________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ બન્નેમાં ભેદ પડ્ય. અહીં ઘણું કહેવાનું છે. દેહ અને આત્મા જુદા છે. જેમ ધાતુવાદી સુખ માટે જીવ જુદો માની ધન ઉપાર્જન કરે છે તેમ ધર્મીએ પરલોકના સુખ માટે ધર્મ કરવો. ૩
जह वस्साओ हत्यि, गामा नगरं तु पाउसा सरयं । ओदइयाउ उवसम, संकंती देवदत्तस्स ॥ ६४ ॥
ટીકાનો અર્થ– જેમ ઘોડાથી હાથી ગામથી શહેર અને વર્ષોથી શરદ કાળ જાદા છે તેમ ઔદયિક ભાવથી ઔપશમિકમાં સંક્રમણ થાય છે. કોને ? દેવદત્તને. આ પ્રત્યક્ષ છે. એટલું બાકી છે. (શેષ એટલે બહારથી લેવું). ૬૪
एवं सउ जीवस्सवि, दबाइसंकमं पडुच्चा उ । अत्थित्तं साहिज्जइ, पच्चक्नेणं परोक्खंपि ॥६५॥
ટીકાનો અર્થ– જેમ દેવદત્તને ભાવ બદલાયા તે પ્રમાણે વિદ્યમાન જીવને દ્રવ્યાદિમાં સંક્રમણ થાય. આદિ શબ્દથી ક્ષેત્ર, કાળ, ભાવ લેવા. તેને આશ્રયીને વિદ્યમાન પણું સધાય. શંકા-છતી વસ્તુનું અસ્તિત્વ સાધવું તે અયકત છે 'ઉત્તર-' એમ નહિ. અવ્યત્પન્ન અને વિપ્રતિપન્ન સાધનનું વિષય પણું હોવાથી પ્રત્યક્ષ પણે અશ્વ વિગેરેનું સંક્રમણ સર્વથા સાક્ષાત પરિચ્છિત્તિને સ્વીકારી પરોક્ષ પણ અવગ્રહ વિગેરેના સંવેદનથી થોડે અંશે પણ તે પ્રત્યક્ષ છે. જેમ અશ્વ વિગેરેનું સંક્રમણ દેવદત્ત નામના માલીકને છોડી ન જાય તેમ ઔદારિક શરીરથી વિક્રિય રૂપમાં કે તિર્યંચ લોકમાંથી ઉર્ધ્વ લોકમાં કે પરિમિત વર્ષના આયુષ્યના પયોયમાં જવું કે ચારિત્ર છોડી અચારિત્રી થવું તે જીવ માલીક ધારણ કર્યા વિના ન થઈ શકે, આવું વૃદ્ધ પુરૂષો વ્યાખ્યાન કરે છે. કેટલાક આચાર્યો બીજી ગાથાના અર્ધા ભાગનો પાઠાંતરથી બીજી રીતે ખુલાસો કરે છે. તેમાં આ પ્રમાણે સંબંધ છે. આ પ્રમાણે અહીં આત્મા વિગેરે ગાથા વડે ઉપાયથીજ આત્માનું અસ્તિત્વ કરીને સુખદ:ખ વિગેરેના ભાવ સંગતિ માટે નિત્ય અનિત્ય પક્ષ દૂર કરી આત્માને પરિણામી માનવાની ઈચ્છાથી કહે છે. વ્યાખ્યા પૂર્વ પ્રમાણે જાણવી. છે ૬૫
एवं सउ जीवस्सवि, द्रव्वाईसंकम पडुच्चा उ । परिणामो साहिज्जइ, पच्चक्नेणं परोक्नेवि ॥६६॥
પહેલો અર્થ પૂર્વમાફક. પાછલા અર્થની ભાવના આ પ્રમાણે છે. એકાંત નિત્ય અનિત્ય પક્ષવાળાને દ્રવ્યાદિની સંક્રાન્તિ દેવદત્તના જોવા છતાં પણ લાગ ન પડે. એટલા માટે તેના ભાવ અન્યથા ઉપપત્તિ વડેજ પરિણામ સિદ્ધ ન થાય. કહ્યું છે કે
नार्थान्तरगमो यस्मात्, सर्वथैव न चागमः । परिणाम: प्रमासिद्ध इष्टश्च खलु पण्डितैः ॥ १ ॥ घटमौलिसुवर्णार्थी, नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थं, जनो याति सहेतुकम् ॥२॥ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो नोभे, तस्माद्वस्तु त्रयात्मकम् ॥३॥
કે જેનાથી અર્થાતરગમ ન થાય જે સર્વથાન આગમ નથી. પરિણામ અને પ્રમાણથી જે સિદ્ધ છે તે પંડિતોને નિત્ય ઈષ્ટ છે. ઘડો, મુકુટ, સુવર્ણનો અર્થી નાશ ઉત્પાદ અને સ્થિતિમાં આ છે. શોક, પ્રમોદ અને મધ્યસ્થ એ ત્રણેને માણસ હેતુ સહિત માને છે. ઘડો ભાગીને મુકુટ બનાવે તો ઘડાનો નાશ થતાં ઘડાવાળાને દુ:ખ થાય. મુકુટની ઉત્પત્તિ થવાથી બીજાને પ્રમોદ થાય, પણ જેને સોનાનોજ ખપ છે તે બન્નેમાં મધ્યસ્થ છે. જેને દૂધ ખાવાનું જ હોય, તે દહિં ન ખાય અને દહિં વાળો દૂધ ન ખાય, પણ જેને ગોરસજ ખાવું ન હોય, તે બને ત્યાગે, એટલા માટે ત્રણ સ્વરૂપવાળીજ વસ્તુ છે. ઉપાય દ્વાર કહ્યું. હવે સ્થાપના દ્વાર કહે છે. તે છે
टवणाकम्म एक्कं, दिलुतो तत्थ पोडरीअं तु । अहवाऽवि सन्नढक्कण, हिंगुसिवकयं उदाहरणं ॥ ६७ ॥
સ્થપાય તે સ્થાપના તેના વડે, તેમનું અથવા, તેમાં કર્મ એટલે સારી રીતે ઈચ્છિત અર્થ બતાવવા વાળી ક્રિયા તે સ્થાપના કર્મ. ૧ એટલે તેની જાતિની અપેક્ષાએ દ્રષ્ટાંત્ત છે. તેમાં સ્થાપના કર્મમાં પોંડરીક, તુ શબ્દથી તેવું બીજાં. તે પ્રમાણે પુંડરિક અધ્યયનમાં પુંડરિક બતાવી પ્રક્રિયા વડે અન્યમતનું ખંડન કરી પોતાનો મત સ્થાપવો અથવા પાછલો અર્થ સુગમ છે. આ લૌકિક છે. ભાવાર્થ કથાથી સમજવો. એક નગરમાં એક રોગિષ્ઠ માળી હાથમાં ફૂલનો કરંડીયો લઈને જતો હતો. રોગી હોવાથી તેને ઝાડો લાગવાથી પ્રભા અંધારામાં ત્યાંજ ટટ્ટી જઈને તે ફૂલોનો ઢગલો તેના ઉપર કર્યો. લોકોએ પૂછ્યું કે આ શું છે કે તું ફૂલ નાખે છે?
પ૧