________________
૪. નિર્ગસ્થ સંસ્કૃત સ્તવ-સ્તુતિ-સ્તોત્રોનાં કર્તાઓ
લેખનની બ્રાહ્મણીય કિંવા વેદવાદી પરંપરા તો પાછળ કહી ગયા તેમ વૈદિક યુગથી જ, અને પ્રાયઃ પૂર્ણતયા, સંસ્કૃતાવલંબી હતી. શ્રમણપરંપરામાં જોઈએ તો, ઉપલબ્ધ પ્રમાણો અનુસાર, ભારતના વાયવ્ય પંથકમાં વિચરતા બૌદ્ધ ભિક્ષુસમુદાયે ઇસ્વીસનના આરંભ પૂર્વેના કાળમાં ત્રિપિટકોને પાલિ (માગધી) ને સ્થાને સંસ્કૃતમાં રચ્યાં (જનો આજે તો અત્યલ્પ અંશ જ ઉપલબ્ધ બન્યો છે.) તે પછી ત્યાં કુષાણયુગના આરંભે, ગંધારદેશમાં, સંસ્કૃતમાં બુદ્ધચરિત, સૌંદરનંદ, વજસૂચિ આદિના કર્તા મહાકવિ અશ્વઘોષ તેમ જ સ્તુતિકાર માતૃચેટ થઈ ગયા, અને પ્રાયઃ તેમના સમકાલમાં આંધપ્રદેશમાં, સાતવાહનયુગમાં, સભાષ્ય મધ્યમકકારિકા આદિ અનેક દાર્શનિક-તાત્ત્વિક ગ્રંથોની રચના કરનાર બૌદ્ધ તત્ત્વવેત્તા નાગાર્જુન થયા. એ કાળે સંસ્કૃત લેખનની પરંપરાને કાશ્મીરી વૈભાષિક, તદુપરાંત સૌત્રાંતિક, યોગાચાર આદિ સંપ્રદાયોના કુમારલાતાદિ વિદ્વાનો, અને આર્યશૂર, આર્યદિવ, આદિ બૌદ્ધ તત્ત્વજ્ઞાની સ્તુતિકારોએ આગળ ધપાવી; જેમાં સુરતમાં જ પછી આર્ય અસંગ, વસુબંધુ, લલિતવિસ્તરના અજ્ઞાત કર્તા, દિનાગ, આદિ અનેક જ્ઞાત-અજ્ઞાત વિદ્વાનો થઈ ગયા; અને છેવટે ગુણોત્તરકાળમાં ધર્મપાલ, ધર્મકીર્તિ, અને પ્રાફમધ્યકાલમાં સંઘરક્ષિત આદિ દિગ્ગજ દાર્શનિક વિદ્વાનો દ્વારા સંસ્કૃતમાં અનેક પ્રૌઢ ગ્રંથોની રચના થઈ.
બીજી બાજુ પ્રાકૃત-પરસ્ત નિન્યો પોતાની રચનાઓમાં સંસ્કૃતમાં પ્રણયન કરવા બૌદ્ધો પછી ચારસોએક વર્ષ બાદ જાગ્યા ! એક તો પૂરા ભારત, મધ્ય એશિયા, અને સિંહલદ્વીપ, બ્રહ્મદેશ, મલયદ્વીપ,યવદ્વીપ, કંબોજ અને ચંપા સમેત દ્વીપાંતરમાં ફેલાયેલા બૌદ્ધોને મુકાબલે નિર્ગસ્થ ધર્મના અનુયાયીઓની સંખ્યા ઘણી ઓછી હતી, અને ભારતવર્ષ અંતર્ગત જ સીમિત રહેલી; અને તેમાં વળી નાન્ય, પાણિતલભોજન, પૂર્ણ અપરિગ્રહ, ઘોર તપશ્ચર્યા આદિ અત્યંત કઠોર ચર્યા/સામાચારીના પાલક હોવાને કારણે મુનિઓ દ્વારા ધર્મનો વિશેષ પ્રચાર થવા કે વિદ્વત્તાદિ કેળવવા, ગ્રંથાદિનાં મૌલિક સર્જનો કરવા આદિ પ્રવૃત્તિઓ માટે એ પરમ વિરાગી, તપસ્વી, આત્માર્થીઓને કમ અવકાશ મળતો હોવાનું અનુમાન થઈ શકે છે. છતાં ગુપ્તકાળના આરંભે, સંસ્કૃત પરિપાટીને પ્રાયઃ સમગ્ર ઉત્તર ભારતમાં મળેલા બહોળા પ્રશ્રય અને સાર્વત્રિક પ્રચારને કારણે, નિર્ગળ્યોએ પણ સંસ્કૃતમાં લખવાનો પ્રારંભ કર્યો અને પછીથી તો પશ્ચિમ ભારતમાં ચૈત્યવાસયુગ અને દક્ષિણ ભારતમાં મઠવાસયુગમાં, તેમ જ તે કાળ પછીથી પણ એ પ્રવૃત્તિની નિરંતરતા સદીઓ સુધી ચાલુ રહી, જેના પરિપાક રૂપે સંસ્કૃતમાં અનેક પ્રદાનો નિર્ઝન્ય કર્તાઓ દ્વારા અપાતાં રહ્યાં. એ કૃતિઓના સંગ્રથનને તપાસતાં તેમાં કેટલાક કર્તાઓનાં સંસ્કૃત ભાષા, વ્યાકરણ, સંગુંફન-ક્રિયા આદિ પરનાં પ્રૌઢ એવં પ્રકાંડ પ્રભુત્વ, અને શૈલીવિષયે ઉચ્ચતમ સ્તરની પહોંચ સ્પષ્ટ રીતે તરી આવે છે.
સંસ્કૃત સાહિત્યના ખેડાણનું એક ક્ષેત્ર હતું સ્તુતિ-સ્તોત્ર, જેમાં સંસ્કૃતનો ઉપયોગ કરવામાં મોડા પડ્યા હોવા છતાં નિર્ગળ્યો બ્રાહ્મણીય અને બૌદ્ધ કવિવરોની બરોબરીમાં ઊભા રહી શકેલા. ઉપલબ્ધ