________________
(૩) સમતભદ્રની પ્રસિદ્ધ કૃતિ દેવાગામસ્તોત્ર અપનામ આપ્તમીમાંસા (પ્રાયઃ ૫૫૦-૬00) નું પદ્ય ૧૦૨, ન્યાયાવતારની કારિકા ૧૧ રૂપે સંમિલિત કરવામાં આવ્યું છે.
(૪) સાતમી સદીમાં થયેલા દિગંબર વિદ્વાનું પાત્રકેસરીસ્વામિની રચના (હાલ અપ્રાપ્ય ત્રિલક્ષણકદર્શન)માંથી બૌદ્ધ દાર્શનિક સંઘરક્ષિત અવતારેલ ઉદ્ધરણ ન્યાયાવતારની કારિકા ૨૨ના પ્રથમ ચરણ સાથે અર્થ અને અમુકાશે શબ્દોમાં મળતું આવે છે.
આ કારણસર ન્યાયાવતારના કર્તા ઇસ્વીસનના ૭મા શતક બાદ જ થયેલા હશે તે જોતાં પ્રસ્તુત રચના સિદ્ધસેન દિવાકરની હોવાનો કોઈ સંભવ નથી.
અમે પણ એ વાત સાથે પૂર્ણતયા સહમત છીએ. તે અંગે અમારા તરફથી વિશેષ યુક્તિઓ નીચે મુજબ પ્રસ્તુત કરીશું.
(૧) મલવાદિના દ્વાદશાનિયચક્રમાં સિદ્ધસેનના સન્મતિપ્રકરણના ઉદ્ધરણો છે જ, પણ ન્યાયાવતારના ઉદ્ધરણ કે પરામર્શ વરતાતાં નથી; એ જ રીતે પ્રસ્તુત ગ્રન્થ પરની સિંહજૂર ક્ષમાશ્રમણની વિસ્તૃત અને વિશદ ટીકા (પ્રાય: ઈસ્વી ૬૭૫-૬૯૦)માં ઠેકઠેકાણે સન્મતિ તેમ જ દ્વાáિશિકાઓમાંથી અવતરણો જોવા મળે છે, પણ ન્યાયાવતારની એક પણ કારિકા ઉદ્ધત નથી. વિશેષમાં હરિભદ્રસૂરિની અનેકાન્તજયપતાકાના મૂળમાં કે સ્વોપજ્ઞવૃત્તિમાં પણ ન્યાયાવતારનો કોઈ જ પરિચય વરતાતો નથી તે વાત આશ્ચર્યજનક છે. એવી જ પરિસ્થિતિ દાક્ષિણાત્ય નિર્ચન્થપરંપરાના મહાન્ દાર્શનિક ભટ્ટઅકલંકદેવના મૂળ ગ્રંથો તેમ જ તેની સ્વોપજ્ઞ ટીકાઓમાં પણ પ્રવર્તે છે. ન્યાયાવતારની પ્રથમ કારિકાનું આદિ ચરણ પ્રમાાં વપરામાપી જ્ઞાનં વાધ વિનતું એક એવું સાર્થક, પ્રશસ્ત અને મૂલ્યવાન કથન છે કે તેની ઉપયુક્તતા, પ્રસ્તુતતા, પ્રાસંગિક્તા ઉપર્યુક્ત દાર્શનિક પંડિતોના લખાણોમાં અનેક સ્થળે હોવા છતાં તેનો જરા સરખો પણ ત્યાં નિર્દેશ નથી! (અન્યથા અકંલકદેવે સિદ્ધસેનની દ્વાત્રિશિકામાંથી પણ ઉäક્તિ કર્યું છે.) પછીથી ૧૧મી સદીમાં ચંદ્રગચ્છીય જિનેશ્વરસૂરિએ અને ૧૨મી સદીમાં પૂર્ણતલ્લગચ્છીય શાંતિસૂરિએ ક્રમશઃ પ્રમાલમ અને ન્યાયાવતારવાર્તિક એ જ પ્રથમ કારિકાને આધાર બનાવી રચ્યાં છે. આ કારણોસર તો ન્યાયાવતાર હરિભદ્રાદિ વિદ્વાનો બાદ જ અને ૧૧મી સદી પહેલાં થયા હોવા ઘટે.
(૨) પં.દલસુખ માલવણિયાએ બતાવ્યું છે કે ન્યાયાવતારની કારિકા ૧૦ અને દિગ્ગાગ (પ્રાયઃ .સ.૪૫૦-૫૦૦)ની એક કારિકા (જરા શબ્દાંતર સાથે) વચ્ચે ઘણું સામ્ય છે; અને (સમ્ય)જ્ઞાન તે જ બાધ વિવર્જિત હોય તેવો વિભાવ મીમાંસક કુમારિક ભટ્ટ (પ્રાયઃ ઇસ્વી ૫૫૦-૬૨૫)ના મીમાંસા શ્લોકવાર્તિકમાં મળે છે. આ જોતાં ન્યાયાવતારકાર ઇસ્વી છઠ્ઠી શતી બાદ જ થયા હોવા ઘટે.
(૩) ન્યાયાવતારની કારિકામાં “ચાદ્વાદ”નો ઉલ્લેખ છે, જે પરિભાષાનો ન તો નિર્ચન્થદર્શન સંબદ્ધ ઉપલબ્ધ સિદ્ધસેનીય કાત્રિશિકાઓમાં કે ન તો સિદ્ધસેનના સન્મતિમાં ઉલ્લેખ થયો છે. સન્મતિપ્રકરણમાં સ્યાદ્વાદનો ઉલ્લેખ છે જ નહીં પણ એને બદલે “અનેકાંત' શબ્દ જોવા મળે છે.
૮૯