________________
સરસ, સંગુંફનની દૃષ્ટિએ અત્યુત્તમ, ભાવભંગિમા ઉપલક્ષમાં ઉમદા, અને અર્થની દૃષ્ટિએ મર્મીલ, ગૌરવશીલ, એવું વિમલ કૃતિઓનાં સર્જન કર્યા છે, જેમાંના ઘણાખરાંની ગુણવત્તાની તોલે પછીની એ વિષય પરિલક્ષિત શ્વેતાંબર કૃતિઓ આવી શકી નથી. આ મધ્યાંતરના ગાળામાં સમતભદ્ર, પૂજ્યપાદ દેવનંદી, પાત્રકેશરી, જટાસિંહનંદી અને અકલંકદેવનાં નામો ખાસ આગળ તરી આવે છે. એમનાં નોંધપાત્ર પ્રદાનો નિર્ઝન્થ સ્તુતિસ્તવના ઇતિહાસમાં અગત્યનાં સીમાચિહ્નો બની રહે છે. એ સૌની વિશિષ્ટ કૃતિઓના આકલન પૂર્વે એમનાથી પ્રાચીન અને પ્રતિષ્ઠિત એવા મહાન્ સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર વિષે અહીં કંઈક લંબાણપૂર્વક જોઈ જશું: ખાસ કરીને એટલા માટે કે એમના સમય, સંપ્રદાય અને સર્જનોના સંબંધમાં ક્યાંક અજ્ઞાનવશ તો ક્યાંક સાંપ્રદાયિક વિવશતાને કારણે ઘણીક સાચીખોટી સમસ્યાઓ ઊભી થયેલી છે, ક્યાંક તો ચાલી ચલાવીને ખડી કરી દેવામાં આવી છે. જોકે એ પાસાંઓ પર અહીં સંપૂર્ણ, સર્વાગીણ સમીક્ષા માટે અવકાશ નથી, પરંતુ જરૂર જોગી ચર્ચા અવશ્ય કરીશું. સાથે સાથે જેમણે સંસ્કૃતમાં લખ્યું હોય, પરંતુ તેમની કોઈ સ્તુત્યાત્મક કૃતિઓ જાણમાં આવી ન હોય તેવા નિર્ગસ્થ કર્તાઓની પણ, જેમ ઉમાસ્વાતિ સંબંધમાં કરી ગયા તેમ, ઊડતી નોંધ લઈ લેવામાં આવશે. (૧) સિદ્ધસેન દિવાકર (સંભવતઃ ઇસ્વી ૩૮૦-૪૪૪)
નિર્ઝન્ય ક્ષેત્રે વાચક ઉમાસ્વાતિ બાદ એક મેધાવિન્, જ્યોતિખાનું, દાર્શનિક વિભૂતિનો ઉદય થયો, જેમણે પ્રથમ જ વાર સંસ્કૃત ભાષામાં જિનસ્તુતિઓ તથા અનેક આગમિક-દાર્શનિક તાર્કિક વિષયો પર પ્રકરણરૂપેણ દ્વાત્રિશિકાઓની રચના કરી. તદતિરિક્ત “નય” એટલે કે “સ્થાનકોણ” (standpoint)ના પ્રકારોના સ્વભાવ પરથી નિષ્પન્ન બે વર્ગો પાડી, તેના વ્યવસ્થિત રીતે, તેમ જ તેમાંથી શુદ્ધ તાર્કિક દૃષ્ટિએ, નીપજી શક્તા નિષ્કર્મોની ચર્ચા સંસ્કૃતમાં નયાવતાર (વર્તમાને અનુપલબ્ધ) તેમ જ પ્રાકૃતમાં સન્મતિપ્રકરણ નામક આર્યા પદ્યોમાં નિબદ્ધ ગ્રંથમાં કરી છે. છેલ્લા ગ્રંથમાં તેમણે સર્વજ્ઞના જ્ઞાનદર્શનનો ઉપયોગ સ્વભાવથી, અંતરંગથી કેવો હોય છે તે વિષે પણ સતર્ક નિર્ણય કરી, પુરાણા ક્રમિકવાદ', અને પછીના “યુગપતવાદને સ્થાને “એકોપયોગ” અથવા “અભેદવાદને પ્રતિષ્ઠિત કર્યો. તેમ જ વિવિધ નયોના દૃષ્ટિકોણોને લક્ષમાં રાખી નિર્ઝન્થોના પ્રસિદ્ધ સિદ્ધાન્ત “અનેકાંતવાદનો પાયો નાખ્યો. (સિદ્ધસેનને નામે ચડેલ (પરંતુ તેમની નહીં તેવી) નિર્ગુન્શન્યાયની કૃતિ ન્યાયાવતાર, શસ્તવ, તથા સુપ્રસિદ્ધ કલ્યાણમંદિર-સ્તોત્ર તેમની કૃતિઓ નથી તે અંગે અન્યત્ર (દ્વિતીય ખંડમાં) યથાસ્થાને ચર્ચા થઈ છે.)
સિદ્ધસેન સંબદ્ધ આનુશ્રુતિક વૃત્તાંતો કેવળ ઉત્તરની નિર્ગસ્થ પરંપરાની એક શાખા-શ્વેતાંબર-ના મધ્યકાલીન કથા એવં ચરિત-પ્રબંધ-કલ્પાદિ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. એ સંબંધનાં મુખ્ય સ્રોતો છે અજ્ઞાતગચ્છીય ભદ્રેશ્વરસૂરિની પ્રાકૃતમાં રચાયેલ કહાવલિ (પ્રાયઃ ઇસ્વી દશમ શતક ઉત્તરાર્ધ), આશ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશવૃત્તિ (ઇ.સ. ૧૧૩૩) અંતર્ગત “કુડુંગેશ્વર-નાભયદેવકલ્પ”, અને હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિનો પ્રબન્ધકોશ (ઇ.સ.૧૩૪૯) મુખ્ય છે. આ સિવાય પણ ૧૪મી અને ૧૫મી સદીની કેટલીક છૂટીછવાઈ નોંધો મળે તો છે પણ તે સૌ ગૌણ, અમુકશે પૂર્વગ્નોતો પર આધારિત, અધકચરી, તેમ જ કેટલીક તો ગડબડ્યુક્ત છે અને એથી તે સૌ સાંપ્રત આલોકનમાં ઉપયુક્ત નથી.
૮૭