________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ છે. તેથી દેવાદિના પૂજિત પણાથી ઉત્કૃષ્ટ મંગળ આ નિગમન જાણવું આ છેલ્લા બે ઉપનય અને નિગમન સત્રમાં પર્વના ત્રણ કહેલા તેની સાથે નિરંતર રહેતા હોવાથી એ પણ બે ભેગા જાણી લેવા. હવે અવયવોનેજ સૂત્ર સ્પર્શિત નિયુકિતવડેજ સ્વીકારતાં કહે છે. . ૮૮
धम्मो गुणा अहिंसाइया, उ ते परमामंगल पइन्ना । देवावि लोगपुज्जा पणमंति सुधम्ममिइ हेऊ ॥८९॥
“ટીકાનો અર્થ- ધર્મનો અર્થ પહેલો બતાવ્યો છે. ગુણ અહિંસાદિ. આદિ શબ્દથી સંયમ તપ લેવા 'તું' નો અર્થ,જ છે. તે અહિંસાદિજ. તે પરમ મંગલ છે એવી પ્રતિજ્ઞા. તથા દેવ પણ. અહીં પણ' શબ્દથી સિદ્ધ, વિદ્યાધર, રાજા વિગેરે લેવા. લોકમાં તેઓ પૂજ્ય છે. તેઓ પણ સારો ધર્મ પાળનારને નમે છે. આ હેતુનો અર્થ સૂચવે છે તેથી હેતુ જાણવો. ૮૯
दिटुंतो अरहंता अणगारा य बहवो उ जिणसीसा । वत्तणुवत्ते नज्जड़, जं नवइणोवि पणमंति ॥९॥
ટીકાનો અર્થ- દ્રષ્ટાંતનો અર્થ પૂર્વે કહેલ છે. તે અશોક વૃક્ષ વિગેરે આઠ પ્રતિહાર્યથી શોભાયમાન પૂજાને યોગ્ય છે તેથી અરિહંત. તથા ઘણા સાધુઓ તે શ્રી જિનેશ્વરના શિષ્યો છે. ન ચાલે તે અગ-વૃક્ષ. તેના વડે કર્યું તે અગાર નામ ગૃહ. તે જેને હોય તે અગાર એટલે ગૃહસ્થી. અને તે અગાર ન હોય તે અણગાર..ઘણા એટલે થોડા નહિ. રાગવિગેરે જીતવાથી જિન. તેના શિષ્ય એટલે ચેલા તે ગૌતમવિગેરે વાદીની શંકા–'અહંદાદિ પરોક્ષ હોવાથી દ્રષ્ટાંતમાં અયુકત છે. અમે કેવી રીતે નિશ્ચય કરીએ કે દેવતા તેને પૂજે છે ! આચાર્યનો ઉત્તર પરોક્ષ એમ કહેવું દુષ્ટ છે, કારણકે સૂત્રનું ત્રણ કાળ બતાવવા પણું છે. તેથી કોઈ વખત પ્રત્યક્ષ પણ હોય છે. દેવો વિગેરે તેને પૂજે છે. તેના નિશ્ચય માટે કહે છે. પૂર્વે જે વીતી ગયું હોય તેની ખાત્રી વર્તમાનને આશ્રયીને થાય છે. તે કેવી રીતે, તે કહે છે. રાજાઓ પણ હાલ ઉત્તમ સાધુને નમે છે, ઉત્તમ એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર યુફત. એથી એમ જાણવું કે ગુણોનું પૂજ્યપણું સૂચવ્યું. જે ૯૦ ા ,
उवसंहारो देवा जह, तह रायावि पणमड़ सुधम्मं । तम्हा धम्मो मंगलमुक्किट्टमिइ अ निगमणं ॥१॥
ટીકાનો અર્થ– ઉપસંહાર–ઉપનય તે આ છે. દેવો જેમ તીર્થકર વિગેરેને તથા રાજા અથવા બીજા માણસ પણ હાલ સદ્ધર્મીને સજ્જન માણસ ને નમે છે તેથી દેવાદિથી પૂજનીક ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે એ નિગમન છે. પ્રતિજ્ઞા અને હેતુને બીજી વખત સિદ્ધ કરવું એ નિગમન છે. (અહીં સમજવા માટે સહેલું દ્રષ્ટાંત આપીએ છીએ. આ પહાડમાં અગ્નિ છે, એ પ્રતિજ્ઞા. ધૂમાડો છે તેથી આ હેતુ. ચૂલામાં ધૂમાડો છે, ત્યાં અગ્નિ દેખાય છે તે દૃષ્ટાંત. જેમ જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ તેવી રીતે અહીં પણ ધૂમાડો દેખાય છે માટે પહાડમા અગ્નિ છે એ ઉપનય છે. અને તેથી સિદ્ધ થયું કે પહાડ અગ્નિવાળો છે એ નિગમન.) આ કહેવાથી અર્થનો અધિકાર પણ આવી ગયો કે ધર્મની પ્રશંસા છે. હવે જિનશાસનમાં અધિકાર બતાવી દસ અવયવ કહે છે. આ દશે અવયવ પ્રતિજ્ઞાવિગેરે શુદ્ધિ સહિત હોય છે. અવયવપણું તેજ તેના અધિકારના વાકયનો અર્થ ઉપકારકપણે હોવાથી પ્રતિજ્ઞા વિગેરે ભાવી લેવા. અહીં ઘણું કહેવાનું છે, જે થોડામાં પતાવ્યું. હવે દસ અવયવ બતાવે છે u૯૧
बिइयपइन्ना जिणसासणंमि साहेति साहवो धम्मं । हेऊ जम्हा सम्भाविएसु ऽ हिंसाइसु जयंति ॥२॥
ટીકાનો અર્થ પાંચ અવયવમાં બતાવેલી પ્રથમ પ્રતિજ્ઞાની અપેક્ષાએ આ બીજી પ્રતિજ્ઞા છે. એક પ્રતિજ્ઞા પૂર્વે કહી ગયા. બીજી હવે કહે છે. તે જિનશાસનમાં સાધુઓ સાધે છે. ધર્મીને ધર્મનો અર્થ પૂર્વે કહ્યો છે. અહીં સાધુઓ એ ધર્મીનો નિર્દેશ છે. શેષ સાધ્ય ધર્મ છે. આ પ્રતિજ્ઞાનો નિર્દેશ છે. હવે હેતુનો નિર્દેશ કહે છે. જે * તંદુલયાલિય ૧. (૧) અશોકવૃક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર યુગલ (૫) સ્વર્ણસિંહાસન, (૬) ભામંડલ (૭) દેવદુંદુભિ (૮) છત્રત્રય આ આઠ પ્રાતિહાર્ય છે.
s