________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ ખેદ થતાં આત્મહિંસા આપોઆપ થઈ એટલે અધર્મ સિદ્ધ થયો માટે તેમણે અધર્મરૂપ અણસણ પણ ન કરવું દ્રવ્યાનુયોગમાં કોઈ એમ માનીને બોલે કે મારું વચન નિર્દોષ છે તો તેને કહેવું, બોલ. ઠીક. જીવ છે તો ઘટ વિગેરે પણ છે, અને તેથી તેઓમાં પણ જીવત્વનો પ્રસંગ આવશે જે તું માનતો નથી. પ્રતિનિભ કહ્યું. હવે હેતુ
કહે છે.
.. किं नु जवा किज्जते ? जेण मुहाए न लब्भंति ॥ ८५ ॥ ટીકાનો અર્થ- શા માટે જવ ખરીદો છો? મફત નથી મળતા તે માટે, આનો ભાવાર્થ કથાથી જાણવો. તે આ પ્રમાણે છે. કોઈ વેપારી જવ ખરીદતો હતો. ત્યારે બીજાએ પૂછ્યું, 'કેમ ખરીદ કરે છે ! પેલાએ ઉત્તર આપ્યો, 'ભાઈ મફત નથી મળતા, આ લૌકિક હેતુ ઉપન્યાસ છે. એથી લોકોત્તર પણ જાણવું. આ લૌકિક ઉદાહરણ છે. હવે હેતુ ઉપચાસમાં એના વડે લોકોત્તર પણ જાણી લેવું ચરણકરણાનુયોગમાં જો કોઈ શિષ્યને પૂછે કે આ ભિક્ષા માટે ભટકવું વિગેરે દુઃખદાયી ક્રિયા શા માટે કરવી? ત્યારે ઉત્તર આપવો કે ભાઈ જેના વડે ભવિષ્યમાં એથી પણ અધિક વેદના નરકાદિમાં ભોગવવી ન પડે. દ્રવ્યાનુયોગને આશ્રયી કોઈ પૂછે કે આ આત્મા ચક્ષુ વિગેરેથી કેમ દેખાતો નથી ? તેવાને કહેવું કે તે અતીન્દ્રિય (ઈન્દ્રિયવગરનો) છે તેથી નથી દેખી શકાતો. હેતુદ્વાર સમાપ્ત. તે કહેવાથી ઉપન્યાસ દ્વારા પણ જાણી લેવું. અને તેનાથી ઉદાહરણ દ્વારા પણ સમજવું. હવે હેતુ કહીએ છીએ. . ૮૫
अहवावि इमो हेऊ, विन्नेओ तत्थिमो चउविअप्पो । जावग थावग वंसग, लूसग हेऊ चउत्यो उ ॥८६॥
ટીકાનો અર્થ- આ ભલે ઉપન્યાસ હો. ઉદાહરણના ચરમ ભેદ લક્ષણવાળો તે હેતુ છે. અહિં ગાથામાં 'અપિ' શબ્દ સંભાવના રૂપ છે. તે એમ બતાવે છે કે આ અન્ય દ્વાર ઉપન્યાસ રૂ૫ હોવાથી તે ઉપન્યાસ અંદર રહેલા ગુણપણે હોવાથી અહેતુ પણ છે. વળી આ હેતુ જાણવો. એટલે અંદર ઉપચાસ રહેલ છે તેથી હવે કહેવાનો હેતુ ચાર ભેદ વાળો જાણવો. તે વિકલ્પ બતાવે છે. (૧) યાપક, (૨) સ્થાપક, (૩) બંસક અને (૪) લષક. બીજા આચાર્ય આ પ્રમાણે કહે છે કે તે હેતુ તે દ્વાર હવે કહેવાય છે. તે ચાર પ્રકારે જાણવું. તેનું પણ ઉદાહરણ કહ્યું. (હેતુ દ્વારા હવે કહેવાય છે તે ચાર પ્રકારનું છે એમ અર્થ લેવો.) બાકીનું અર્ધપૂર્વની માફક જાણવું. આ ગાથાનો અર્થ ટુંકાણમાં કહ્યો છે. એનો પુરો ખુલાસો જરૂર પડ્યેથી અવસર આવ્યું આગળ કહેશે. હવે પહેલો ભેદ પોતેજ કહે છે.
उन्भामिगा य महिला, जावगहेडेमि उंटलिंडाई।
ટીકાનો હેતુ- કુલટા સ્ત્રી જે યાપન કરે તે યાપન. તેજ હેતુ તે યાપક હેતુ. તેનું ઉદાહરણ (એ વાત બાકી છે. ઊંટના લીડા એની કથામાં સૂચવશે. એનો ખુલાસો કથાથી જાણવો. તે) આ પ્રમાણે છે. એક વાણીઓ સ્ત્રીને લઈને પરદેશ ગયો. કહેવત છે કે –
पाएण खीणदव्या धणियपरद्धा कावराहा य । पच्चं सेवंती पुरिसा दुरहीयविज्जा य ॥ १ ॥
જેમનું દ્રવ્ય નાશ થયું છે. જેઓએ દ્રવ્ય કમાવા નો પ્રારંભ કર્યો છે, જેઓએ અપરાધ કરેલો હોય છે અને જેઓએ વિદ્યાપ્રાપ્ત નથી કરી તેઓ મુખ્યત્વે કરીને પરદેશને સેવે છે." તેવાણીયાની સ્ત્રી વંઠેલી હતી. તે
હેતુ ચાર પ્રકારે– (૧)યાપક = જેમકે પ્રતિવાદી જલ્દી ન સમજી શકે એવો સમય વિતાવવા વાળું બદલ હેતું (૨) સ્થાપક = સાધ્યને જલ્દી સ્થાપિત કરવાવાળી વ્યક્તિ તે 'યુક્ત હેતુ (૩) બંસક= પ્રતિવાદીનેછલ (માયા)માં નાંખવાવાળું (૪) લષક= યંસકથી થયેલી આપત્તિને દૂર કરવાનો હેતુ અથવા બીજા ચાર પ્રકારે (૧) પ્રત્યક્ષ (૨) અનુમાનં (૩) ઔપમ્ય (૪)
આગમ
૬ર