________________
ઉપર્યુક્ત સાધનોમાંથી પ્રાપ્ત થઈ શકતી સિદ્ધસેન-વિષયક ઐતિહાસિક માહિતી વિશેષ નથી. તેને સંક્ષિપ્તમાં આ રીતે રજૂ કરી શકાય ? (૧) ઉજ્જયનીના વિદ્વાનું અને વાદપ્રિય બ્રાહ્મણ સિદ્ધસેને, નિર્ગાચાર્ય આર્ય ઔદિલ-શિષ્ય
વૃદ્ધવાદિ સાથેના વાદમાં પરાજિત થતાં, એમની પાસે નિર્ગસ્થ મુનિરૂપણ પ્રવ્રયા ધારણ
કરી;
(૨) નિર્ઝન્થ આગમો પ્રાકૃત(અર્ધમાગધી)માં હોઈ લોકોમાં (એ સંસ્કૃતપ્રવણ યુગના સુશિક્ષિત
સમાજમાં) તે હાંસીપાત્ર બનેલા સિદ્ધસેને તેને સંસ્કૃતમાં પરિવર્તિત કરવા ઉજ્જયનીમાં સંઘ પાસે અનુમતિ માંગી. સંઘના મોવાડીઓએ એ માંગનો અસ્વીકાર કર્યો અને લોકભાષામાં વ્યક્ત થયેલી જિનવાણીને લઘુતા અર્પનાર અને એથી એવો અનુચિત અઘટિત વિચાર રજૂ કરવા માટે સિદ્ધસેનને “પારાંચિક” પ્રાયશ્ચિત આપ્યું. જેને કારણે તેઓ કેટલાંક વર્ષ માટે સંઘ બહાર મૂકાયા. એ કાળ દરમિયાન એમની વિદ્વત્તા, વાદપટુતા, અને કવિપ્રતિભાને કારણે તેમને વિક્રમાદિત્યની સભામાં સ્થાન મળ્યું. ત્યાં તેમણે સમ્રાટને ઉદ્દેશીને, તેમના યશને બિરદાવતી ઉક્તિઓ (ગુણવચનદ્ધાત્રિશિકા,
ક્રમાંક ૧૧), રચેલી. (૩) એમણે સંસ્કૃતમાં (ઉપરકથિત ગુણવચનદ્વત્રિશિકા સમેત) બત્રીસ બત્રીસીઓ (વંશમ્
શિવ:) રચી અને પ્રાકૃતમાં સન્મતિતર્ક નામના અપૂર્વ નિગ્રંથ-દાર્શનિક ગ્રંથની રચના કરી. (પ્રબંધોમાં નહીં કહેલ અને) હાલ અપ્રાપ્ય નયાયાવતાર ગ્રંથનું પણ પ્રણયન એમણે કરેલું
એવો તર્ક થઈ શકે છે. (૪) તેમનું દક્ષિણાપથમાં પ્રતિષ્ઠાનપુર(પઠણ)માં નિધન થયું.
સિદ્ધસેન દિવાકરના યથાર્થ સમય, કૃતિઓના કર્તૃત્વ, તેમ જ સંપ્રદાયના વિષયમાં ઘણાં મતમતાંતરો વર્તમાન સદીની ચર્ચાઓમાં પ્રસ્તુત થયાં છે જેની હવે વિગતવાર સમીક્ષા કરીશું. કવિની રચનાઓ:
() નિર્ગસ્થ ન્યાયનો સુવિકૃત ગ્રન્થ ન્યાયાવતાર એમની રચના હોવાનો શ્વેતાંબર સંપ્રદાયમાં મધ્યકાળથી મત રહ્યો છે અને વર્તમાનમાં પં.સુખલાલજી અને પં.બેચરદાસ દોશી એવં શ્વેતાંબર વિદ્વદ્ મુનિગણ, પિનાકિન દવે અને હવે સાગરમલ જૈન આદિને પણ એ જ વસ્તુ અભિમત છે; પણ ૫.જુગલકિશોર મુન્નાર સરખા દિગંબર વિદ્વાનો તે વાત નિમ્નલિખિત કેટલાંક કારણોસર માનતા નથી :
(૧) દિગંબર સંપ્રદાયમાં તેની કોઈ જ માન્યતા નથી.
(૨) સમંતભદ્રના મનાતા) રત્નકરણ્ડકશ્રાવકાચારનું નવમું પદ્ય ન્યાયાવતારની નવમી કારિકરૂપે જોવા મળે છે.