________________
કરશે ! તે કાળે ને તે સમયે જે વાતાવરણ સર્જાયુ તે ન કલ્પી શકાય તેવુ હતું. શિર છત્ર ગયું. તે વેળાએ આશ્વાસન આપનાર પૂ. સ્વયંપ્રભાશ્રીજી મ.સા. બે દિવસથી આવેલ જ હતા. બંને બેનોને તથા પરિવારને ઘણુ આશ્વાસન આપી સ્વસ્થ કર્યા.
કાળ કાળનું કામ કરે. આપણે આપણું કરવાનું. બંને બેનો એકબીજાની હુંફથી આરાધનામાં આગળ વધ્યા. ગુરુમાતાના અગણિત ઉપકારોની સ્મૃતિમાં પરમાત્માની ભકિત-રૂપ મહોત્સવ આદિ કરીને ઋણ મુકત થયાનો સંતોષ અનુભવતા હતા. વળી ચારિત્રની કેડી ઉપર ચાલતાં બીજા નવ વર્ષ પૂરા થયા. સંયમ જીવનને વહન કરવામાં ૫૦ માં વર્ષમાં પ્રવેશવાની તૈયારીઃ પરિવાર તથા સંસારી મામાઓ તથા તેમનો પરિવાર, તથા સંસારી કુટુંબીજનોએ ભેગા થઈને, ૫૦ વર્ષના પ્રવેશમાં ‘જિનેન્દ્ર ભકિત મહોત્સવ' ની તૈયારી કરી. વૈશાખ સુદ-૨ થી વૈશાખ સુદ-૧૦, (દીક્ષા દિન) સંવત ૨૦૫૧ માં ઘણા ઠાઠમાઠથી ઉજવાયો. તે કાળે તે સમયે આ મહોત્સવ જેણે નયણે નિહાળ્યો હોય, માણ્યો હોય તે જ વર્ણવી શકે. દીક્ષાદિનની તિથિ એ તો સ્વજનવર્ગએ એ રીતે ઉજવાઈ કે જાણે આજે જ દીક્ષા ન થઈ હોય ! સૌના હૈયા આનંદથી ઉભરાયા હતા.
હજુ દીક્ષા મહોત્સવ માણ્યો ન માણ્યો... એક વર્ષ પણ પુરુ ન થયું ત્યાં તો કાળરાજા વિફર્યો. કોણ જાણે આ કાળને કોણે ભરમાવ્યો. ખબર ન પડી. ભૂતકાળની ભૂતાવળીમાં રહેલા અશુભ કર્મો વેરની વસુલાત કરવા સામે આવી ગયા. હજુ ૫૧ માં વર્ષના પ્રવેશ કરવાને ૧૭ દિવસ બાકી હતા. મોટી બેનનો સુરત તરફ વિહાર નક્કી થયો. મોટીબેન અસાતા વેદનીયના ઉદયે શરીરનું સ્વાસ્થય ઘણું કથરેલુ રહેતુ હતું. છતાં પણ જયારે ફરજ સામે આવી જાય, ત્યારે પોતાના શરીરની સામે જોયું નથી.
વિહાર નક્કી થયો. નાની બેને દુભાતા દિલે, વિહાર વાટે વિદાય આપી. મોટીબેને વિદાય લીધી. વિહારના ત્રણ દિન પૂરા થયા. ચૈત્ર વદ-૭ ની સવારે, વિનયી પ્રજ્ઞશીલાજી શિષ્યા સાથે, મોટીબેન પૂ. સૂર્યપ્રભાશ્રીજી મ.સા. સૂર્ય ઉદય થતાં અકસ્માતના નિમિત્તથી કાળના ખપ્પરમાં ખપી ગયા. પરલોકવાસી થઈ ચૂકયા. આ ફાની દુનિયા છોડી દીધી. શું કહીએ ? આ કાળને ! ઘડીક હસાવે, ઘડીકમાં રડાવ !
વાયુવેગે સમાચાર ચારેકોર પહોંચી ગયા. અઘટિત આઘાતજનક અંજામ સાંભળતાં નાનીબેન તથા સઘળોય પરિવાર ચોધાર આંસુએ... કોણ કોને છાનું રાખે ? કર્મની થિયેરી જાણતાં છતાં છદ્મસ્થાવસ્થાએ સૌને રડાવી મૂકયા. હર્યો ભર્યો લીલોછમ બગીચા સરખો સમુદાયને આ કાળરાજાએ ઉજ્જડ વેરાન કરી નાખ્યો.
રે ! આ કાળને શું કહેવું ?
હે કાળમુખા કાળરાજા ? આ અમારા પરમ ઉપકારી પૂજ્યશ્રીની નિશ્રામાં અમે સૌ આશાભર્યા આરાધના કરી રહ્યા હતા. તે પણ તને ન ગમ્યું ? અમે તમારું શું બગાડ્યું ? જે અચાનક અમારા શિરછત્રને તેં ઉપાડી લીધું. જન્મથી જ સાથે ઉછર્યા, રમ્યા, જન્મ્યા, ફર્યા હર્યા. નાની વયે સંયમની કેડીએ ચાલ્યા. જે આજે પચાસ પચાસ વર્ષ સુધી સાથે વિચર્યા. અને જોડીને તોડનાર તું ? તને ઝાઝું શું કહેવું ?
નાની બેન કલ્પાંત કરતાં કહે છે - રે ! બેન ! મને એકલી મૂકીને તમે તો ચાલી નીકળ્યાં. ગુરુમાતા હા, આપ જ મારા સર્વસ્વ હતા. આપના સહારે મારી સંયમનાવ હંકારતી હતી. આપ હતા તો ગુરુમાતાની
(