________________
પાત્ર મનાય છે. ઉપલબ્ધ આગમ સાહિત્યમાં મળતી ચાર પ્રાચીનતમ રચનાઓ (જેમાંથી અહીં પહેલી ત્રણને તેના સંભાવ્ય અસલી અર્ધમાગધી રૂપમાં પરિવર્તિત કરી) રજૂ કરી છે.
અર્ધમાગધી ઉપરાંતનાં પ્રાકૃત સ્તોત્રો મહારાષ્ટ્રીમાં રચાયાં છે; અને તે આ ગ્રંથ માટે સીમિત કરેલા કાલફલકમાં, પાંચમા શતકના મધ્યભાગથી લઈ છેક નવમા શતકના અંત સુધી, ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત તમામ રચનાઓ છંદોબદ્ધ છે. તેમાં મોટા ભાગની અનુષ્ટ્રમ્ અને આર્યાદિ વૃત્તોમાં નિબદ્ધ છે. (અપવાદ રૂપેણ અજિતશાંતિસ્તવ ૨૬ જેટલા વિવિધ છંદોમાં રચાયેલું છે.) આ રચનાઓમાં કેટલેક સ્થળે કાવ્યગુણો જરૂર દેખા દે છે. આવી કુલ નાની મોટી ૧૯ રચનાઓનો અહીં સમાવેશ કર્યો છે, જેમાંથી બે-ત્રણ અલબત્ત જાણીતી છે. બાકીની કાં તો કથાસાહિત્ય અંતર્ગત ગૂંથાયેલી છે, યા તો સ્વતંત્ર સ્તુતિરૂપે સર્જાયેલી જણાય છે. આમાં બેએક માંત્રિક છે, બાકીની શુદ્ધ સાત્ત્વિક, આધ્યાત્મિક, અને ઉપાસનાની દષ્ટિએ, કેવલ ભક્તિભર્યા નમસ્કારના ભાવરૂપે, રચાયેલી છે.
સંસ્કૃતની તુલનામાં પ્રાકૃતમાં સ્તુત્યાદિ રચનાઓ એકંદરે કમ થયેલી, અને તેમાં જે પ્રાચીનતર છે તે તમામ ઉત્તરની નિર્ગસ્થ શ્વેતાંબર પરંપરાના સાહિત્યમાં જ મળે છે. દાક્ષિણાત્ય પરંપરામાં કુંદકુંદાચાર્યની મનાતી થોડીક પ્રાકૃત “ભક્તિ મળે છે, પણ તેમાંથી કોઈ પણ દેશમાં શતકથી પ્રાચીનતર હોવાનું લાગતું નથી અને તેમાં કુંદકુંદાચાર્યની વિશિષ્ટ શૈલીનાં અને દાર્શનિક-તાત્ત્વિક વિભાવોનાં દર્શન પણ થતાં નથી, તેમ જ કાવ્યગુણોનો પણ તેમાં અભાવ છે. એ કારણસર અહીં આ પ્રથમ ખંડ માટે પસંદ કરેલી પ્રાકૃત કૃતિઓમાં તિલોયપણ7ીની આદિમંગલરૂપે અપાયેલી સ્તુતિ સિવાય કોઈ જ યાપનીયદિગંબરમાન્ય પ્રાકૃત કૃતિઓનો સમાવેશ સંભવિત થઈ શક્યો નથી.
આ યુગમાં સ્વતંત્રરૂપે રચાયેલી અપભ્રંશ સ્તુતિઓ મળતી નથી; તેમ જ શ્વેતાંબર કર્તાની અદ્યાવધિ કોઈ જ જૂની સ્તુત્યાત્મક (કે અન્યથા) રચના પણ પ્રાપ્ત થઈ નથી. પરંતુ યાપનીય ઉપાસક કવિ સ્વયંભૂદેવના પઉમચરિઉ અંતર્ગત જે સ્તુતિઓ મળે છે તેમાંથી ૧૧ને અહીં સમાવી લીધી છે.
સંગૃહીત કૃતિઓનાં અભિધાન તથા સ્રોત વિષે નિર્દેશ કરી, તેની આંતરિક વસ્તુ, સંરચના, છંદાદિ વિષે તેની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમાં સંક્ષિપ્ત વિચારણા કરી, ગ્રન્થાંતે તેના મૂળ પાઠો પ્રસ્તુત કરીશું. () આગમિક અર્ધમાગધી સ્તવો
(૧) સૂત્રકૃતાંગ (પ્રથમ સ્કંધ) અંતર્ગત “મહાવીર સ્તવ”. (૨) આવશ્યક સૂત્ર અંતર્ગત દ્વિતીય આવશ્યક “ચતુર્વિશતિ જિનસ્તવ” (૩) અનેક આગમો અંતર્ગત પ્રવિષ્ટ “નમોસ્તુ-સ્તવ” અપરનામ “પ્રણિપાત દંડક (૪) દેવવાચક કૃત નંદિસૂત્રનું સ્તુતિરૂપ “મંગલ”
આ સિવાય પ્રકીર્ણક આગમિક ગ્રંથોમાં એક વરસ્તુતિની ગણતરી થાય છે, પણ તે વાસ્તવિક
૫૯