________________
श्री दशवकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन કહેલાં વચનોમાં ફેર ન પડે.
કુરગડુમુનિનું દૃષ્ટાન્ત: ભાવ અપાયનું ઉદાહરણ
શિષ્ય સાથે ગોચરી જતાં એક તપસ્વીથી પ્રમાદને લીધે દેડકી મરી. શિષ્ય સૂચવ્યું કે તમારાથી દેડકી મરી. તપસ્વી બોલ્યા, 'રે દુષ્ટ ચેલા, ઘણા કાળથી આ તો મરેલી છે. પછી બને ગયા. પડિક્કમણમાં સાંજે બુટ્ટા તપસ્વીને મારેલી દેડકી યાદ ન આવી ત્યારે ચેલાએ તે સંભાર્યું. અને કહ્યું, 'હે તપસ્વી:દેડકીની આલોચના લો.' તપસ્વી રીસાયો અને ચેલાને મારવા બળખાનું વાસણ લઈ દોડ્યો. અંધારામાં અને રાત હોવાથી થાંભલા સાથે અથડાઈને અને જોરથી દોડતાં વધારે લાગવાથી તે મરણ પામ્યો. જ્યોતિષિમાં તે દેવતા થયો. અને ત્યાંથી ઍવીને વૃષ્ટિ વિષ સર્પના કુળમાં તૃષ્ટિ વિષ સર્પ થયો તે વખતે ત્યાં રાજપુત્ર ફરતો હતો, ત્યાં દૃષ્ટિવિષમાંનો કોઈ એક સર્પ તે રાજપુત્રને કરડ્યો. આથી સાપ પકડનારે વિદ્યાથી બધા સાપને બોલાવ્યા અને કુંડાળામાં એકઠા કર્યા. પછી કહ્યું, જેણે રાજપુત્ર ને કરડ્યો હોય તે રહો 'બાકીના બધા જતા રહો. જેણે રાજપુત્રને કરડ્યો તે જ રહ્યો બીજા જતા રહ્યા તે એકલો રહ્યો એટલે તેણે તેને કહ્યું 'તારૂં ઝેર પી અથવા અગ્નિમાં બળ તે સર્પ અગંધન જાતિનો હતો. સર્ષમાં બે જાત છે. એક ગંધન અને બીજી અગંધન. આ અગંધન માનવાળા હોય છે. તેથી તે અગ્નિમાં પેઠો પણ વમેલું ઝેર ન પીધું. રાજપુત્ર મરી ગયો તેથી ક્રોધાયમાન થયેલા કુંભ રાજાએ દાંડી પીટાવી કે મારી પાસે સાપનું માથું લાવે તેને મહોર આપીશ. દીનારના લોભથી લોકો સાપને મારવા લાગ્યા. તે ક્ષપક જ્યાં સાધુ ઉત્પન્ન થયો હતો અને તેને જાતિ સ્મરણ જ્ઞાન હોવાથી તે દિવસે નિકળતો નહોતો પણ રાત્રે નીકળતો હતો તેનો હેતુ એવો હતો કે પોતે બીજા જીવોને ન બાળે. એક વખતે સાપના પકડનાર એવા રાત્રીમાં ફરનાર ને ખબર પડી તેથી તેની સગંધ વડે ક્ષપક સર્પન દર શોધી કાઢયું અને ત્યાં ઉભો રહી ઔષધિથી બોલાવવા લાગ્યો. સાપ ચિંતવે છે, મેં કોપનું ફળ જોયું. હું જો સન્મુખ જાઉં તો પેલો બળી જશે. તેથી પૂછડા વડે ઊંધો ચાલવા માંડ્યો. તે વખતે સાપ પકડનારે તેને બહાર નીકળતાંજ મારી નાખ્યો. માથું છેદતાં સાપ મરણ પામ્યો. આ સાપ દેવતાથી અધિષ્ઠિત હતો. તે દેવતાએ રાજાને સ્વપ્ન આપ્યું 'તું સર્પોને ન માર. જેથી નાગકુળ માંથી અવતાર લઈને તારે પુત્ર થશે. તેનું નામ તારે નાગદત્ત રાખવું.' તે ક્ષપક નાગ મરીને તેજ રાજાને ત્યાં પુત્ર થયો. તેનું નામ નાગદત્ત પાડ્યું. તેણે બાળપણમાં દીક્ષા લીધી. પૂર્વ ભવમાં તે સાપ-તિર્યચપણે હોવાથી ઘણોખાઉધરોહતો તેથી આ ભવમાં સૂરજ ઉગે ને ખાવા માંડે તે સાંજ સુધી ખાય. આટલું છતાં તે શાંત મિજાજી અને ધર્મ શ્રદ્ધા વાળો હતો. ત્યાં સાધુ સમુદાયમાં ચાર મોટા તપસ્વીઓ હતા. તે ચોમાંસી, ત્રણ માસી, બે માસી અને એક માસી તપ કરનાર હતા. રાત્રે દેવી વાંદવા આવી. ચારે જણ અનુક્રમે બેઠા હતા. ત્યાર પછી ક્ષુલ્લક બેઠેલો હતો. છતાં દેવીએ ક્ષુલ્લકને વાંદ્યો તેથી ચારે તપસ્વીઓ ક્રોધાયમાન થયા. ચઉમાસી તપ કરનારે દેવીને પકડી લીધી અને કહ્યું, 'હે કટપૂતને, અમે તપસ્વી છતાં તું કેમ અમને વાંદતી નથી! અને ઘડો ભાત ખાનારને વાંદે છે! દેવીએ કહ્યું, 'હું ભાવ તપસ્વીને વાંદું છું, પણ પૂજા સત્કાર અને માન ઈચ્છુકોને વાંદતી નથી. તેથી ચારે રીસાયા. દેવીએ વિચાર્યું કે આ નાના સાધુ નેજ દુઃખ દેશે તેથી તેની પાસેજ હું રહું. તેમને હું બોધ કરીશ. બીજે દિવસે નાનો સાધુ ઠંડો આહાર લેવા ગયો પાછો આવી ગુરુને કહી ચોમાસી તપવાળાને વિનંતિ કરી. તપસીને રીસ ચઢવાથી તેમાં થુંકયું નાનો સાધુ કહે છે 'મારી ભૂલ થઈ કે મેં તમને થુંકવાનો પ્યાલો ન આપ્યો અને આ આપ્યું. તેથી તપસીએ રીસાઈ તેના માથા ઉપરજ રાખ અને બળખો નાંખ્યો. એમ બીજા ત્રણે પણ કર્યું. આ ચારેનું તેણે સાંખી લીધું. એટલામાં એક તપસીએ તેનો હાથ પકડી લીધો આટલું છતાં ક્ષુલ્લક સાધુને નદીનતા થઈ કેન ક્રોધ આવ્યો. તથા વિશુદ્ધ પરિણામથી લેણ્યા શુદ્ધિ વડે કર્મના આવરણ જે હતાં તે ક્ષય થતાં તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવીએ કેવળી મહોત્સવ કરીને) દેવીએ તે ચારેને) કહ્યું, 'તમને કેવી રીતેવાંદવા? કારણકે
૪૬