ना ॥७॥
ટીકાનો અર્થ- એજ પ્રમાણે ભમરાના ઉદાહરણમાં અનિયત વર્તાપણું લેવું. પણ અવિરતિપણું વિગેરે બાકીનું ન લેવું? કારણ કે તે ભમરામાં અવિરતિપણું છે સાધુમાં નથી. સૂત્રમાં કહેલ પ્રથમ વૃષ્ટાંત વિશુદ્ધિ છે અને સૂત્ર પર્શિક નિર્યુકિતમાં બીજી શુદ્ધિ બતાવી. ૯૭
एत्थ य भणिज्ज कोई समणाणं कीरए सुविहियाणं । पागोवजीविणो त्ति य लिप्पंतारंभदोसेणं ॥८॥
ટીકાનો અર્થ-આ પ્રમાણે વ્યવસ્થા થતાં કોઈ કહેશે કે પછી ગૃહસ્થો) સારા સાધુઓ માટે પુણ્યાર્થે કરશે. ગૃહસ્થો રસોઈ કરે તો આ પુણ્ય ઉત્પાદનના સંકલ્પવડે તે સારા સાધુઓ માટે કરેલું તે ભિક્ષાને તેઓ ગ્રહણ કરે તો તે લેનારા સાધુઓ આહાર બનાવતાં લાગેલ દોષવડે લેવાશે. તે પ્રમાણે લૌકિક મતવાળા કહે છે. જેમકે –
क्रयेण क्रायको हन्ति उपभोगेन खादकः । घातको वधचित्तेन, इत्येष त्रिविधो वधः ॥१॥ ક્રયવડે ક્રાયક (ખરીદનારો) હણે છે અને ખાવાવડેખાનારો હણે છે. મારનારો વધની બુદ્ધિવડે હણે છે