________________
-સુ-તિ સિત્નો થતિમો, મff નાવ હૃત્તિ સત્તવા
देविंदत्थवमादि तेण परं थुत्तया होति ॥ પ્રસ્તુત આર્યા થારાપદ્રીય ગચ્છના વિદ્વાનું વાદિવેતાલ શાંતિસૂરિ (ઇ.સ.૧૦૪૦)ની ઉત્તરાધ્યયસૂત્ર પરની સ્વકૃત વૃત્તિમાં ઉદ્ધત થયેલી છે. તેનો અર્થ આચાર્ય મલયગિરિ (કર્મકાલ પ્રાયઃ ઇસ્વી ૧૧૪૦-૧૧૮૫)એ સ્વરચિત વૃત્તિમાં નીચે મુજબ સમજાવ્યો છે :
एकश्लोका द्विश्लोका त्रिश्लोका वा स्तुतिर्भवति । परतश्चतुःश्लोकादि स्तवः । अन्येषामाचार्याणां मतेन एकश्लोकादिः सप्तश्लोकपर्यंता स्तुतिः । ततः पराष्टश्लोकादिकाः स्तवाः ।
અર્થાત્ એક, બે, ત્રણ પદ્ય(ના સમૂહથી) “સ્તુતિ’ ઉદ્દભવે છે; ચાર, અને તે ઉપરનાં પધોના સંયોજનથી “સ્તવ' સર્જાય છે. અન્ય આચાર્યોના મતે એકથી સાત પદ્ય સુધી “સ્તુતિ અને આઠ પદ્ય અને તેથી વધારે પદ્ય ધરાવતી રચના હોય તે “સ્તવ' ગણાય. ‘સ્તવ’ અને ‘સ્તોત્ર' વચ્ચે રહેલો ભેદ શાંતિસૂરિએ આ પ્રમાણે કર્યો છે :
सक्कयभासाबद्धो गंभीरत्थो थओ त्ति विक्खाओ । पाययभासाबद्धं थोत्तं विविहेहिं छंदेहिं ॥
- चेइयवंदणभासं ८४१ એટલે કે સંસ્કૃત ભાષામાં બાંધેલી, ગંભીર અર્થ (એવં શબ્દ) યુક્ત જે સ્તુત્યાત્મક રચના હોય તે “સ્તવ' નામે પ્રસિદ્ધ છે; અને પ્રાકૃત ભાષામાં વિવિધ છંદોમાં નિબદ્ધ હોય તે “સ્તોત્ર”1.
તપાગચ્છીય જગચ્ચન્દ્રસૂરિશિષ્ય દેવેન્દ્રસૂરિ (ઇસ્વી ૧૩મી શતી દ્વિતીય ચરણથી લઈ ઇ.સ. ૧૨૭૧) એ “સ્તોત્ર'ની લક્ષણથી સામાન્ય વ્યાખ્યા આ પ્રમાણે બાંધી છે. गंभीरमहुरसदं महत्थजुत्तं हवइ थुत्तं ॥
- चेइयवंदणभासं ५८ અથવા ગંભીર અને મધુર શબ્દોમાં (ગુંફિત), ગહન અર્થ-યુક્ત (સ્તુત્યાત્મક રચના તે) ‘સ્તોત્ર'૧૨. “સ્તવ અને “સંસ્તવ’ વચ્ચે કોઈ ફરક છે કે નહીં તેની સ્પષ્ટતા નથી મળતી; પણ લાંબા કાળથી નિર્ગસ્થ જૈન સમાજમાં મરુ-ગુર્જર, જૂની ગુજરાતી, રાજસ્થાની અને ગુજરાતી તથા હિંદીમાં રચાયેલી સ્તુતિઓને સામાન્ય રીતે “સ્તવન' માનવામાં આવે છે.
“સ્તવ’ સાધારણતયા જિનચૈત્યમાં વંદન સમયે તથા કાયોત્સર્ગ કર્યા બાદ બોલાય તેવી પ્રથા શ્વેતાંબર પરિપાટીમાં છે. ૧૩ સંભવતયા રાજગચ્છીય, વાદીચૂડામણિ ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય, પ્રદ્યુમ્નસૂરિના વિચારસારપ્રકરણ (પ્રાયઃ ઇસ્વી ૧૧૯૦-૧૨૨૫)માં વ્યવહારચૂર્ણિ (પ્રાયઃ ઇસ્વી સપ્તમી સદી અંતિમ ચરણ)નો હવાલો આપી કહ્યું છે કે પ્રતિક્રમણાદિ વિધિઓમાં, અહદંડકાદિના સંદર્ભમાં, કરવામાં આવતા કાયોત્સર્ગોને અંતે જે કહેવાય છે તે સ્તુતિ : યથા;૧૪