________________
છતાં તાલપૂરક ! ને “દંસણા'નું ઉચ્ચારતી/ગાતી વખતે દંસણ- એમ ‘ણાને એક માત્રિક કરવો પડે છે: ત્રણ મજાના સંધિખંડો પડે છે :
ખાણ-દસણમ્ લોઅકલિયકિરિ ! યાકલાવવિ - ણાસ
છેલ્લે “ગાલ' છે. બીજા શ્લોકનું પહેલું ચરણ લો :
જય]જન્મ-મરણ/કારણમુસુમરણ/જણિયજણમણાણંદ, નથી ઉતારવું' કહ્યા પછીયે, એક અતીવ રમણીય કૃતિ તરફ ધ્યાન દોર્યા વિના નથી રહેવાતું. આઠ શ્લોકની “શ્રી અહેતુ પાર્થસ્તુતિઃ (૧૬). એક જ પાંચમો શ્લોક ઉદાહરણાર્થે. ઓ નાથ, તારે મને મત્ત જ કરવો હોય તો મન્મથે નહીં, મૃગજળ-તૃષ્ણાએ નહીં, તારી વદનજલતૃષા આ નયનોને આપ ! એ ભાવ :
વસ્મહગિડુડુમ્હાગમાયામાયણિયાએ એડિએણ,
તુહ વયણજલ પત્ત પિવાસિએણે વ શાહ ! મએ. (૫) નવમી સદીની આ કૃતિ. અગિયારસોએક વરસ પહેલાંની. આ બધી જ કૃતિઓના અનુવાદો નહીં તો ભાવાર્થોય જો અર્વાચીન ગુજરાતી કે હિંદીમાં અપાયા હોત તો આજે વધુ વ્યાપક એ થાત. ખેર, ચર્ચામાં નથી પડવું. નહીં તો દર એક કૃતિ પર કાંઈક ને કાંઈક કહેવું પડે એમ છે. ઉપકારક નોંધ સંપાદકોએ આપી છે જ. નાદ ને વાણીનું પાણિગ્રહણ સુતકાળ આર્યા
આ કાળ પણ ઠીક-ઠીક લાંબો છે દોઢ-બે હજારેક વર્ષ ખરાં. “વસન્તતિલકા', “શિખરિણી', શાર્દૂલ’, ‘ગ્નગ્ધરા' અને જેનું જૂનું નામ જ હતું, ‘વિલંબિતગતિ” (“બૂપિ૦ ૯૮૦) તે “પૃથ્વી એવાં લાંબા અને એમાંના પૃથ્વી જેવા તો અયતિક થઈ શકે એવા, સયતિક-અયતિક કૈંક છંદોનું બાહુલ્ય જામ્યું હતું તેમાં સ્વતંત્ર રીતે જેની નોંધ લીધા વિના ન જ ચાલે તે તો ગાથા કે આર્યા. જયદેવની લયદેહા સરસ્વતી તો બહુ મોડી (બારમી સદીના અરસામાં) પ્રગટી, પણ તે પહેલાં પાંચમીથી આઠમીમાં કાલિદાસ-ભવભુતિ જેવાની વાણીનું જે લાલિત્ય પ્રગટ્યું તેમાં આ સુત્તકાળની લલકાર પ્રધાન છંદોરચનાઓનો પ્રભાવ નાનો-સૂનો નહીં હોય. ક્ષેમેન્દ્ર ડોલી ઊઠ્યો ને બોલી ઊઠ્યો –
“ભવભૂતે શિખરિણી નિરર્ગલતરંગિણી, રુચિરા ઘનસંદર્ભે યા મયૂરીવ નૃત્યતિ; (કે. હ. એ ટાંક્યો ઃ પ૦ ઐ૦ આઈ', પૃ.૨૧૮)
૨૯