________________
નિબદ્ધ, પદ્ય-કૃતિઓનું પણ છે. તેમાં કાવ્યસુલભ સુષમા, પ્રસાદ, માધુર્ય, લાલિત્ય આદિ લક્ષણો પ્રાયઃ અનુપસ્થિત છે.
ઉમાસ્વાતિએ વસ્તુતયા કોઈ સ્વતંત્રરૂપેણ સ્તોત્ર વા સ્તુતિ રચી હોય તેવું દષ્ટાંત ઉપલબ્ધ નથી; પરંતુ તત્વાર્થાધિગમસૂત્રની ઉપોદ્યાત-કારિકાઓમાં ગ્રંથરચનાનો હેતુ સમજાવતી સિદ્ધાર્થરાજાના કુલમાં અવતરણ, તેમની સ્વયમેવ સંબોધિપ્રાપ્તિ ઇત્યાદિનું કથન કારિકા ૫થી ૨૦ સુધી કર્યા બાદ તેમને ૨૧મી કારિકામાં વંદના દીધી છે; પરંતુ આને શુદ્ધ મંગલ પણ કહેવાય તેમ નથી, અને સ્તુતિ પણ નહીં. આમાં પછીની એ બંને પ્રથાઓનાં બીજ રહેલાં છે તેટલું જ કહી શકાય. આદ્ય સ્તુતિકારરૂપે શ્વેતાંબર પરંપરામાં પરિપાટિથી ગુપ્તકાળના સિદ્ધસેન દિવાકર મનાય છે, અને દિગંબર સંપ્રદાયના વર્તમાન કાળના વિદ્વાનો એ સ્થાન સ્વયુધ્ધ સમંતભદ્રને, ઇસ્વી બીજી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું ઠરાવીઠસાવી, અર્પે છે. (એમનો વાસ્તવિક સમય છે – ઇસ્વી સન્ ૨૫૦-૬00).
અહીં પ્રથમ ખંડમાં સિદ્ધસેન દિવાકર, સ્વામી સમંતભદ્ર, માનતુંગાચાર્ય, પાત્રકેસરી, પૂજ્યપાદ દેવનંદી, જટાસિંહનંદી, રવિષેણ, ભટ્ટ અકલંક દેવ, મહાકવિ ધનંજય, હરિભદ્રસૂરિ, ભદ્રકીર્તિ (બપ્પભટ્ટી સૂરિ), પુન્નાટસંઘીય જિનસેન, અને પંચતૂપાન્વયી જિનસેન, એમ કુલ ૧૩ જ્ઞાત કર્તાઓની (અને કોઈ કોઈ અજ્ઞાતકર્તાઓની) ઇસ્વી ૪૦૦-૯૦૦ વચ્ચેના પાંચસો વર્ષના ગાળામાં રચાયેલી, બધી મળીને ૪૦ કૃતિઓ લેવામાં આવી છે. એનું ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકન કરી જતાં એક વાત સ્પષ્ટ છે કે સિદ્ધસેન દિવાકર, સંભવતઃ માનતુંગ, અને નિશ્ચયતયા હરિભદ્ર અને ભદ્રકીર્તિને બાદ કરતાં બાકીના તમામ કર્તાઓ દાક્ષિણાત્ય છે. તેમાં જટાસિંહનંદી અને રવિષેણ મોટે ભાગે યાપનીય સંઘમાં થઈ ગયેલા અને પુન્નાટસંઘીય જિનસેન પણ કદાચ કોઈ દિગંબરેતર શાખામાં થયા હોય. બાકીના બધા જ દિગંબર સંપ્રદાયના સંઘો-ગણોમાં થઈ ગયેલા. અવલોકન શરુ કરતાં પહેલાં એક એ વાતની નોંધ લેવી ઘટે કે એ યુગના બ્રાહ્મણીય સ્તુતિકારોમાં કાલિદાસ, કવિ મયૂર અને બાણભટ્ટ સરખા કવિવરોની થોડીક કૃતિઓ, અને બૌદ્ધોમાં ઉપલબ્ધ છે તેમાં સર્વજ્ઞમિત્ર સરખા વિરલ અપવાદો છોડતાં નિર્ચન્થોને મુકાબલે આજે પ્રસ્તુત કાળનું ઓછું સ્તુત્યાત્મક સાહિત્ય જોવામાં આવે છે.
શ્વેતાંબર સંપ્રદાયમાં ગુણોત્તર કાળ (ઇસ્વી છઠ્ઠી ઉત્તરાર્ધથી લઈ સાતમી સદી સુધી)માં જ્ઞાતઅજ્ઞાત વિદ્વાનો તો સારી સંખ્યામાં થઈ ગયેલા; પણ તેમાંના મોટા ભાગના તો આગમો પર પ્રાકૃતમાં નિર્યુક્તિઓ, ભાષ્યો, અને પ્રાકૃત (કે સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત)માં ચૂર્ણિઓ, તો કેટલાક વળી દાર્શનિક ગ્રન્થોના પ્રણયનમાં પ્રવૃત્ત રહેલા, તો પ્રાફમધ્યકાળમાં પ્રાકૃત અતિરિક્ત સંસ્કૃતમાં લખનારાઓ એક તરફથી વૃત્તિઓ, ટીકાઓ રચવામાં અને બીજી તરફ પ્રાકૃતમાં ચરિતો-કથાઓ-કથાનકો રચવામાં રોકાઈ રહેલા. આમ ઈસ્વીસનની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થયેલા માનતુંગાચાર્ય અને આઠમા શતકના ઉત્તરાર્ધ અને નવમા શતકના પ્રથમના ચાર દાયકામાં થઈ ગયેલા ભદ્રકીર્તિસૂરિ વચ્ચેના ૨૦૦ વર્ષ સુધીના ગાળામાં શ્વેતાંબર વિદ્વાનોનું સ્તુતિસ્તોત્ર ક્ષેત્રે ગણનાપાત્ર કોઈ જ યોગદાન સંભવિત ન બન્યું. એ ક્ષેત્રમાં નિર્ઝન્થોના સર્જને અનુષંગે ખાસ્સો ખાડો પડી જાત; પણ સદ્ભાગ્યે બરોબર એ જ કાળમાં, પ્રાયઃ ઇસ્વી ૬૦૦ થી ૮૦૦ સુધીમાં, કેટલાક સમર્થ દિગંબર અને યાપનીય રચયિતાઓએ કાવ્યની દષ્ટિએ બહુ જ
૮૬